________________
સંશોધક-સંપાદકની
આચારસંહિતા
દીકરી: ' '
પૂ. આચાર્ય મહારાજશ્રી વિજય હેમચંદ્રસૂરિજીના શિષ્ય DIWઈએ
–પં. શ્રી પ્રદ્યુમ્નવિજયજી ગણિ. હરકેઈ ક્ષેત્રમાં નિરંતર સંશોધન અને સંવર્ધન ( Research and Development ) થવું જોઈએ એ આજના સતત વિકસતા વિશ્વના પ્રગતિવાદી માનસનો અવાજ છે, વિચાર છે—કહો કે માંગ છે. એ માનસ તો યત્ર-તત્ર-સર્વત્ર પ્રત્યેક શાખા, વર્ગ અને વસ્તુમાં અવિરતપણે સંશોધન–સંવર્ધનના અવકાશને શોધતો રહે છે, અને તે મેળવીને તેમાં યથાશક્ય શોધન-વર્ધન કરતો રહે છે. ઉદાહરણ તરીકે હસ્તલેખનકળાને અનવરત સંકરસંસ્કાર-પરિષ્કૃત કરતે માણસ આજની ભલભલાને હેરત પમાડે તેવી વિધવિધ પરિમાણો અને પરિણામે નિપજાવતી મુદ્રણકળા સુધી પહોંચાડે છે. અને છતાં તે આટલેથી અટકતો નથી; હજી પણ તેને વધુ ને વધુ અપાયાસી અને ચિરકાળ સ્થાયી બનાવવા મથે છે – ઝંખે છે.
વચ્ચે વચ્ચે વળી તે તેનાં પરિણામોની ચકાસણી કરતાં કરતાં તેના ચતુરભ્રપણે સાધક-બાધકપણાને, ઉપકારકતાનેઅનુપકારકતાને તે ચકાસે છે–તપાસે છે અને તેમાં યથાઘટિત પરિવર્તન કરતા રહે છે. આવા સંશોધનસંવર્ધન ક્ષેત્રવિસ્તાર કલ્પનાતીત થયો છે. મોક્ષથી લઈ માખી સુધીના વિષયો ઉપર મસમોટા થીસિસ (Thesis ) -મહાનિબંધ લખાયા, લખાતા જ રહે છે.
આ સંશોધનને નાદ વિશ્વભરમાં ગુંજવા લાગ્યો. માનવસર્જિત તમામ આવિષ્કારે આ જ રીતિનીતિથી રંગાયા. કશુંય એનાથી વણસ્પર્યુ ન રહ્યું.
તેની જ અસરમાં પ્રાચીન શાસ્ત્રો, સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં રચાયેલા ગ્રંથોમાં પણ સંશોધન થવા લાગ્યું. આગવી સંશોધન-સંપાદન પદ્ધતિથી સંશોધિત-સંપાદિત થઈ અનેક ગ્રંથો પ્રગટ થવા લાગ્યા...અને પછી તે સંશોધનકળા અને સંપાદનકળાનું પણ એક શાસ્ત્ર રચાઈ ગયું. પ્રશ્ન એ થયો કે શાસ્ત્રોમાં શું સંશોધન કરવાનું છે ?
'AMES/ANSA એ શાસ્ત્રોનું નિર્માણ કરનાર ઋષિપુંગના કથનમાં શું IN BILITIgun IDLITTL/IIII!Im અશુદ્ધ કે અધૂરું છે કે તેનું સંશોધન કરવાનું રહે? પણ વાત શાસ્ત્રના મૂળ પદાર્થને સંશોધિત કરવાની નથી પણ એ પુરાણ-પ્રાચીન ગ્રંથો જે રીતે લહિયા દ્વારા લખાયા, તે લેખનપદ્ધતિ-લિપિ દ્વારા, લહિયાની ખામીના કારણે
ના ના
-
દ્વ
વાળ મહાર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org