________________
૬૦૪
જનરત્નચિંતામણિ
લેવાને દુરાગ્રહ કોણ કરી શકે છે? અગર જો કોઈ કરે છે તો સ્વછંદ રૂપે તેના પૂર્વ-પ્રણિત ખરાબ પરિણામથી તે કેવી રીતે બચી શકે છે?
સારાંશ એ છે કે વ્યવહાર સાધનપૂર્વક નિશ્ચય સાધ્યની પ્રાપ્તિ જ જૈનદર્શનનો સમીચીન ન્યાય છે અને જીવનના પ્રત્યેક અંગમાં આ ન્યાયનું અનુસરણ કરવું તે જ સમીચીન સાધના છે, જેનું ઉલંઘન ઊંચામાં ઊંચા જ્ઞાની અથવા સાધકને ધરાશાયી કરી દે છે, અંધલેકમાં ધકેલી દે છે. ઇમાનદારીથી આ ન્યાયનું અનુસરણ કરવામાં મુમુક્ષુના વિવેકની પરીક્ષા છે.
(આચાર્ય પ્રવરશ્રી ૧૦૮ ધર્મસાગરજી અભિવંદના ગ્રંથમાંથી સાભાર અનુવાદિત)
પ્રભુદર્શનમાં પ્રદર્શન નહિ પણ હૃદયના સાચા ભાવથી લાભ થાય છે.
નવકારનો જાપ એટલે પાપનો સર્વનાશ. નિષ્પા૫ વ્યક્તિ જ પરમાત્મા બની શકે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org