SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ગિરિ, રામતીર્થ, હળેખીડ વગેરેનાં જિનમદિરા પ્રખ્યાત પુણ્ય-પાવક તીર્થધામા છે. તાત્પર્ય કે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સમગ્ર ભારતમાં તીથંકરાની અને સાધુસાધ્વીઓની વિહારભૂમિને લીધે સ્થાપિત આ મંદિરા આરાધ્યદષ્ટિએ ઐતિહાસિક એિ તથા કલા-શિલ્પ એમ બધી જ રીતે દશનીય-વંદનીય છે. હવે અવલેાકન કરીએ. જૈન સાહિત્ય તરફ उपाध्याय આગમામાં શું છે? જૂનાગમ એ અગણિતકાળથી વિકસેલી વીતરાગવાણી છે. આગમસાહિત્ય ઉપરનાં વિવેચનામાં પૂ. ટીકાર્કાર અભયદેવસૂરિજી, પ. પૂ. આગમાહારક શ્રી સાગરાન સૂરિજી અને સુનિશ્રી પુણ્યવિજયજી જેવા આચાર્ય ભગવંતાએ મહત્ત્વનું પ્રદાન કરેલું છે. જૈન આગમગ્રંથાને દ્વાદશાંગવાણી પણ કહે છે અને તેને વિષયાનુરૂપ ચાર ચેાગમાં અર્થાત્ ચાર ભાગામાં વહેચવામાં આવેલા છે; જેમાં દ્રવ્યાનુયાગ, ગણિતાનુયાગ, ચરણકરણાનુયેાગ, ધ કથાનુયાગ જેવાં નામેા અપાયેલાં છે. વિશ્વના સમસ્ત પ્રકારના પદાર્થાનાં વર્ણનાના સમાવેશ આ ગ્રંથામાં મળે છે. જૈન આગમગ્રંથાના વિષયા ઉપર પ્રાચીન જૈન આચાર્યાએ ખૂબ જ ઊંડી અને સૂક્ષ્મ વિવેચના કરી છે. આગમામાં વિશ્વવ્યવસ્થા, લેાકઅલાકની સ્થિતિ, ઊર્ધ્વ, અર્ધા અને તિરછાલેાકનું સ્વરૂપ; પદાર્થો, દ્રવ્યા, તેના ગુણધર્મો, આત્મા, સંસાર, ચાર ગતિ, કબંધ, મેાક્ષ, મેાક્ષના ઉપાયા, સાધનામા, જવાની ભિન્ન ભિન્ન કક્ષા, રવનાં વિમાનાનાં વર્ણન, નરકનાં દુઃખાનાં વર્ણન, જ્યાતિષચક્ર સખ`ધી, ભૂંગાળ, ખગેાળ, તર્ક, ન્યાય, સાતત્યેા, સપ્તભ'ગી અનેકાન્તવાદ, મંત્રતંત્ર, જ્યાતિષવિદ્યાએ, જડીબુટ્ટીઓ, ઔષધા, ચૂર્ણ વગેરેના ચમત્કાર, મહિમાઓનાં વર્ણના, વગેરે ઘણું ઘણું નિરૂપણ થયેલ હતું. વિશ્વનુ કાઈ રહસ્ય, કાઈ પણ પ્રકારનાં વર્ણના કરવાનું બાકી રહેતુ' નથી. આ છે આગમસંગ્રહ. પ્રભાવ, મૂલ્યવાન ગ્રંથા આપણી મુખ્ય ભાષાએ અર્ધમાગધી સ`સ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી, મરાઠી, તમીળ, કન્નડ વગેરેમાં જૈનાનું વિપુલ વૈવિધ્યસભર સાહિત્ય ગ્રંથસ્થ થયેલુ છે. Jain Education International જૈનરચિંતામણિ જૈન દર્શનના બંધન અને મુક્તિને વર્ણવતા શતાધિક ગ્રંથા છે, એ બધા ગ્રંથામાં પરમ આદરણીય ગ્રંથે। આચારાંગ, ભગવતી સૂત્ર, ઉત્તરાધ્યયન અને તત્ત્વાર્થાધિગમ સૂત્ર પ્રથા અતિ મહત્ત્વના છે. આ તત્ત્વાર્થાધિગમ સૂત્ર તા જેતામ્બર, દિગમ્બર ઉભયને માન્ય છે. દિગમ્બર ગ્રન્થામાં ‘ખંડાગમ' જેમાં મહાધવલાના ઉલ્લેખ છે તે સૌથી મહત્ત્વપૂર્ણ કમસિદ્ધાંતના ગ્રંથ રચાયા છે. યાગશાસ્ત્રના ઉત્તમ ઉલ્લેખ ‘જ્ઞાનાણુવ' ગ્રંથમાં મળે છે. તત્ત્વાર્થ સૂત્ર ઉપરની અકલ'કદેવની વિવેચના રાજવાર્તિક નામે વિશદતમ વિવેચના છે. અને ભગવતીસૂત્ર, તિલેાપપન્નત્તિ વગેરે ગ્રંથા પણ ઉલ્લેખનીય છે. વર્તમાન યુગમાં પૂજ્ય સહુજાન'દજી મહારાજે લખેલી ટીકાએ પણ કાંઈક વધુ અધિકૃત અને પાનીય ગણાય છે. ઉપરાંત દકુ નાચાર્યજીનાં ૮૪ આગમામાં મુખ્યતઃ નિયમસાર, પોંચાસ્તિકાય, સમયસાર અને પ્રવચનસાર જેવા ગ્રંથા મૂલ્યવાન ગણાયા છે. શ્રી હેમચદ્રાચાર્યજીએ નવા શાસ્રાલંકાર, જિનવરાદિનાં નવાં ચરિત્રો પણ રચ્યાં. આ તમામ ગ્રંથા આપણા ધર્મપથને દીવાદાંડી રૂપ બની રહ્યા છે. अंबाई આચારાંગ–ઉત્તરાધ્યયન અને કલ્પસૂત્ર ભગવાન ઋષભદેવથી પાર્શ્વનાથ સુધીના ત્રેવીશ તીર્થં કરાએ ઐવિચ્છિન્નપણે ચાલી આવતી તારક પ્રણાલિકાને ભગવાન મહાવીરના નિર્વાણુકાળ પછી તેમના ઉપદેશથી જ પ્રમાણભૂત જે વાચના તૈયાર કરવામાં આવી અને તેમાં વલભી વાચના છેવટની વાચના બની રહી. આચારાંગસૂત્રમાં શ્રાવક, શ્રાવિકા, સાધુ અને સાધ્વીએ ચતુર્વિધ સંઘના પ્રત્યેક સભ્યે પાળવાનાં વ્રતા અને નિયમા, ખાસ કરીને અહિંસા, અસ્તેય, અપરિગ્રહ બ્રહ્મચ વગેરેનુ તેમાં સુરેખ નિરૂપણુ કરવામાં આવ્યુ' છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં શરીર, જીવતત્ત્વા, તેનાં કર્મો, કર્માના વિપાક અને નિર્વાણુપ્રાપ્તિના ઉપાયાનુ નિરૂપણ કરવામાં આવ્યું છે. કલ્પસૂત્ર ગ્રંથમાં શ્રી મહાવીરસ્વામી પ્રમુખ તીર્થંકરોનાં પંચકલ્યાણકા અને તેમની જીવનકથાનું મધુર અને આકર્ષીક શૈલીમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy