________________
સર્વસંગ્રહગ્રંથ
૩૯૫
પૂજન કરવાનું સેપેલ. ભાગ્યયોગે ગુટીકાના પ્રયોગથી કુજાદાસી રૂપવતી થઈ, આજે અહીં ૧૦૫ શ્વેતાંબર ઘરો છે. ૧ ઉપાશ્રય અને મુનિ સુવ્રત સ્વામીનું શિખરબંધી મંદિર છે. આ મંદિર શ્રી સંઘે બંધાવેલ છે. સં. ૧૮૮૬માં બંધાવેલ અને તેમાં ૪ પાષાણુની તથા ધાતુની પ્રતિમાઓ છે. ભેલસાથી ૪ માઈલ દૂર ઉદ્દગીરી નામે પહાડી છે. તેમાં ૨૦ ગુફાઓ છે. તે પૈકી પહેલી તથા છેલી ગુફાઓ જૈન ગુફાઓ તરીકે ઓળખાય છે.
છે. ગામ બહાર પણ જૈન મંદિર છે. તેમાં શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા છે. ગામ બહાર બીજુ શ્રી આદીનાથ ભગવાનનું મંદિર છે. તેમાં પાષાણની ૧૨ મૂર્તિ છે. ભેરબાપજીની વાડીમાં શ્રી મહાવીર સ્વામીનું ઘર દેરાસર સં. ૧૯૯૪માં બંધાવવામાં આવેલ છે. તેમાં ૨ આરસ તાથ ૨ ધાતુની પ્રતિમા છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું શિખરબંધી મંદિર ગામ બહાર આવેલું છે. તેમાં ૧ આરસની પ્રતિમા બિરાજમાન છે.
ધમનાર
નાગદા ખેલી સ્ટેશનથી ૬ માઈલ ઉદયપુરથી ઉત્તર દિશામાં ૧૫ માઈલ દૂર એકલીંગજીની પહાડીમાં નાગદા તીર્થ આવેલ છે. એનું પ્રાચીન નામ નાગકુહ હતું. એક કાળે તે મેવાડની પાટનગરી હતું. જેનોએ વેરાન જગલમાં આ તીર્થને બચાવી રાખ્યું છે. તેને જીર્ણોદ્ધાર પાટણવાળા શેઠ લલુભાઈએ કરાવેલ છે. આસપાસ તૂટેલા જૈન મંદિરના અવશેષો નજરે પડે છે.
મંદિરથી ત્રણ માઈલ દૂર ધમના નામે ગામ છે. અહીં ફક્ત ૨૦ જેની વસતી છે. ઉપાશ્રય કે ધર્મશાળા નથી. અહીં બજારમાં શ્રી આદીનાથ ભગવાનનું મંદિર છે. અહીં એક પહાડી છે. તેમાં ગુફાઓમાં જૈન તીર્થકરોની મૂર્તિઓ છે. ચંબલ તરફની ગુફા સ્પષ્ટ રીતે જૈન ગુફા છે. - આ ગુફામાં શ્રી ઋષભદેવ, શ્રી શાંતિનાથ, શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ તથા શ્રી મહાવીર સ્વામીની મૂર્તિઓ છે. એક ચંદ્રપ્રભ જીનેશ્વરની મૂર્તિ છે. આ પાંચ જૈન મુતિને લેકે પાંડવની મૂર્તિના નામે ઓળખે છે. વાસ્તવમાં આ મૂતિઓ જૈન તીર્થકરોની છે. એક સે ફીટ લાંબી તથા ૮૦ ફીટ પહોળી ગુફાને ભીમ બજાર તરીકે ઓળખે છે. આ ગુફામાં શસ્ત્રભંડાર તથા રાજલક નામના ઓરડા છે. રાજકમાં ભગવાન આદીશ્વરની બે પ્રતિમા છે.
રાજનગર કાંકરોલી સ્ટેશનથી રાા માઈલ દૂર રાજનગર નામે ગાને કહેવાય છે. મહારાણું રાજસિંહે આ ગામ પિતાનું નામ પર વસાવી, રાજસાગર નામનું ૪ માઈલ લાંબું ૨ માઈલ પહોળું વિશાળ સરોવર ૧ કરોડના ખર્ચે બંધાવ્યું છે. આ ગામમાં ૧ ઉપાશ્રય, ૧ મંદિર છે. રાજનગરથી ૧ માઈલ દૂર પતાલપર ૧
મુખજીનું વિશાળ જૈન મંદિર છે, જે “દયાળ શાહના કિલ્લા ” તરીકે ઓળખાય છે. દયાળશાહ નામના ઓશવાળ વણિક ગૃહસ્થ જૈન મંદિર બંધાવ્યું છે.
અડદ
વઈ ( પીપલીયાથી ૩ માઈલ દૂર થઈ ગામ છે. આ ગામમાં પ જૈનની વસતી છે. ૧ ઉપાશ્રય અને ૨ ધર્મશાળા છે. મૂળનાયક શ્રી વઈ પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી મંદિર લગભગ ૧૦૦૦ વર્ષ પહેલાં બંધાએલું મનાય છે. દર વર્ષે પોષ દશમીએ મેળો ભરાય છે.
ધાઈ સુવાસરા સ્ટેશનથી સાત માઈલ દૂર ધોઈ નામે ગામ છે. ગામમાં ૧૨૫ જૈન શ્રાવકોની વસતી છે, ૧ ઉપાશ્રય, ૧ જૈન મંદિર છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનું આ મંદિર ઘુમટબંધી છે. તેમાં પાષાણુની ૪, ધાતુની ૧ પ્રતિમા આવેલી છે. આ ગામમાં જૈન મંદિરોના અવશેષો, સમાધિઓ આજે પણ ત્યાં નજરે
તલોદથી ૧૦૦ માઈલ દૂર બડોદ નામે ગામ છે. ૧૦૦ જનની વસતી છે. ૧ ઉપાધ્યાય અને ૧ જૈન મંદિર છે. તેમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ છે. તે ૧ાા હાથ ઊંચી સફેદ આરસની છે. અહીં શેઠ મનજી મનસુખલાલના મકાનમાં ૨ પાષાણુની અને ૨ ધાતુની મૂર્તિઓ છે. તેમજ ૩ સિદ્ધચક્રના ઝાઓ છે. વાગડ ગામમાં આ તીથ કેસરિયાજી જેટલું પવિત્ર ગણાય છે.
પુનાલી પુનાલી તલોદથી ૧૦૦ માઈલ વાગડ દેશના ડુંગરપુરા રાજયમાં આવેલ છે. અહીં ૧૦૦ શ્વેતાંબર જૈન ધરો છે. ૧ ઉપાશ્રય અને ૧ મંદિર છે. શ્રી આદીનાથ ભગવાનનું શિખરબંધી મંદિર છે. મૂળનાયકની ૧ હાથ ઊંચી સ્યામવર્ણી પ્રતિમા છે. સં. ૧૬૫૭માં જીર્ણોદ્ધાર કરવામાં આવેલ છે, તે જ વખતે પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે.
આયડ (મેવાડ) ઉદેપુર સ્ટેશનથી | માઈલ દૂર આવડ નામે ગામ છે. એનું પ્રાચીન નામ અધાટ અને આહડ હતું, એવો ઉલ્લેખ છે. બજારમાં આવેલ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી મંદિર
Jain Education Intemational
For Private & Personal Use Only
ation Intemational
www.jainelibrary.org
For Private & Personal Use Only