SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ જેનરત્નચિંતામણિ વાડાથી ૧ માઈલ દૂર ઉંદરા નામે ગામ આવેલું છે. અહીં ઉપાશ્રયા, ધર્મશાળા કે જેનનું એક પણ ધર નથી. હાલના ગામથી દૂર જંગલમાં એક નાની ટેકરીની ઓથમાં શ્રી મહાવીર સ્વામી ભગવાનનું મંદિર વિદ્યમાન છે. મંદિર મૂળ ગભારે, ગૂઢમંડપ, નવચેકી, સભામંડપ અને ભમતીના કેટથી શિખરબંધીનું બનેલું છે. આલેખ ઉપરથી જણાય છે કે શ્રેષ્ઠી પૂજાએ આ મંદિર બંધાવી સં. ૧૪૪૯ ને મહાસુદી ૧૩ ના દિવસે શ્રી સેમસુંદરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. આ લેખમાં ઉંદરા ગામને સ્પષ્ટ ઉલેખ હોવાથી આ ગામ સં. ૧૪૯ પહેલાનું હોય એ નિર્ણય કરી શકાય. કાજરા બનાસ સ્ટેશનથી ઉત્તરમાં રાા માઈલ દૂર કજરા નામે ગામ છે. આ ગામ તેરમા સૈકા પહેલાનું છે. અહીં ૧ ઉપાશ્રય, ૧ ધર્મશાળા અને શ્રાવકોના ઘરે વિદ્યમાન છે. શ્રી સંભવનાથ ભગવાનનું પ્રાચીન મંદિર, મૂળ ગભારા, ગૂઢમંડપ, છ ચેકી, સભામંડપ, ગાર ચાકી, ભમતીના કોટયુક્ત કાળા પથ્થરનું બનેલું છે. મૂળ ગભારામાં શ્રી સંભવનાથ ભગવાન મૂળનાયક છે. તેમની ગાદી નીચે આવું ધમચક્ર અને તેની બન્ને બાજુએ હરણ અને સિંહની આકૃતિ છે. ગાદી અને પ્રભાસણ પ્રાચીન છે. સિરોહીના મહારાવ સુરતા આ ગામ સં. ૧૯૩૪માં તેમના પુરોહિતોને દાનમાં આપ્યું હતું. સાતણ ખરાડીથી ૨૮ માઈલ અને મગારથી નૈઋત્ય ખૂણામાં ૨ | માઈલ દૂર સાતસણ નામનું ગામ છે. અહીં ગામથી થોડે દૂર જૈન મંદિરના પડેલા એક ખંડિયેર પાસેના પાળિયા પર સં. ૧૩૪૬ ને લેખ છે. અહીં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું એક મંદિર છે. આ મંદિર, મૂળ ગભારા, ગૂઢમંડપ, છ ચોકી, ગાર ચકી અને ભમતીના કેટયુક્ત શિખરબંધીનું બનેલું છે. આ મંદિરના મૂળ ગભારા પાસે મહાદેવનું લિંગ સ્થાપના કરી દેવામાં આવ્યું છે. એ એક વિચિત્ર ઘટના છે. એક મઠારવાસી ધર્મપ્રેમી બાઈએ ધર્મશાળા બંધાવી છે. તેમાં સાધુ સારવી કે શ્રાવક ઉતરી શકે છે. ગામથી બે-એક ફર્લાગ દૂર એક જૈન મંદિરનું ખંડિયેર બે-ત્રણ ફીટ ઊંચા ચેતરા સુધીનું કામ કરેલું મોજૂદ છે. સેલવાડા અબુ રોડથી ૧૮ માઈલ દૂર અને રણાપુરથી પશ્ચિમમાં હા માઈલ દૂર સેલવાડા નામનું નાનું ગામ છે. અહીં બાવના ૧૨ ધરી છે. ૧૧ તો ઉપાશ્રય છે અને ૧ દેરાસર મજૂદ છે. મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાનના ધાબા બંધી આ મંદિરમાં ત્રણ જિન મુક્તિએ આરસની છે. અને એ બધી ઋષભદેવ પ્રભુની છે. મૂળનાયક ઉપર સં. ૧૭૨૫ને લેખ છે. આ દેરાસર નવું તૈયાર કરાવીને સં. ૧૯૩૫ના જેઠ સુદી પના રોજ મૂળનાયકની સ્થાપના કરવામાં આવી છે. સેલવાડા અને ભાગર ગામને રસ્તા વચ્ચે એક જૈન મંદિર હતું. ખંડિયેર ઊભું છે. તેને ધખરે ભાગ પડી ગયો છે, પણ ભી તે મોજુદ છે. ધનારી બનાસ સ્ટેશનથી નૈઋત્ય ખૂણામાં ૪ માઈલ દૂર બનાસ નદીના કાંઠા ઉપર ધનારી નામનું ગામ છે. સં. ૧૩૪૮ પહેલાનું જૈન મંદિરમાંથી મળી આવેલા શિલાલેખથી આ ગામ જણાય છે. આજે અહીં પિરવાડ શ્રાવકોના ૩૬ ઘરે છે, ૧ ઉપાશ્રય, ૧ પૈષધશાળા છે. ધર્મશાળા માટે ખાલી જમીન પડેલી છે. અહીં આવેલા બે જૈનમંદિરે પૈકી એક પ્રાચીન અને વિશાળ છે. જ્યારે બીજુ ઘર દેરાસર છે. કાછોલી રેહિડા રેડ (સર્પગંજ) સ્ટેશનથી નૈઋત્ય ખૂણામાં છે માઈલ દૂર કાલી નામનું ગામ છે. અહીંના જૈન મંદિરમાંથી આવેલા સં. ૧૩૪૩ના શિલાલેખમાં “કાલિકા” ગામને નિદેશ કરેલ હોવાથી આ ગામ સં. ૧૩૪૩થી યે પ્રાચીન છે. કહે છે કે કચ્છના રાવે આ ગામ વસાવ્યું તેથી તેનું નામ કાછલી પડયું. આજે આ ગામમાં ૫૦ જૈન શ્રાવકને ધરો છે. ૨ ઉપાશ્રય અને કબૂતરખાનું પણ છે. અહીં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર ભવ્ય અને પ્રાચીન છે. વાસા રોહિડારોડ (સરૂપગજ ) સ્ટેશનથી અગ્નિખૂણામાં ૪ માઈલ દુર વાસી નામનું ગામ છે. અહીં શ્રાવકેનાં ૧૨ ધરે છે. ૧ ઉપાશ્રય, ૨ ધર્મશાળા છે. અહીં તેમાં આવેલ શ્રી પાર્શ્વનાથ ભગવાનની એક મતિ ખંડિત છે. રોહિડા હિડા રેડ (સર્પગંજ) સ્ટેશનથી અગ્નિખૂણામાં માઈલ દૂર રોહિડા નામનું ગામ છે. આ ગામ પંદર સિકા કરતાં પ્રાચીન હોવાનું પૂરવાર થાય છે. પણ અહીં જૈન શ્રાવકના ૧૦૦ ઘરની વસ્તી છે. ૧ ઉપાશ્રય છે. ૧ ધર્મશાળા તેમજ ૩ જૈન મંદિરે છે. વોટડા રોહીડાથી નિઋત્ય ખૂણામાં ૧ માઈલ દૂર વાટડા કરીને ગામ છે. જૈન મંદિરમાંથી મળી આવેલા સં. ૧૧૭૧ના શિલાલેખ ઉપરથી ગામ પ્રાચીન હોવાનું જણાય છે. અહીં શ્રાવકને સાત Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy