SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહગ્રંથ ૩૮૫ નાયક ભગવાનનું હશે એવી ક૯૫ના થાય છે. સીવેરા એર આબુ રોડ સ્ટેશનથી ઈશાન ખૂણામાં ૩ માઈલ દૂર ઓર નામનું ગામ છે. એનું પ્રાચીન નામ ઓઢ હેવાનું શિલાલેખોમાં મળે છે. આજે અહીં જૈન પોરવાડાના સાતેક ધર વિદ્યમાન છે. ૧ ઉપાશ્રય અને શ્રી આદીશ્વર ભગવાનનું પ્રાચીન મંદિર છે. આ મંદિર મૂળ ગભારે, ગૂઢમંડપ, છ ચોકી, શિખર અને ભમતીના કેટયુક્ત છે. તેમાં મૂળ નાયકની મુતિ, પંચતીર્થની પરિકર મૂર્તિ છે. ગૂઢમંડપમાં ડાબી બાજુએ શ્રી પાર્શ્વનાથની પરિકરવાળી સુંદર મૂર્તિ છે. મૂતિ પરિકર કરતા પ્રાચીન છે. ગૂઢમંડપના ગોળવામાં ૨ કાઉઝયા મનહર અને એક જ નમૂનાના છે. ગૂઢમંડપના ગોખલામાં એક પ્રાચીન પંચતીથી યુક્ત શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ફળાવાળું માળી સુંદર પરિકર છે. તેમાં મૂળનાયક નથી. દેરણ આબુ રેડથી ઈશાન ખૂણામાં ૪ માઈલ દૂર દેરણા નામે ગામમાં શ્રાવકની વસ્તી, ઉપાશ્રય કે ધર્મશાળા નથી. એકમાત્ર પ્રાચ જેન મંદિર છે. આ મંદિરના ગૂઢમંડપમાં ડાબા હાથે આવેલા ગોપમાળ પરિકરની ગાદી નીચે સં. ૧૧૭૨નો આલેખ ગામ અને મંદિરની એ રાજ્ય કરતાય પ્રાચીનતા સૂચવે છે. આ મંદિરમાં મૂળ ગભારે, ગૂઢમંડપ, છ ચેકી, સભામંડપ, શુગાર ચોકી, શિખર, બને તરફની માળી, ૧૯ દેરીઓ અને ભમતીના કેટવાળ છે. મૂળનાયક શ્રી સંભવનાથ ભગવાન છે. વેલાર પીડવાડાથી ઉત્તરમાં ૫ માઈલ દૂર સવેરા નામનું ગામ છે. અહીંના શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરમાંના સં. ૧૧૯૮ ને શિલાલેખમાં આ ગામનું નામ “સરક” ઉલેખ્યું છે. આથી આ ગામ અને મંદિર એથીયે વધુ પ્રાચીન અને જેની વસ્તીવાળું હશે એવું ફલિત થાય છે. આજે અહીં જૈન વસ્તી નથી. છતાં એની પ્રાચીન યાદ આપતું શ્રી શાંતિનાથ ભગવાનનું ભવ્ય મંદિર ઊભું છે. મંદિર, મૂળ ગભારે, ગૂઢમંડપ, છ ચેકી, સભામંડપ, શિખર અને ભમતીના કેટવાળું છે. અહીં મંદિરની જોડે બે-ત્રણ ઓરડાવાળી ધર્મશાળા છે. તેમાં સાધુ-સાવી અને યાત્રાળુ સેવક ઊતરે છે. મંદિરની પાછળ એક વિશાળ અને ઊંડ તળાવ મછબૂત બાંધણીનું બનેલું છે. નદીને તળાવમાં વાળી છે. તળાવમાંથી ખેતરને પાણી પહોંચે એવી સગવડ છે. રિસરેલી રાજ્યમાં આ મોટામાં મોટું તળાવ હોવાનું મનાય છે. વીરવાડા સજજનરેડ સ્ટેશનથી વાયવ્ય ૬ માઈલ દૂર વીરવાડા નામનું ગામ છે. વીરવાડા પુરાતન છે. એટલું જ નહિ આજે તેની પાસે જ વાસિયું ગામ છે. જેને તીર્થમાલાએ “વિસલ નગર” એવા નામે ઉલલેખ કર્યો છે, અહીં શ્રાવકોના ૪૮ ઘર, ૪ ઉપાશ્રય, ૨ ધર્મશાળાઓ અને ૨ જિનમંદિર છે. આ મંદિરો પૈકી શ્રી આદીશ્વર ભગવાનનું અને બીજ' શ્રી ધર્મનાથ ભગવાનનું છે. શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર પહાડની ટેકરીની ઓથમાં ઊંચાણવાળા ભાગ પર આવેલું છે. મૂળ ગભારે, ગૂઢમંડપ, નવચેકીઓ, સભામંડપ, શૃંગારકી, ચારે તરફ ફરતી ૪૬ દેરી યુકત છે. દેરીઓ સમેત કુલ ૪૭ શિખરોથી આ મંદિરની રચના આલીશાન દેખાય છે. દેરીઓ ૪૦ છે. મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની પ્રાચીન મૂર્તિ પંચતીર્થના પરિકર યુકત છે. પરિકરની ગાદીમાં વચ્ચે દેવી, તેની નીચે બે કરણ અને બને બાજુએ એક એક હાથી અને સિંહ છે. વળી એક તરફ ચક્ષ અને અંબિકા દેવીની મૂર્તિ છે. આ મંદિરના કમ્પાઉન્ડમાં જ શામળાજીનું વૈષ્ણવ મંદિર છે. વીરવાડા ગામથી ૧ ફર્લોગ દૂર દક્ષિણ દિશામાં બીજું મંદિર આવેલું છે. મૂળ નાયક શ્રી મહાવીર ભગવાનનું આ મંદિર ટેકરીની ઓથમાં કંઈક ઊંચાણવાળા ભાગમાં છે. મૂળ ગભારે, ગૂઢમંડપ, ચોકી, સભામંડપ, શુંગારકી, દરવાજાની બન્ને બાજુની ૧૪ દેરીઓ અને ભમતીના કાટયુકત શિખરબંધીથી આ મંદિર બનેલું છે. મૂળનાયક શ્રી મહાવીર ભગવાનની મૂર્તિ ભવ્ય અને ૨૨ણીય છે. ઉંદરા સજજન રોડ સ્ટેશનથી વાયવ્યમાં કે માઈલ અને બ્રાહ્મણ નાણાં સ્ટેશનથી ઉત્તર દિશામાં વા માઈલ દૂર વેલાર નામે ગામ છે. આ ગામમાં આવેલા શ્રી આદીશ્વર ભગવાનના મંદિરમાંની નવચંડીના સં. ૧૨૬૫ના શિલાલેખમાં આ ગાનનું નામ “વધિલાટ” ઉલ્લેખ્યું છે. આજે અહીં માત્ર એક જૈન શ્રેષ્ઠીનું ઘર છે. ઉપાશ્રય કે ધર્મશાળા નથી સં. ૧૯૬૨માં અહીં શ્રાવકના ૧૫–૧૬ ઘર મેજૂદ હતાં. પણ કોઈ કારણે તેઓ પાવડી ગામમાં રહેવા ચાલ્યા ગયા છે. અહીં શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર, મૂળ ગભારે, ગુઢમંડપ, નવચોકી, સભામંડપ, શૃંગારકી, શિવરને ભમતીના કોટથી યુક્ત બનેલું છે. મૂળનાયકના ડાબા હાથ તરફની લેખ વિનાની કવેતાંબરીય પ્રતિમા શ્રી પાર્શ્વનાથ ભગવાનની છે. ચામુંડેરીવાળા શેઠ વના પૂમાજીએ આ મંદિરને છેલો જીર્ણોદ્ધાર કરાવી મંદિરમાં આરસ પથરાવ્યું છે. વળી મંદિરને કેટ, ફુગાર ચેકી, જાળીઓ અને એક ઓરડી વગેરે પણું કરાવ્યું છે. Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal use only www.jainelibrary.org www.janelibre
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy