SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ જેનરત્નચિંતામણિ ઉદેપુર રેલવે સ્ટેશન પ૬૪ કિલો મીટર છે. રતલામ-ચિતોડગઢ રેલ્વે લાઈન છે. હાથીપોળમાં એક અદ્યતન ધર્મશાળા છે, જે હંમેશાં ઘીસ રહે છે. શહેરમાં ૩૭ જેટલા મંદિર છે. અહીંયાં ઘંટાઘર પાસે શ્રી શિતળનાથ પ્રભુનું મંદિર, બડા બજારમાં શ્રી વાસુપૂજય સ્વામીનું મંદિર વગેરે મંદિરમાં કાચકામ જોવાલાયક છે. શ્રી સરસ્વતી દેવીની સુંદર મૂર્તિ છે. શહેર વિશાળ પાઘડી પટે છે. આજુબાજુ તળાવોની હારમાળા છે. જેથી ઉનાળામાં શીતળ લાગે છે. બાગ બગીચા પણ અનેક છે. તળાવની વચ્ચે પણ બગીચા છે. સહેલાણુને બાગ નમૂનેદાર છે. નાની ટેકરી ઉપર રાણાપ્રતાપને ચેતક ઘેડાનું સ્મારક છે. તળાવમાં રાજમહેલ હતા. જ્યાં હાલ હોટલ છે. બેટીંગ કરવાની મજા આવે તેવાં જળાશય છે. અનેક પ્રકારના લાકડાં વિ બાંધણીઓ, ચાંદીના ચાલુ ઘરેણાં અહીંની વિશિષ્ટતા છે. ૧. ભેજ – ૯હાપુરથી ૨૦ કિલો મીટર હાથ કલંગડા સ્ટેશનથી ઉત્તરે ૬ કિલોમીટર કુભેજ ગામ છે. પાસેની ટેકરી ઉપર શ્રી જગવલભ પાર્શ્વનાથ પ્રભુનું ત્રણ મજલી મંદિર છે, જેને બાહુબલી ટેકરી પણ કહે છે. મૂળનાયક મૂતિ ઉપર સંવત ૧૯૨૬ ને લેખ છે. ધર્મશાળા છે. ૨. કુપાક :- નિઝામ હૈદ્રાબાદના ઈશાન ખૂણે ૬૫ કિ.મી આલેર સ્ટેશન છે. ત્યાંથી ૬ કિલોમીટર કુપાક ગામ છે. ગામ વચ્ચે વિશાળ ધર્મશાળાની વચ્ચે શ્રી માણયસ્વામીનું પ્રાચીન મંદિર છે. અનેક ધર્માચાર્યોએ–આર્ય સહસ્તગિરિથી વજી સ્વામી, જનપ્રભુસૂરિ, હીરવિજયસૂરિ, સમધમરાણી વગેરે મહાત્માઓએ આ તીર્થને ઉદ્ધાર કરાવેલ છે. કર્ણાટકમાં આવેલ કલ્યાણ નગરમાં મરકીના ઉપદ્રવને શાંત કરવા શંકર રાજાએ કોઈ અગમ્ય પ્રેરણાથી શ્રી માણિક્ય સ્વામીનું બિંબ શોધી સંવત ૬૮૦માં મંદિર બંધાવ્યું. હાલનુ દહેરાસર ૬૮ ફૂટ ઊંચુ છે. જેને ઉદ્ધાર સંવત ૧૭૬ માં કરાવેલ. મૂળનાયક પ્રભુ શ્રી ઋષભદેવની મૂર્તિ અર્ધ પદ્માસનસ્થ છે અને ૩૯ ઈંચ ઊંચી છે. મૂળનાયકની જમણી બાજ એ પીરાજા રંગની શ્રી મહાવીર સ્વામીની મંદ હાસ્ય કરતી ઉસ્થિત પદ્માસનની બેઠકવાળી દુનિયામાં દશ્યમાન આ એક જ મનહર મૂતિ જોઈ યાત્રિકનું મન મૂક્યું સમાતું નથી. આ મંદિરમાં અર્ધપદ્માસન વિ. જાતની મૂર્તિઓ વધુ છે. બે પ્રતિમાજીની દાઢીમાં નંગ બેસાડચા છે. જે નવીનતા બતાવે છે. દરેક વિશાળ મોટી પ્રતિમાઓ ત્રીજા સૈકાની લાગે છે. આટલા મોટા પ્રમાણમાં આટલી મૂતિઓ બીજે જણાતી નથી. ધર્મશાળા છે. ભારજા કીવરલી સ્ટેશનથી ઈશાન ખૂણામાં ૩ માઈલ દૂર ભારજા નામે ગામ છે. આ ગામ કેટલું પ્રાચીન હશે તે જાણી શકાયું નથી. પરંતુ જૈન મંદિરની દેરીઓ ઉપર સંવત ૧૫૦, ૧૫૦૨ ની શિલાલેખોથી આ ગામ એથીય પ્રાચીન હશે એમ માની શકાય. આજે અહીં શ્રાવકોના ૨૫ ધરે વિદ્યમાન છે. ૧ ઉપાશ્રય, ૨ ધર્મશાળાઓ, ૧ પિષધશાળા છે. અહીં પહાડી ઓથમાં પણ ઊંચી ટેકરી ઉપર શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર આવેલું છે. મંદિર સુધી બાંધેલો રસ્તે છે. મૂળ ગભાએ, ગુઢ મંડપ, છ ચેકીઓ, સભામંડપ, શગાર ચોકી અને ભમતીના કટમુકત શિખરબંધી રચનાવાળું છે. તેમાં મૂળનાયકની પ્રતિમા અતિ સુંદર છે. હાલમાં આ મંદિરને જીર્ણોધ્ધાર થયો છે. ગૂઢમંડપનો જવાને મુખ્ય દરવાજે હાલમાં મકરાણા આરસને બનેલું છે ને તેમાં મંગલમૂર્તિની હારમાં ભગવાનની ૯ મતિએ કરેલી જોવાય છે. કીસીંદ્રા કરવલી સ્ટેશનથી ઉત્તર દિશામાં રાા માઈલ અને ભીમાણ સ્ટેશનથી નૈઋત્ય ખૂણામાં ૨૧ માઈલ દૂર કાસીંદ્રા નામનું ગામ છે. તેને કાયંદ્રા પણ કહે છે. એનું પ્રાચીન નામ “કારા હદ ' હતું, અહીં પોરવાડ શ્રાવકોના ૨૦ ઘરો છે. ઉપાશ્રય કે ધર્મશાળા નથી, મૂળનાયક શાંતિનાથ ભગવાનનું મંદિર બાવન જિનાલયવાળું છે. વળી મૂળ ગભારો, ગૂઢ મંડપ, નવચેકી, સભામંડપ, બાવન પૈકી અઢાર દેરીઓ શુગાર ચેકી, કોટ અને શિખરબંધી મંદિર છે. મૂળ નાયકની પરિકરવાળી મતિ મનહર છે, અહીં બીજુ એક પ્રાચીન જૈન મંદિર તૂટેલી હાલતમાં જોવાય છે. કહેવાય છે કે આના ધણુ પથ્થરે રોહિડાના જૈન મંદિરમાં ઉપગમાં લેવાયા છે. આમથરા કીવરલી સ્ટેશનથી પશ્ચિમ દિશામાં ૧ માઈલ દૂર આમા નામે પ્રાચીન ગામ છે. આજે અહીં ઉપાશ્રય, ધર્મશાળા કે જેનોનું એક પણ ઘર નથી. માત્ર એક જૈન મંદિર વિદ્યમાન છે. શ્રી અજિતનાથ ભગવાનનું આ મંદિર મૂળ ગભારે, ગૂઢમંડપ, સભામંડ૫ શ"ગાર ચેકી, શિખર અને બાર દેરીઓથી યુકત ભમતીના કોટથી ઘેરાયેલું છે. મુળ નાયક ઉપર એક તીર્થનું પ્રાચીન પરિકર છે. પરંતુ તેના ઉપર કોઈ લેખ જોવાત નથી. મૂળનાયકની બને બાજુએ એક જેડીની મૂતિઓ દર્શનીય છે. બન્નેની ઊંચાઈ એક હાથ ! આગળ પ્રમાણ અને પહોળાઈ ૧ હાથ ૩ આંગળની છે. ગૂઢ મંડપમાં કેટલીક મોટી વેતવણુ મૂતિઓ સ્થાપન કરેલી છે. તેમાં એક મુતિની નાસિકા અને બીજી મૂર્તિના હાથ એક અંગુઠો ખંડિત છે. કીવરલી કીવરલી સ્ટેશનથી નૈઋત્ય ખૂણામાં ૧ માઈલ દૂર કવરલી નામનું ગામ છે. જૈન શ્રાવકોનાં ચાર-પાંચ ઘરો છે. અહીં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. મૂળ ગભારો, ગૂઢમંડપ, ચોકી, શંગાર ચોકી, શિખર અને કેટથી યુકત આ મંદિર બંધાયેલું છે. મંદિરમાં સભામંડ૫ નથી, મદિરમાં પડેલા પરિકરના ટુકડાઓમાં ફણાવાળો ટુકડો જોવાય છે. તેથી એ પરિકર મૂળ Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy