SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ સંગ્રહગ્રંથ ૩૮૩ જંકશન સ્ટેશન આવેલું છે. ત્યાંથી ચિતોડ ગામ બે માઈલ છે. ભારતના મૌલિક સંસ્કાર, સંપત્તિ, શૌર્ય અને સ્વમાનના સંસ્કારોની દાતા જેને ઈતિહાસ રોમાંચ ખડા કરી દે એ છે. એવી આ વીરભૂમિ ચિતોડગઢ ઘણી જ પ્રાચીન છે. સમુદ્રની સપાટીથી ૧૮૫૦ ફૂટ ઊ એ અને જમીનની સપાટીથી ૫૦૦ ફૂટ ઊંચા આ ગઢની લંબાઈ સવા ત્રણ માઈલ અને પહોળાઈ અર્ધા માઈલ જેટલી જ છે. પાંચ પાંડવોના સુપ્રસિધ્ધ યોદ્ધા ભીમે બનાવેલ આ ગઢ છે. અહીં ભીમના નામથી ભીમગોડી અને ભીમતલ આદિ સ્થાને વિદ્યમાન છે. ત્યારબાદ મોર્યવંશી રાજા ચિત્રાંગદે ઉધાર કરાવ્યો તેથી ગઢનું નામ ચિત્રકુટ પ્રસિદ્ધ થયું. ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા આચર્ય શ્રી હરિભદ્રસૂરિનું આ જન્મસ્થાન છે. અહીંયાં પાંચ મંદિરો છે. શ્રી આદીનાથ ભગવાનના સમારકરૂપ ૮૦ ફૂટ ઊંચે સુંદર કલાકારીગરીવાળા અને શિ૯૫ કલાના ઉજજવલ નમૂનારૂપ સાત માળને જૈન કીર્તિ સ્થંભ વિક્રમના ચૌદમાં સૈકામાં બનાવેલ છે. ૯. કરેડા પાર્શ્વનાથ –ઉદેપુર ચિતોડ રેલ્વે લાઈન ઉપર કરેડા સ્ટેશન છે. ગામ પોણો માઈલ દૂર છે. મહામંત્રી પેથડકુમારના પુત્ર ઝાંઝણકુમાર મોટા સંઘ લઈને અહીં આવ્યા હતા અને શ્રી ધર્મષસૂરિજીના વરદ્હસ્તે શ્રી પાર્શ્વનાથ પ્રભુનું મંદિર, બંધાવવા માંડયું. વિશિષ્ટતા એવી પણ હતી કે પ્રભુની મૂર્તિ ઉપર પિષ વદિ દશમે સૂર્ય કિરણું પડે જે પાછળના કેટલાક જીર્ણોદ્ધારથી હાલમાં પડતાં નથી. સ્ટેશનથી અઢી માઈલ દૂર દયાળશાહને પ્રાચીન કિલે અને રાજસાગર તળાવ અને પાસેના પહાડ ઉપર નવ માળનું મંદિર રાણાએ બંધાવેલાં, જેમાંનું મંદિર હાલમાં માત્ર બે માળનું દેખાય છે. બંધી મંદિર છે. ચાર મોટી ધર્મશાળાઓ તથા ભોજનશાળા છે. ૧૧. અંતરિક્ષ પાર્શ્વનાથ -વરાડ પ્રાંતમાં સુરત-નાગપુર લાઈન ઉપર આકેલા રેલવે સ્ટેશન છે. અહીં દહેરાસર, ઉપાશ્રય તથા ધર્મશાળા છે. અહીંથી ૬૫ કિલો મીટર સિરપુર ગામ છે. જ્યાં પ્રાચીન તીર્થ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ પ્રભુનું મંદિર છે. આ મૂતિ વેળુની અતિ પ્રાચીન છે. રાવણના સેવક માલિ સુમાલિએ પૂજન કરી સરોવરમાં પધરાવેલા. કાળાંતરે એલસપુરના રાજ શ્રીપાળ હતા. તિલકમંજરી નામે ધર્મપત્ની હતી. તેમણે આ પ્રતિમા તળાવમાંથી બહાર કઢાવી સંવત ૧૪૨માં શ્રી અભયદેવસૂરિના હસ્તે મંદિરમાં પ્રતિષ્ઠિત કરી. તે સમયમાં શ્રીપાળ રાજાને કોઢ આ સરે.વરના પાણીથી દૂર થયેલો અને શરીર સુંદર બની ગયું. આ ચમત્કારીક મતિ અધર પસનસ્થ, શ્યામ રંગની છે અને હાલમાં જમીનના હિસાબે ભોંયરામાં છે. આ મૂર્તિ તે વખતે અધર હતી. મૂર્તિ અને ભૂમિતલ વચ્ચેથી પનીહારી બેડા સાથે યા ઘેડેસ્વાર નીચેથી નીકળી શકતો હતો. હાલમાં અબત હજીએ અદ્ધર તો છે પણ બે ખૂણે દાળને દાણુ જેટલી અડકેલી છે. મંદિરમાં આવેલ ચાંદીથી મઢેલ દેવજ દંડ ઉપર સંવત ૧૨૮૯ને ચિત્ર સુદ ૧૦ને લેખ છે. ધર્મશાળા તથા આ તીર્થસ્થાન પ્રાચીનતાના પુરાવા આપતા વિદ્યમાન છે. ૧૨. ભાંડકજી - વર્ધા જંકશનથી મદ્રાસ જતી રેલવે લાઈન ઉપર ચાંદા ગામ પાસે ભાદક રેલ્વે સ્ટેશન છે. ગામ એક માઈલ અંદર છે. પ્રાચીન નગરી ભદ્રાવતી નામે હતી. શ્રી પાર્શ્વનાથ પ્રભુની દા ફૂટ ઊંચી ફણાધારી પ્રતિમાજી શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથના મંદિરના મુનીમને સ્વપ્ન આવવાથી ૧૯૬૬માં પ્રગટ કરાવી, શ્રી સંઘે જનમદિર બ ધાયું. હાલમાં જંગલમાં મંગલ રૂપે મંદિર અને ધર્મશાળા અને થોડાંક છાપરાં છે. ૧૩. રાજગઢ - માળવામાં મેધનગરથી ૬૦ કિલો મીટર શ્રી મહાવીર સ્વામીનું શિખરબંધ દહેરાસર છે. સંવત ૧૧૨ ની સાલની શ્રી નેમિનાથ પ્રભુની પ્રાચીન પ્રતિમા છે. ગામમાં બીજા ત્રણ દહેરાસરો છે. ૧૪. મોહન ખેડા :- રાજગઢથી પશ્ચિમ દિશામાં બે માઈલ દૂર હાઇવે રોડથી અડધે માઈલ અંદર આ નવું તીર્થ આવેલું છે. તથા શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર અને ધર્મશાળા છે. ૧૫. ઈદોરઃ- વેસ્ટર્ન રેલવે લાઈનમાં અજમેર–ખંડવા લાઈન ઉપર વડોદરાથી ઈદર ૩૮૦ કિલો મીટર છે. હાઈવે રોડથી પણ જઈ શકાય છે. અહીં આ વેતાબર મૂર્તિપૂજક છ મંદિરે છે. બજારમાં શેઠ હુકમીચંદનું કાચનું મંદિર જેવા લાયક છે. અનેક વેપારનું કેન્દ્ર છે. ૧૬. ઉદેપુર :- વડોદરાથી અમદાવાદ-અજમેર રેલ્વે લાઈન માં ૧૦. કેસરિયાજી (ધૂલેવા) –વડોદરાથી ઉત્તર તરફ રતનપુર હાઇવે રોડ ઉપર ઉદેપુર જતાં ૨૫૮ કિલો મીટર છે. ત્યાંથી ઉદેપુર ૬૦ કિલો મીટર છે. શ્રી આદીશ્વર ભગવાનની પ્રાચીન મૂર્તિ, શ્યામવર્ણ, તેજસ્વી છે, જે ૩ ફૂટ ઊંચી છે. અઢારે વર્ણના લોકોને આ મૂતિ ઉપર અગાધ શ્રદ્ધા છે. તેમના ઉપર માણસના વજન જેટલું કેસર ઢગલે ચઢતું હતું જે ઉપરથી તે કેસરિયાજીના નામથી ઓળખાય છે. અન્ય લેકે તેને “કાળીઆ દાદાના નામથી ભજે છે, પૂજે છે. તેમની અણુ કોઈ પ્રતિકાર કરી શકતું નથી, અને તેથી ગુન્હા ઓછી થાય છે. આ મૂર્તિને રાજા રાવણને સમયે શ્રી રામચંદ્ર લંકા જીત્યા પછી અયોધ્યા લઈ ગયા જે પછી ઉજજૈનમાં સ્થાપ્યા. ત્યાં શ્રીપાલ મયણાસુંદરીએ પૂજા ભક્તિ કરી. પતિને કોઢ ગયા. તે પછી ધૂલેવામાં ૧૩મા સૈકામાં પ્રગટ થયા. અતિ પ્રાચીન હોવાથી હાલમાં લેપ કરવામાં કરવામાં આવ્યું. શ્રી ફતેસિંહજી રાણાએ દાદાને સવા લાખની આંગી ચઢાવી પ્રભુ ભકિત કરી છે. હાલમાં બાવન જીનાલયવાળું શિખર Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy