________________
જેનરત્નચિંતામણી
પ્રતિષ્ઠા કરાવી. ગાર: બહાર ભાન અવસ્થામાં રહેલું માત્ર જીન મંદિર છે. જેમાં કૃતિઓ નથી.
૧. લકમણી –માળવા નેમાડ પ્રાંતના નાકે અલિરાજપુરથી ૮ કિલો મીટર છે. જંગલમાં મંગલ કરતું આ તીર્થ છે. દાહોદથી મોટરમાર્ગે ૬૦ કિલો મીટર છે. દાહોદ-દિલ્હી લાઈનમાં જંકશન સ્ટેશન છે. શ્રી પદ્મપ્રભ પ્રભુની મૂર્તિ તથા બીજાં અનેક બિંબ અત્રેથી ખોદતાં મળી આવવાથી સંવત ૧૮૯૪ માં આ મંદિરનું સર્જન શ્રી વિજય યતીન્દ્રસૂરિએ કરાવ્યું. મંત્રીશ્વર પેથડ કુમારના પુત્ર ઝાંઝણકુમારે માંડવગઢથી શત્રુંજયને સંધ કાઢેલે ત્યારે આ તીર્થ વિદ્યમાન હતું. આશરે ૨૦૦૦ વર્ષ પુરાણી પ્રતિમાઓ મનાય છે. નવીન દહેરાસર ૧૬ ૦૪પ૦ ફૂટ લાંબું પહોળું છે, અને ૩૫ ફૂટ ઊંચું છે. વિશાળ ગભારો ૩૦x૧૦ ફૂટ જે મોટો છે અને તેજ સુંદર રંગમંડપ ગર્ડર પથ્થરથી બનાવેલ છે. ચારે બાજુ શ્રીપાળ રાજાના જીવનચરિત્રના કતરેલા જીવન ચિત્ર સોનેરી વરખથી સજી મંદિરની શોભા અતિ ઉત્તમ બનાવી છે. મૂળનાયક શ્રી પદ્મપ્રભુની મૂતિ ૮૭ ઈચ જેવી મોટી છે જેના ઉપર સવંત ૧૦૯૩ ને લેખવાળા પવાસન સાથે મળી આવેલા છે. અત્રે ધર્મશાળા છે. જંગલ હોવાથી ભોજન આદિ પ્રબંધ માટે અલિરાજપુર લખવાથી થઈ શકે છે.
૨. રતલામ :–વડોદરાથી દિલ્હી-મથુરા લાઈનમાં રતલામ સ્ટેશન ૨૬૦ કિલોમીટર આવેલ છે. અહીંયાં બાર મંદિર, જ્ઞાન ભંડાર, ઉપાશ્રય તથા કસ્ટમ ઓફિસ પાસે ધર્મશાળા છે. કસ્ટમ ઑફિસ સામે શ્રી અજીતનાથ પ્રભુનું શિખરબંધી દહેરાસર છે. પચરંગી લાદીનું કામ જોવાલાયક છે. બજારમાં સંવત ૧૬૫ર ની સાલનું પ્રાચીન શ્રી આદીશ્વર ભગવાનનું દહેરાસર છે. બહારની બાજુએ એક છત્રીમાં શ્રી અજીતનાથ પ્રભુ તથા બીજીમાં શ્રી મહાવીર સ્વામીની પાંચ ફૂટ ઊભી પ્રાચીન મૂતિઓ છે. તમાકુ બજારમાં શ્રી ચંદ્રપ્રભુ ભગવાનનું શિખરબંધી દહેરાસર છે. બાજુમાં કટાવાળાની પેઢીમાં શ્રી આદીશ્વર ભગવાનના દહેરાસરમાં પાનાની મૂર્તિ છે.
૩. મક્ષીજી :–ઉજજૈન-ભોપાલ લાઈન ઉ૫૨ મગસી રેલ્વે સ્ટેશન ૪૧ કિલોમીટર છે. હાટ બજારમાં એક સુંદર દહેરાસર શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સંવત ૧૪૭૨માં સની સંગ્રામે બંધાવ્યું હતું.
૪. ઉજજૈન –બ્રોડગેજ રેલવે લાઈન ઉપર રતલામથી ૯૬ કિલોમીટર તથા ઈદોરથી ૮૦ કિલોમીટર રેલ્વે સ્ટેશન છે. વડોદરાથી મોટર માર્ગે દાહોદ ધાર થઈ ૪૧૦ કિલોમીટર છે. આ નગર ક્ષિપ્રા નદીના કિનારે આવેલું છે અને અનેક મુનિ પુંગના પગલાંથી પવિત્ર બન્યું છે. સાતમા સૈકામાં “ભક્તા- મરની રચના શ્રી માનgગસૂરિએ ભોજ રાજાના સમયમાં રચી સંભળાવી હતી. વાદિવેતાલ શ્રી શાંતિરિએ અનેક
સભાઓમાં શાસ્ત્રોમાં જીત મેળવી હતી. શ્રી મહાકાળના મંદિરમાં શિવલીંગ નીચે હાલન શ્રી અવંતિ પાર્શ્વનાથની પ્રતિમા હતી જે શ્રી સિદ્ધસેન દિવાકરે “મહાકાલ” ( શિવ મંદિર)ની મૂર્તિમાંથી, નીચે જમીનમાંથી કઢાવી પ્રગટ કરાવી. પ્રાચીન સ્થળ હાલના ઉજજૈનથી બે માઈલ દૂર મનાય છે. તે સમયમાં આ નગર સમૃદ્ધ અને વિશાળ હતું. આ એ જ સ્થળ છે જ્યાં રાજ ચંડપ્રદ્યોત રાજા ઉદયનની જીવંત સ્વામીની મૂતિ લાવ્યા હતા. અવંતિ સુકુમાલની યાદમાં તેના પુત્ર મહાકાલે વીર નિર્વાણ સંવત ૨૫૦ લગભગ આ મંદિર બંધાવ્યું અને તે બને નામથી જાણીતું હતું. હાલમાં આ ચમત્કારિક અતિ ક્ષિપ્રા નદીના કિનારે આવેલા શિખરબંધી દહેરાસરમાં ભોંયરામાં વિદ્યમાન છે. ધર્મશાળા છે. - પ. પાવર:-વડોદરાથી હાઈવે રોડ ઉપર ગોધરા-દાહોદ થઈ ૨૪૦ કિલોમીટર માંડવગઢ પહાડની ઊંચી જગા ઉપર આવેલું પ્રાચીન તીર્થ
સ્થળ છે. ભારતવર્ષમાં અજોડ, ભવ્ય અને આજેય દુગર તરીકે નામાંકિત અને દરિયાની સપાટીથી ૨૦૦ ફૂટ ઊંચે આવેલા જગતભરના આ અજાયબ કિલ્લાને દશ સિંહદ્વાર અને ચાર મુખ્ય દ્વાર હતા. કિલામાં જળાશયો, ખેતરે, મંદિર, ધર્મશાળાઓ, મહેલ જોવાલાયક ભવ્ય અને રમણીય સુંદર અતિહાસિક ઈમારતને અને બગીચાઓને પોતાની ૪૪ માઈલના વિસ્તારમાં સમાવી દે એવા આ સુંદર સ્થળનું આકર્ષણ ન કેને હેય ? માંડવગઢ જ્યારે ઉન્નતિના શિખરે હતું ત્યારે અહીંયા ૩૦૦ મંદિરે, એક લાખ ધર અને સાત લાખ જનની વસ્તી હતી.
માંડવગઢને રાજિયો, નામે દેવ સુપાસ; ઋષભ કહે જિન સમરતા, પહેચે મનની આશ.”
શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના સુપ્રસિદ્ધ તીર્થ તરીકે ચત્ય વંદનમાં ગવાતો આ દુહા આજે માત્ર સ્મરણરૂપ બની રહ્યો છે. આજે એ મંદિરે કે બિંબને પત્તો નથી. આજે તે શ્રી શાંતિનાથ ભગવાનનું એક મંદિર માત્ર વિદ્યમાન છે. અહીં ધર્મશાળા તથા ભોજનશાળા છે.
૭. ધાર:- ધાર ઈ દેરથી ૬૦ કિલોમીટર અને માંડવગઢથી ૨૦ કિ.મી. છે. એનું પ્રાચીન નામ ધારાનગરી હતું. રાજા ભેજની રાજધાનીનું સ્થળ હતું. કવિકાળીદાસ, બાણભટ્ટ, પંડિત ધનપાળ આદી પંડિતોથી પ્રખ્યાત છે. હાલમાં એક પ્રાચીન આદીશ્વર ભગવાનનું મંદિર તથા બીજુ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું મંદિર નવીન છે. જોકે મતિ ખૂબ જ પ્રાચીન લાગે છે. ધર્મશાળા છે.
૮ ચિતોડગઢ -: વડોદરા-દિલ્હી બ્રોડગેજ રેલવે લાઈન ઉપર વડોદરાથી ૨૬૧ કિલોમીટર રતલામ રેલવે સ્ટેશનથી મીટર ગેજ રેલવે લાઈન ઉપર ૧૮૬ કિલોમીટર અને હિંમતનગર-ઉદેપુર મીટર ગેજ રેલ્વે ઉપર ઉદેપુરથી ૧૧૭ કિલોમીટર ચિતોડગઢ રેલવે
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org