SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનરત્નચિંતામણિ ૩૬૮ શ્રી કલ્યાણ પાર્શ્વનાથ જીનાલય (મામાની પોળ) - આગળ જતાં જમણા હાથે શ્રી કલ્યાણુપાર્શ્વનાથ (જીરાવલા પાર્શ્વનાથ) પ્રભુનું ભવ્ય જિનાલય આવેલું છે. આ મંદિર ઐતિહાસિક દષ્ટિએ અતિ પ્રાચીન છે. ૧૫ આરસ પ્રતિમા, ૧૪ ધાતુના પ્રતિમા તથા ૭ સિદ્ધચક્રો છે. કળશ વગેરે સ્વરૂપે શિપીય નિયમ મુજબ બરાબર યોજાયા છે. ૧૦૧ આગળની મૂર્તિ સર્વથી ઊંચી મોટી મૂતિઓમાં પ્રથમ પંક્તિ ધરાવે છે. કહેવત છે કે આબુની કરણી, રાણકપુરની બાંધણી અને તારંગાની ઉભણી-ઊંચાઈ અજોડ ગણાય છે. એને એ નિતયુ" સત્ય છે. પાળી વડોદરાથી પારોળી એસ. ટી મારફત પાવાગઢના રસ્તે દેવગઢબારીઆના રસ્તા ઉપર ૭૦ કિ. મી. આવેલ છે. રેલ્વે સ્ટે દિલ્હી લાઈનમાં ગોધરા સ્ટેશને ઉતરી ત્યાંથી પણ એસ. ટી માગે ૨૦ કિ. મી. જઈ શકાય છે. ગામનું નામ ધોધંબા છે અને ત્યાં શ્રી નેમનાથ પ્રભુનું સીચાદેવનું મંદિર છે. પ્રતિમા ઘણું પ્રાચીન અને ચમત્કારીક છે. ધર્મશાળા છે. ગામ નાનું છે. ભોજન આદિ સુવિધા નથી. બેડેલી વડોદરાથી રોડ માગે ડઈ થઈ હ૬ કિ. મી. છે. રેલ્વે રસ્ત બેડેલી સ્ટેશન છે. જે ૬૩ કિ. મી. છે. ગામ નાનું છે. પણ કપાસના વેપારનું કેન્દ્ર છે. ત્યાં શ્રી આદિશ્વર ભગવાનનું શિખર બંધી ઊંચું દહેરાસર છે. આચાર્ય દેવ શ્રી વિજય વલભસૂરિશ્વરજી ની પ્રેરણાથી ત્યાં ક્ષત્રિય પરમાર લોકોને જૈનધમી બનાવવા માંડવ્યા છે. સ્ટેશન પાસે ધર્મશાળા, બેડિ"ગ અને ભેજનશાળાની સુવિધા છે. વડોદરાના જૈન દહેરાસરો શ્રી મહાવીર સ્વામી જીનાલય (મામાની પિળ ):-મામાની પિોળમાં બે ભવ્ય જિનાલયે આવેલા છે, જે પૈકીનું પળમાં સિતાંજ ડાબા હાથે ચરમ તીર્થંકર પ્રભુ શ્રી મહાવીર સ્વામીનું ભવ્ય જિનાલય આવેલું છે. આ જિનાલય આજથી આશરે ત્રણ સૈકા પહેલાં વિજયદેવસૂરિ ગચ્છના મહેતા પાળવાળા ગોરજીએ બંધાવેલું. તેની બાંધણી તથા મહેતાપિળની પાસે આવેલા શ્રી નેમિનાથ પ્રભુના જુના દેરાસરની બાંધણી બિલકુલ એકજ કક્ષાની હતી. મૂળનાયક પ્રતિમાજી સંપ્રતિ રાજાના વખતની ભરાવેલી હોવાથી ઘણી પ્રાચીન છે. બીજી આરસની, ધાતુની પ્રતિમાઓ અને સિદ્ધચકો છે. દહેરાસરને જીર્ણોદ્ધાર સંવત ૧૯૯૦માં આ જ પિળના સુશ્રાવક શેઠ શ્રી લાલભાઈ છગનલાલે પિતાને ખર્ચ કરાવી પ્રભુની પુન: પ્રતિષ્ઠા કરાવવાને લ્હા લીધે હતા. દહેરાસરમાં શ્રી ગૌતમસ્વામીની આરસની મૂતિ છે, તેમજ સમેતશિખર તથા પાલીતાણાના પટની રચનાઓ છે. રંગમંડપ વિશાળ છે. મુખ્ય દરવાજે મંદિરને જીર્ણોદ્ધાર કરાવનાર શેઠ શેઠાણીનાં પ્રતીકે મૂકેલાં છે બહારની ચેકમાં શ્રી માણીભદ્રવીર આવેલા છે. હાલમાં પ્રભુ મહાવીરના ૨૭ ભના પટનું કામ ચાલુ છે. પંડિત શ્રી લાલચંદ્ર ભગવાનદાસ ગાંધીના કરેલા સંશોધન પરથી આપણને પ્રતીતિ થાય છે કે પાવાગઢ ઉપર બાવન જિનાલયનું ભવ્ય દહેરાસર હતું, તેમાં કલ્યાણ પાર્શ્વનાથ (મૂળનાયક જીરાવલા પાર્શ્વનાથ) વગેરે મૂર્તિઓની પ્રતિષ્ઠા સંવત ૧૧૧૨ના વૈશાખ સુદી ૫ ના રોજ શ્રી ગુણસાગરસૂરિએ કરી હતી. પાવાગઢના પતન પછી પ્રતિમાજીઓને કેવા સંજોગોમાં, ક્યારે અને કોણ વડોદરા (વટપદ્રક) લાવ્યું તે જાણવા મળતું નથી, પરંતુ એના અનુસંધાનમાં લોકવાયકા નીચે પ્રમાણે. રાવપુરા અને આનંદપુરા વિસ્તાર વચ્ચે રામજી નામના એક દક્ષણી બ્રાહ્મણના મકાનમાંથી આ મૂર્તિનું પ્રગટ થવા પૂર્વે સ્વપ્નદ્વારા સૂચન થયું, પરંતુ એ બ્રાહ્મણને સ્વપ્નનું રહસ્ય સમજાયું નહીં. સંજોગોવશાત તે વેળા જૈનાચાર્ય શ્રી શાન્તિસાગરસૂરિને પણ આવું સ્વપ્ન આવ્યું. પિતાને આવેલા સ્વપ્નનું ફળ સમજી શ્રી શાન્તિસાગરસૂરિએ વડોદરાના શ્રી. સંધના મોવડીઓ-ગાંધી દુલભદાસ ઝવેરચંદ વિગેરેને ભેગા કરી પ્રતિમાજીને ભૂમિમાંથી બહાર કાઢયા. આ સુંદર પ્રતિમાને બહાર કાઢક્યા પછી રાવપુરા અને આજુબાજુના વિસ્તારમાં રહેતા જેમાં પ્રતિમાજીને લઈ જવા માટે સ્પર્ધા થઈ. તેમાં છેવટે એવું નક્કી થયું કે પ્રભુ પોતે જ્યાં બિરાજવા માગતા હોય ત્યાં જ તેમની સ્થાપના કરવી. આમ નિર્ણય કરી, પ્રતિમાજીને એક સુંદર દૈદીપ્યમાન શણગારેલાં રથમાં, વિના સારથી પધારાવ્યા. સમગ્ર જૈન સમાજ અને પ્રજાના આશ્ચર્ય વચ્ચે રથ મામાની પોળના દરવાજા આગળ આવી અટકયો અને દરવાજો ખોલી હાલ જે સ્થળે શ્રી કલ્યાણ પાર્શ્વનાથ પ્રભુનું (જાવલા પાર્શ્વનાથ) દહેરાસર છે, ત્યાં અટક્યો. જનાજ્ઞાનું પાલન અર્થે આજુબાજુના મકાને વેચાણ લઈ ત્યાંજ ભવ્ય મંદિર બંધાવ્યું. સંવત ૧૮૮૯માં મૂર્તિના પ્રગટ થયા પછી સાત વર્ષ સંવત ૧૮૮૬ના માગશર સુદ ૧૩ના રોજ પ્રભુજીની પ્રતિષ્ઠા થઈ. વડોદરામાં આ પ્રથમ શિખરબંધી દેરાસર હતું. આ દહેરાસરની નકશી, કોતરકામ અને બાંધણી વડોદરાના વિદ્યમાન જિનાલયોમાં જુદી તરી આવે છે. વડોદરા શહેરમાં આવી બાંધણીના બે ભવ્ય જિનાલયે પૈકીમાનું આ એક છે. રંગ મંડપમાં પ્રાચીન કથાઓને ચિત્ર પ્રસંગ ચિતરેલો છે. દહેરાસરના કંપાઉન્ડમાં ચૌમુખજી ભગવાનનું દહેરાસર છે, અને ત્યાં શ્રી સિદ્ધચક્રને, શ્રી સિધ્ધગિરિ તથા શ્રી સમવસરણને પટો છે. ચાલુ સાલે (વિ. સ. ૨૦૩૦) શ્રી શાંતિનાથ પ્રભુની ૩૧ ઈચના પ્રતિ Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy