SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ૬ જેનરત્નચિંતામણિ ઊભી રહે છે. પાલનપુર ડીસા રેવે લાઈન ઉપર. ભલડી રે જંકશન સ્ટેશન છે. રેલ્વે સ્ટેશને ગાડીના દરેક ટાઈમે કારખાનાથી ટેશને યાત્રાળુઓને લેવા બળદગાડી આવે છે. શંખેશ્વર થી ડીસા જતા મોટર માર્ગ ઉપર ભીલડીયાજી તીર્થ આવેલું છે તેમજ પાલનપુરથી કલાકે કલાકે બસ મળે છે. હજારો વર્ષ પહેલાનું આ ચમત્કારી તીર્થ છે. મગધ સમ્રાટ શ્રેણીક કુમાર એક રૂપવતી ભીલડી કન્યા સાથે પરણ્યા પછી પ્રેમના પ્રતિકરૂ૫ ભીલડીના જાતનામ સાથે સંકળાયેલા આ ગામમાં શ્રી ભીલડીયા પાર્શ્વનાથનું મંદિર બંધાવી આપેલું છે. સંવંત ૨૦૧૭ ના જેઠ સુદ ૧૦ મે નૂતન બંધાયેલા દેરાસરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની ઘણી જ ધામધુમથી પ્રતિષ્ઠા કરવામાં આવી. વિશાળ ધર્મશાળા અને ભોજનશાળાની સુંદર સગવડતા છે નજિકના ભવિષ્યમાં બાવન જનાલયની દેરીઓ બાંધવાની ટ્રસ્ટીઓની આકાંક્ષા છે. રેલવે માર્ગે મહેસાણાથી ૧૧૧ કિ. મી. અને પાલનપુરથી ૪૬ કિ. મી. છે. ભેરોલ ઉત્તર ગુજરાતમાં ડીસાથી લગભગ ૮૦ કિ. મી. અને થરાદથી પશ્ચિમ ઉત્તર દિશામાં લગભગ ૨૬ કિ. મી. ભારોલ ગામ આવેલું છે. એનું પ્રાચીન નામ પીથલપુર-પીપલગામ અને પીપલ પુરપટ્ટમ વગેરે હેવાનું જણાય છે પંદરમી શતાબ્દી સુધી આ ગામ ભારે જાહેરજલાલીવાળું હતું. આ ગામ જ્યારે પુર જાહેરજલાલીમાં હતું ત્યારે અહીં શ્વેતાંબર જૈનાના ૧૧૦૦ ઘર હતાં અને કેટલાય જૈન મંદિરો હતાં. શ્રેષ્ઠી મુંજ શાહે સંવંત ૧૩૦૨માં ૧૪૪૪ થંભવાળુ અને ૭૨ દેવકુલિકાઓ સહિત ભવ્ય શિખરબંધી જનમંદિર તેમજ એક મોટી વાવ રૂપીયા સવા કરોડ ખચી બંધાવ્યા હતા આ વાવ અત્યારે પણ મોજુદ છે; પરંતુ મંદિર આજે વિદ્યમાન નથી. અહીં એક તળાવને ટેક માદતાં રા ફૂટ ઊંચી સ્યામલવણી શ્રી નેમિનાથ ભગવાનની અખંડ પ્રતિમા સંવંત ૧૯૨૨માં મળી આવી હતી જે અત્યારના મંદિરમાં મૂળનાયક તરીકે બિરાજમાન છે. આ મૂર્તિ ઘણી પ્રભાવશાળી અને ચમત્કારીક મનાય છે. જૈનેતરે પણ અહીં શ્રદ્ધાપૂર્વક દર્શનાર્થે આવે છે. આ મૂર્તિના કારણે જ આ ગામની તીર્થ તરીકે પ્રસિધ્ધિ વધી ગઈ છે. અહીં કાર્તિકી પુનમ તથા શૈત્રી પુનમના દિવસે મેળે ભરાય છે મેત્રાણા મહેસાણાથી કાકોશી મેત્રાણા રોડ રેલવે લાઈન ઉપર મેવાણુડ સ્ટેશન છે. સ્ટેશનથી દોઢ કિ. મી. ગામમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનના શિખરબંધી સુંદર દેરાસરના દૂરથી દર્શન કરતાં હૃદય ભાવભીનું બની જાય છે. આ ગામ અને તીર્થ પ્રાચીન છે. જે ગામ બહાર આવેલા શિલાલેખ ઉપરથી જણાય છે. સંવત ૧૯૪૩માં લૂંટારૂઓ વગેરેના ઉપદ્રવના લીધે મૂતિઓ જમીનમાં પધરાવી દીધી હતી. કાળાંતરે મંદિરને નાશ થયે હશે. સંવત ૧૮૯૯ માં એક લુહારની કેદ્રમાંથી ચાર મૂર્તિઓ પ્રગટ થઈ આવી અને સંવત ૧૯૪૭માં શ્રી સંઘે વિશાળ મંદિર બંધાવી અખાત્રીજને દિવસે પ્રતિષ્ઠા કરી અહીંયા કાર્તિકીચિત્રી પુનમે તથા મહા સુદ ૧૩ ના રોજ યાત્રાળુઓ ધણું મોટા પ્રમાણમાં આવે છે. અને મેળો ભરાય છે. ધર્મશાળા તથા ભોજનશાળાની વ્યવસ્થા છે. પાટણથી ૧૮ કિ. મી. તેમજ સિદ્ધપુરથી ૧૨ કિ. મી. મેટર રસ્તે મેત્રાણુ છે. મેત્રાણા રેલવે લાઈનમાં મહેસાણાથી ૮૦ કિ. મી. અને પાટણથી ૪૦ કિ. મી. છેલું સ્ટેશન છે. મહેસાણાથી મોટર રસ્તે વાયા સિદ્ધપુર ૫૯ કિ. મી. છે. અમદાવાદ અમદાવાદ તીર્થસ્થાન નથી. પણ જૈનપુરી–રાજનગર કહેવાય છે. અમદાવાદમાં અનેક જૈન મંદિર, જ્ઞાનભંડાર, ઉપાશ્રયે જૈન પાઠશાળાઓ, જૈન શિક્ષણ સંસ્થાઓ, જૈન કન્યાશાળા, દવાખાના વગેરે છે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું મોટું કાર્યાલય છે. સુપ્રસિદ્ધ નગરશેઠ શાંતિદાસ અહીં જ ઉન્નતિ પામેલા. મીલોના કાપડ માટે અમદાવાદ સુપ્રસિદ્ધ છે. શહેરમાં મોટા નાનાં દેઢ જીવનમદિરે છે. ગૃહો પણ બસો જેટલા હશે. દિલ્હી દરવાજા બહાર શ્રી શેઠ હઠીસીંગ કેસરીસીંગનું દેરાસર મેટું, રમણીય અને મને રમ્ય છે. મંદિરમાં મૂળનાયક શ્રી ધનાથ સ્વામી છે. બાવન જીનાલયનું આ મંદિર સુંદર કલામય અને વિશાળ છે. રામસૈન્ય ભીલડીયાજીથી ઉત્તર દિશામાં બાર ગાઉ અને ડીસા કેમ્પથી વાયવ્યમાં દસ ગાઉ રાસ સિન્ય તીર્થ આવેલું છે. | વિક્રમ સં. ૧૦૧૦માં રામસેન નગરમાં શ્રી ઋષભદેવ પ્રભુના ચૈત્યમાં શ્રી સર્વદેવસૂરિએ આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપભુજીની મૂર્તિની વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. આની પ્રાચીનતાના પૂરાવા મળે છે. વિ. સં. ૮૦૭ માં સુપ્રસિદ્ધ આમ રાજ પ્રબોધક શ્રી બાપભાદ્રસૂરિજીના ગરૂ શ્રી સિદ્ધસેનસૂરીજીએ આમરાજાને રામસેનમાં ઉપદેશ આપ્યો હતા. રાસ થી એક માઈલ દૂર ખેતરમાં એક ટીંબા નીચેથી એક સર્વ ધાતુની પ્રતિમાનું સુંદર પરિકર નીકળ્યું છે. અગ્યારમી સદીમાં રામ સંન્યમાં રઘુસેન રાજા હશે અને અનેક પ્રભાવિક આચાર્ય દેવો અહીં પધારતાં અને તેમનાં ઉપદેશથી અનેક શુભ કાર્યો થતાં હશે. રામસેનમાં નદીના કિનારા પર એક પ્રાચીન મંદિર છે. Jain Education Intemational ducation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy