SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહગ્રંથ ૩૫૩ ગંધાર અને મંદિરે એમની કીર્તિગાથા સંભળાવતા તેની ઉત્પત્તિમાં કેવી સામાન્ય ધટનાનું ફળ સૂચવી રહ્યા છે. એ વિષે કવિવર શ્રી દીપવિજયજીએ ઉલાસમય પ્રેરણાભરી વાણીમાં ઉપદેશે છે કે સાસુવહુ વચ્ચેના વિવાદે માત્ર વિખવાદ છે. પણ આ વાદ જ ધર્યું છે જે પુણ્યની માગ તરફ આંગળી ચીંધે છે. સાસુવહુ વાદ કરે તો આવા જ કરજે. બંને મંદિરે શિખરબંધી બાવન દેવકુલિકાવાળા અને શિલ્પ-સ્થાપત્યના સુંદર નમૂનારૂપ છે. “સર્વજિત પ્રાસાદ' કે જે સાસુના મંદિર તરીકે પ્રખ્યાત છે. તેમાં શ્રી આદીશ્વર ભગવાન મૂળનાયક તરીકે બિરાજે છે. જ્યારે રત્નતિલક પ્રસાદ કે જે વહુને મંદિર તરીકે ખ્યાતનામ છે તેમાં શ્રી ધર્મનાથ ભગવાન મૂળનાયક તરીકે બિરાજે છે. અહીં પ્રત્યેક વર્ષે પેષ વેદ છે તેમજ કાર્તિક તથા ચિત્રી પૂર્ણિમાએ મોટા મેળા ભરાય છે. આ પ્રસંગે અહીં હજારો ભાવિક યાત્રાથે આવે છે. કાવી ખૂબ જ રમણીય તીર્થસ્થળ છે. દરિયાકાંઠે આવેલ આ તીર્થસ્થળના હવાપાણી માથેરાન અને પંચગનીની યાદ આપે છે. અહીંયા આવ્યા પછી આ તીર્થને છેડવાનું મન થતું નથી. અહીંથી વડોદરા ૯૬ કિ. મી. અને ભરૂચ ૮૦ કિ. મી. ના અંતરે આવેલ છે. કાવી રેલવે સ્ટેશન પણ છે. વડોદરા અને ભરૂચથી જંબુસર થઈને એસ.ટી માર્ગે આ તીર્થમાં અવાય છે. તીર્થ મંદિરના પ્રાંગણ સુધી બસ-ટેક્ષી આવી શકે છે. આ તીર્થમાં વિશાળ ધર્મશાળા અને સુંદર ભોજનશાળા છે. યાત્રિકોને ભાતુ આપવાને પણ પ્રબંધ છે. આત્માને અનેરે. આ દલાદ અર્પનારા આ તીર્થની યાત્રા જીવનને અનન્ય લહા ગણી શકાશે. ભરૂચથી રેલવે માર્ગે આગળ જતા પખાજણ સ્ટેશન આવે છે. અહીંથી માત્ર ૧૩ કિ. મી.ના અંતર પ્રાચીન ગંધાર તીર્થ આવેલ છે. એક કાળે ગંધારની મહાબંદર તરીકે ભારે ખ્યાતિ હતી. દેશ-પરદેશને માલ અહીંના બજારમાં ઠલવાતે. વેપાર-ધંધાનું મેટું મથક હતું. અહીંના ધન-કુબેરે દાન શુરતા માટે પ્રખ્યા! હતા. તે સમયે અહીંયા અનેક જિનમંદિરે હતા. વિક્રમની સત્તરમી સદીમાં જગશુરૂ વિજયહીરસૂરિજી મહારાજ આ તીર્થમાં ચાતુર્માસ રહ્યા હતા. અને અહી જ તેમને અકબર બાદશાહનું ફત્તેહપુર સીકરી આવવા નિમંત્રણ મળ્યું હતું. આ ગામે આજ સુધી કોણ જાણે કેટલી ચઢતી-પડતી જોઈ . હશે. ઈ. સ. ૭૬૯-૭૦માં સિંધને બાદશાહ હાસબિન અમરૂ તઘલખીએ આ શહેર પર ચઢાઈ કરેલી અને અહીંના મંદિરને નાશ કર્યો હતો. સં. ૧૬ ૦૨માં ફિરંગીઓએ આ શહેર પર છાપે માર્યો હતો અને આ નગરને કબજે કર્યું હતું. ૧૮માં સૈકાનાં પ્રારંભમાં ખંભાતના ચાંચીયાઓએ આ શહેરને લુંટી લીધું હતું એટલું જ નહિ બાળી પણ નાખ્યું હતું. આ શહેરની પ્રાચીન જાહોજલાલીની પ્રતીતિ કરાવતા લગભગ ૩ માઈલના પરિઘ જેટલી જમીનમાં ઈટ, પથ્થરો અને મકાનના પાયા વગેરેના અવશેષો આજે પણ જોવાય છે. આજ તે માત્ર સામાન્ય ઝુંપડીએ સિવાય આખું ગામ વેરાન લાગે છે. કહેવાય છે કે આ નગર ઉપર અકસ્માત સમુદ્રના મોજા ફરી વળતા આ ગામ ઉજજડ બન્યું હતું. આ તીર્થમાં પ્રાચીનતાની સાખ પૂરતા શ્રી અમીઝરા પાર્શ્વનાથ ભ. અને શ્રી મહાવીર સ્વામી ભ. ના બે પુરાણ ભવ્ય મંદિરો આજે પણ આ નગરની યશોગાથા ગાતા ઊભા છે. આ મંદિરમાં બીજી પણ અનેક પ્રાચીન પ્રતિમાઓ દશનીય છે. આ મૂતિઓમાંથી શ્રી મહાવીર સ્વામીના પરિકર ઉપર સં. ૧૬૬ ૪ મહા સુદિ ૧૦ ના વિજયસેનસૂરિજી મહારાજે પ્રતિષ્ઠા કરાવ્યાને લેખ છે. આ મૂર્તિને લેપ કરવામાં આવ્યા છે છતાં આ પ્રતિમા અને શ્રી અમીઝરા પાર્શ્વનાથ ભીની મૂર્તિ ખરેખર પ્રભાવશાળી છે તેમાં શંકા નથી. અહીંથી ૧૮ કિ. મી. ના અંતરે દહેજ ગામમાં આ તીર્થ માંથી લઈ જવામાં આવેલી અનેક પ્રાચીન પ્રતિમાઓ દર્શનીય છે. તેમાંય જગદગુરુ વિજયહીરસૂરિજીની ૩૦ સે. મી.ની ઊભી પ્રાચીન પ્રતિમા પ્રભાવક લાગે છે. વિ. સં. ૧૬૬૪ના મહા સુદિ ૧૦ને લેખ આ પ્રતિમા પર અંકિત થયેલો છે. ભરૂચથી ૨૬ કિ. મી. ના અંતરે આવેલ આ ગંધાર તીર્થમાં ધર્મશાળા તથા ભજન શાળાની સુવિધા છે. એક વાર આ પ્રાચીન તીર્થની યાત્રા કરી કૃતાર્થ થવા પારોલી ગુજરાતમાં પંચમહાલ જીલ્લામાં આ તીર્થ આવ્યું છે. આ તીર્થ નજીકમાં સુંદર વેજલપુર ગામ છે. અહીં શત્રુંજય ઉપરના દાદાના મંદિરના ઘાટનું સુંદર મંદિર છે. ધર્મશાળા છે. અહીંથી પારેલી ૬-૭ ગાઉ દૂર છે. વડોદરાથી ગોધરા લાઈન ઉપર ખરસાલીયા સ્ટેશન છે. ત્યાંથી એક માઈલ વેજલપુર છે. - પારેલી તીર્થની ઉત્પત્તિની કથા જાણવા જેવી છે. કેટલાક વર્ષો પહેલાં કરડ નદીની ભેખડમાં સુંદર પ્રતિમાજી નીકળ્યા. વેજલપુર, છાણી, વડોદરાને જૈને અહીં આવ્યા. ભગવાનને ગાડામાં બેસાડવા. દરેક ગામના સંઘે ભગવાનને પિતાને ત્યાં લઈ જવા ઇરછતા હતા પણ થોડી જ વારમાં હાંકનાર વિના ગાડું પારલી તરફ ચાલ્યું અને જયાં મંદિર છે ત્યાં ઊભું રહયું. બસ ત્યાંથી આગળ ચાલે જ નહીં. બધા સમજી ગયા કે અધિષ્ટાચક દેવની ભાવના ભગવાનને અહીં બિરાજમાન કરવાની છે. પછી સુંદર પાંચ-શિખરી મંદિર થયું. પ્રતિમાજી ચમત્કારી છે. “સોચાદેવ” તરીકે જૈન-જૈનેતરે માને છે. For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy