SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ સંગ્રહગ્રંથ ૩૫?. હારીજ શંખેશ્વરથી ૨૫ કિ.મી.ના અંતરે આવેલ હારીજ, પ્રાચીન ગામ છે. સં. ૧૧૮૮માં લખાયેલ એક હસ્તલિખિત તાડપત્રીય પ્રતમાં હારીજ ગામનો ઉલ્લેખ મળે છે. “હારીજ ગચ્છ' નામને જન સાધુઓને આ વિભાગ આ ગામના નામ ઉપરથી પ્રસિદ્ધિ પામ્યા હતા. તેથી આ ગામ બારમી સદી કરતા પણ વધુ પુરાણું છે તેમ માની શકાય. તેરમા સૈકામાં લખાયેલ “પુરાતન પ્રબંધ સંગ્રહ' ગ્રંથમાં “ હારીજે પાર્શ્વનાથ” એ ઉલ્લેખ જોવામાં આવે છે. તેથી અહીં પૂર્વે શ્રી પાર્શ્વનાથ ભીનું જિનાલય હશે તેમ માનવાને કારણ મળે છે. હાલ જૂના હારીજ ગામમાં બે ખંડિયેર દેરાસર ઊભા છે. હારીજ ગામની બહાર એક કિ.મી.ના અંતરે મુંજપરના રસ્તાની જમણી તરફ “કેવલાથલી” નામનો એક ટી છે. આ ટીબા ઉપર જ થાંભલાના મોટા પત્થરો અને બીજી કેટલીક ખંડિત મૂતિઓના અવશેષો છે. આ બધું જોતાં આ ગામમાં પ્રાચીન હોવાનું માની શકાય છે. ગામની મધ્યમાં નાનકડું મને રમ્ય ઘુમટબંધી જિનાલય છે. જિનાલયમાં મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાન છે. હારીજ તાલુકાનું મથક હોઈ જેનોની સારી વસતિ ધરાવે છે. ગામથી રેલવે સ્ટેશન એક કિ.મી.ના અંતરે છે. ખંભાત પ્રાચીન સમયથી “ ગ્રંબાવટી ” નગરીના નામે પ્રસિદ્ધ પામેલા ખંભાત શહેરનો ઈતિહાસ અનેક રોમહર્ષક ઘટનાઓથી ભરપૂર છે. એક કાળે ખંભાતની બંદર તરીકેની નામના જગવિખ્યાત હતી. ધીખતા વેપારી બંદર તરીકે ખંભાતના ચારે દિશામાં કા વાગતા હતા. આ નગરના જૈન શ્રેષ્ઠીઓ દાનશરા હતા. ધર્મ માટે તેઓ સર્વસ્વ છાવર કરવાની વૃત્તિ ધરાવતા હતા અને તેમની આવી ઉદાર મનોવૃત્તિના ફળસ્વરૂપ આ શહેરને અદ્વિતીય રમણીય સ્વરૂપ આપનાર ૬૪ જિનમંદિર એ એકીઓની ઉદારતાની ગૌરવ ગાયા ગાતા આજે પણ ઊભા છે. સ. ૧૨ પમાં કવિવર શ્રી કષભાસે લખેલા રાસાએ ખંભાતનું નીચે મુજબ વર્ણન કર્યું છે. સકલ નગ૨મ જેય, બાવટ. તે અધિક હોય, સકલ દેશ તણે કોણભાર, ગુજજર દેશ નર પંડિત સાર; પચર જિનના પ્રસાદ, વંજ તારણ તિહાં ઘંટનાદ, પિસ્તાલીશ તિહાં પૌષધશાળ, કરે વખાણુ મુન વાચાળ. ઉપરની પંકિતઓમાં ખંભાતમાં તે સમયે જે જોજલાલી હતી તેના દર્શન થાય છે. આ પ્રાચીન નગરીમાં સ્થંભન પાર્શ્વનાથ ભગવાનને આજે પણ અનેરો મહિમા છે. ખારવાડા વિસ્તારમાં આવેલ શ્રી સ્થભન પાર્શ્વનાથનું ત્રણ શિખરવાળું ભવ્ય ગગનચુંબી જિનાલય જોતાં જ આનંદવિભોર બની જવાય છે. શ્રી સ્થંભન પાર્શ્વનાથ પ્રભુની ૨૩ સે. મી.ની નિલમની પદ્માસનસ્થ પ્રતિમા જોતાં જ તેની પાસેથી ખસવાનું મન થતું નથી. આ પ્રતિમા ઘણા સમય સુધી અદ્રશ્ય રહ્યા બાદ વિ.સ. ૧૧૧૧માં નવાંગી વૃત્તિકાર શ્રી અભયદેવમુરિજી મહારાજે શેડી નદીના કિનારે ભક્તિભાવ પૂર્વક ‘જયતિહુ અણ’ સ્તોત્રની રચના કરતા અધિષ્ઠાયક દેવ પ્રસન્ન થયા હતા અને આ અલૌકિક પ્રતિમા તે સમયે અનેક ભક્તગણો સમક્ષ પ્રગટ થઈ હતી. હાલના મંદિરના એક શિલાલેખ ઉપરથી જણાય છે કે સં. ૧૧ ૬૫માં મઢવંશીય બેલા શ્રેણીની ધર્મપત્ની બાઈ બીદડાઓ થંભન પાર્શ્વનાથનું આ જિનાલય બંધાવ્યું છે. એ પછી કાળાન્તરે આ જિનાલયના અનેક જિર્ણોદ્વાર થયા છે. છેલ્લે જિર્ણોદ્ધાર વિ. સં. ૧૯૮૮માં થયે હતો જેની પ્રતિકા શાસન સમ્રાટ અાચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના વર હસ્તે થઈ હતી. કહેવાય છે કે આ પ્રતિમાને હવણ જળથી નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજી મહારાજને દેહુ નીરોગી થયો હતો. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે વિ. સં. ૧૧૫૦ માં અહીંયા દીક્ષા અંગીકાર કરી હતી. તે સમયે અહીંયા અનેક કરોડોપતિ શ્રાવકના ઘરે હતા. તેઓએ સેંકડો જિનદિર નિર્માણ કર્યા હતા. મહારાજા કુમારપાળના મંની શ્રી ઉદયન મહેતા પણ ખંભાતના જ હતા. જેમણે “ઉદયનવરાહીં' નામનું એક ભવ્ય જિન ચિત્યનું નિર્માણ કરાવ્યું હતું. વિ. સં. ૧ ૨૭૭માં અહીંના દંડનાયક વસ્તુપાળે તાડપત્ર પર અનેક ગ્રંથો લખાવ્યા હતા. અહીંયા જગગુરૂ વિજયહરસૂરીશ્વરજી, શ્રી સોમસુંદરસૂરિજી, શ્રી વિજયસેનસૂરિજી વગેરે પ્રભાવક આચાર્યોએ અનેક જન મંદિરની પ્રતિષ્ટા કરાવી હતી તથા અનેક મહત્વપૂર્ણ ગ્રંથની રચના કરી હતી. સોની તેજપાળ, સિંધવી ઉદયકરણ, કુંવરજી ગાંધી, રિ રામજી વગેરે શાકાએ અને મંદિર બંધાવ્યા હતા. અહીંના દાનવીર શેઠ વાજિયા, રાજિયા, શ્રીરામ અને પર્વત વગેરે શ્રેણીઓએ દુકાળના સમયે અનેક દાનક્ષેત્ર તથા ભેજનશાળાઓ ખોલી હતી. કવિવર શ્રી ઋષભદાસજી અહીં જન્મ્યા હતા અને આ ભૂમિ પર જ તેમણે અનેક રાસમંથાની રચના કરી રતી. અહીં માણેકચોકમાં શ્રી આદિશ્વરનું, જિરાલાપાડામાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગનું, મહાલક્ષ્મી માતાની પોળમાં શ્રી મહાવીર સ્વામીનું, તારવાડામાં શ્રી શાંતિનાથ ભ.નું ચેકસી પળમાં શ્રી શાંતિનાથ ભ.નું તથા એસ. ટી. સ્ટેશન પાસે આવેલ દહેવાણનગરમાં તાજેતરમાં નિર્માણ થયેલ શ્રી મહાવીર સ્વામીનું રમણીય કલાત્મક જિનાલય સહિત અનેક જિન મંદિરે દર્શનીય Jain Education Intemational ucation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy