________________
૨૬
સુખારવિંદમાંથી સમયે સમયે જે કલ્યાણકારી મધુર વાણી પ્રગટ થઈ એ ભવ્ય વાગ્ધારા જે જે આત્માઓએ પોતાના હૃદયકમળમાં ભાવપૂર્વક ઝીલી એ બધા પુણ્યાત્માઓના ઉદ્ધાર થઈ ગયા. વિશ્વભરમાં અનંતકાળમાં અનંત જીવા તર્યા છે; મુક્તિપદને પામ્યા છે, એ તમામ જીવાએ જગતનું કાઈ ને કાઈ સ્વરૂપે કલ્યાણ કરવાનું હોય તે રીતે શુભ પ્રયાસા કર્યા જ છે. તેમાંથી કેટલાનાં નામ સ‘ભારશુ?
સૌરાષ્ટ્રની જે ભૂમિ ઉપર મને પેાતાને સંસ્કારના એકડા છૂટવા મળ્યા એ જ ભૂમિમાંથી આ ગ્રંથ-પ્રકાશન તૈયાર થઈ ને બહાર આવી રહ્યુ છે. કલાદિરા, દેવમંદિરો કે તીર્થં ધામે માનવીના અંતસ્તલની ભીતર જેમ ભાવનાના પ્રકાશની સરિતા વહાવે છે, તેમ એ મહાપુરુષાનુ સ્મરણ કરતાં હૈયામાં ઉચ્ચતમ ભાવનાના મહાસાગર ઊછળે છે.
મારા મનની મિએ વ્યક્ત કરવાના ઊભા થયેલા આ સુવર્ણ –પ્રસંગે મારી જાતને ધન્ય ગણી વીતરાગદેવાને પંચાંગ પ્રણિપાત કરું છું; જાગૃત શાસનદેવતાઓને વંદન કરું છું.
અને શાસનદેવી શ્રી પદ્માવતી દેવીજી અને અન્ય દેવીઓને
પણ સ્તવી, ધ્યાન ધરી તેમની વિશેષ સહાયતા ઇચ્છું છું.
અમારા કુળદેવી તરીકે પદ્માવતી દેવીજીએ અમારા પર અપાર કૃપા વરસાવી છે.
Jain Education International
ગુરુવર્યના મંગલ આશીર્વાદ
જૈનરચિંતામણિ
સંદર્ભ સાહિત્યની અમારી પ્રકાશન-પ્રવૃત્તિને છેક પ્રાર ભથી જ મંગલ. આશીર્વાદ દ્વારા ભારે માટુ' બળ અને પ્રેરણા આપનારા જિનશાસનના આ ગગનમ`ડળમાં તેજસ્વી પ્રકાશપુંજથી ચમકતા સંયમી તારલાઓ – જિનશાસનના મહાન પ્રભાવક, અમેાઘ ઉપદેશક, તત્ત્વજ્ઞાનના અજોડ સાક્ષર, બહદ્ મુંબઈ ને જિનાંદરાથી મંડિત કરનાર, યુદિવાકર સ્વનામધન્ય પરમ પૂજ્ય આચાર્ય દેવશ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ સાહેબ, સાહિત્યકલારત્ન અને સાધુ ભગવતેાની પ્રથમ હરાળમાં બિરાજમાન પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય-યશેાદેવસૂરીશ્વરજી મહારાજ સાહેબ અને પૂ. આ. શ્રી જયાનસૂરિજી મ. સા. જેમનુ આ આયેાજનને સતત માર્ગદર્શન મળતુ રહ્યુ છે.
શાસ્ત્રવિશારદ કવિરત્ન પૂજ્ય આચાર્યશ્રી વિજયઅમૃત સૂરિશ્વરજી, પૂજ્ય આચાર્ય શ્રી વિજયધર્મ ધુરંધર સૂરીશ્વરજી, પાલિતાણા જંબુદ્રીપ યાજનાના સફળ આયાજક – આગમ વિશારદ પન્યાસ પ્રવર ગુરુદેવશ્રી અભયસાગરજી મહારાજ સાહેબ અને તેમના વિનય ગણિવર્ય શ્રી અશેાકસાગરજી મહારાજ પૂજ્ય આચાય શ્રી દેશ નસાગરસૂરિજીના વિનેય પન્યાસ પ્રવર શ્રી નિત્યેાદયસાગરજી, પંજાબ કેસરી આ.શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ.સા. ના સમુદાયના અને પરમાર ક્ષત્રિયના સૌથી પ્રથમ આચાર્ય પ્રવર શ્રી ઈન્દ્રદીન સૂરીશ્વરજી મ. સા. તથા તેમના વિનેય મુનિશ્રી જગતચન્દ્ર વિજયજી મહારાજશ્રી, રાષ્ટ્રીય સ્તરે ભારે મેાટી લોકચાહના પ્રાપ્ત કરનાર આચાર્ય શ્રી પદ્મસાગર સૂરીશ્વરજી તથા પૂ. આ. શ્રી કલ્યાણસાગરજી મ. સા., પૂ. નેમિસૂરી સમુદાયના આ. શ્રી સૂર્યદયસૂરિજી તથા તેમના વિનેય સુનિશ્રી શીલચન્દ્રવિજયજી જેમણે આ ગ્રંથની મેાટાભાગની લેખ સામગ્રી જોઇ – તપાસી ચેાગ્ય ઢારવણી આપી છે. ઉપરાંત પૂજ્ય આચાર્ય શ્રી ગુણસાગરસૂરિજીના વિનેય મુનિશ્રી કલાપ્રભસાગરજી ઉપરાંત પાર્શ્વચંદ્રગચ્છના મુનિશ્રી ભુવનચંદ્ર મ.સા. ઉપરાંત છેલ્લા દસકામાં મુંબઈ ને ઘેલુ કરનાર બંધુ ત્રિપુટી તથા મુનિશ્રી વાત્સલ્યદીપ મહારાજશ્રી તથા પૂ. આ. શ્રી હેમચ'દ્રસૂરિજી તથા પન્યાસથી પ્રદ્યુમ્નવિજ્યજી મ. સા. પૂજ્ય મુનિરાજશ્રી દાનવિજયજી મહારાજ
અને ખીજા અસંખ્ય સાધુભગવાના આ આયેાજનને આશીર્વાદ સાંપડયા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org