SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહગ્રંથ ૩૩૧ દર્શન કરતા ભાવવિભોર બની જવાય છે. મુખ્ય મંદિર અને તેની ઉપરના વીસ શિખરોના કળશ ધજાઓ સૂર્યના તેજથી ઝળાહળા થઈ રહ્યા હોય તેમ દૂરથી દેખાય છે. આ મંદિરની વિશાળતા અને ઊંચાઈ ખરેખર અદ્દભુત છે. બાકીના આઠ દેરાસરમાં (૨) શ્રી સુવિધિનાથ, (૬) શ્રી આદિનાથ,(૪) શ્રી ચિંતામણી પાર્શ્વનાથ, (૫) શ્રી ગોડી પાર્શ્વનાથ, (૬) શ્રી જીરાવલા પાર્શ્વનાથ, (૭) શ્રી શાંતિનાથ સ્વામી, (૮) શ્રી ચંદ્રાપ્રભસ્વામી મૂળનાયક તરીકે બિરાજે છે. આ તીર્થ અબડાસાની પંચતીર્થમાં હોવાના કારણે વિશેષ મહત્ત્વ ધરાવે છે. અહીંથી ભૂજ ૧૦૮ કિલોમીટર, તેરા ૨૮ કિલોમીટર અને નલિયા ૧૫ કિ. મી.ના અંતરે છે. ગામના બસ સ્ટેન્ડથી મંદિર લગભગ ૪૦૦ મિટર દૂર છે. બસ તથા કાર મંદિર સુધી જઈ શકે છે. ભોજનશાળા તથા ધર્મશાળાની સારી વ્યવસ્થા છે. નલિયા ભ. નું છે. આ મંદિરમાં મૂળનાયક પ્રભુની પ્રતિમા ૬૮ સે. મી ની વેતવર્ણ, પદમાનસ્થ બિરાજે છે. મંદિરની ભવ્યતા અને કલા સૌંદર્ય રોમાંચક છે. નવ શિખરની ધજાઓથી શોભતું આ મંદિર દેવવિમાનનું દશ્ય ખડું કરે છે. આ જિનાલય સં. ૧૯૧૫માં શેઠ હીરજી ડોસાભાઈ તથા શેઠ પાસવીર. રાયમલ નામના શ્રેષ્ઠીવર્યાએ બંધાવેલ છે. આ બને શેઠિયાઓની પ્રશસ્તિ રંગમંડપની ભીંતમાં કોતરેલી છે. બીજુ જિનમંદિર શ્રી શામળિયાજી પાર્શ્વનાથ ભીનું છે. આ મંદિરના રંમંડપમાં થયેલ કાચનું સુંદર ચિત્રકામ ચિત્તાકર્ષ છે. શ્રી શામળિયા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાને જોતા જ તેમની પાસેથી ખસવાનું મન થતું નથી. આ મંદિર લગભગ ત્રણસો વર્ષ પહેલાં ગોરજી હીરાચંદ તારાચંદે બંધાવ્યાનું કહેવાય છે. - અહીં ધર્મશાળા તથા ભોજનશાળાની સુંદર સુવિધા છે. જિન મંદિર સુધી બસ કે કાર જઈ શકે છે. તેરાથી માત્ર ૧૮ કિ.મી.ના અંતરે આવેલ શેઠશ્રી નરશીનાથાના આ ગામમાં આવતા અલૌકિક આનંદ અનુભવાય છે. ગામની મધ્યમાં સોળ શિખરે અને ચૌદ રંગમંડપથી શણગારાયેલું વિશાળ અને ભવ્ય જિનમંદિર ગામની શોભા વધારી રહ્યું છે. મૂળ નાયક શ્રી ચંદ્રપ્રભસ્વામીની ૭૫ સે. મી. ની અલૌકિક વેતવર્ણ, પદમાસનસ્થ પ્રતિમાના દર્શન કરતા આમા અને ઉલ્લાસ અનુભવે છે. સં ૧૮૯૩માં આ ભવ્ય મંદિર શેઠ નરશી નાથા દ્વારા બંધાયેલ છે. | મુખ્ય મંદિરની બાજુમાં શેઠ ભારમલ તેજશીએ સં. ૧૯૧૦માં શ્રી શાંતિનાથ ભ.નું અને શેઠ હરભમ નરશી નાથાએ સં. ૧૯૧૮ માં શ્રીઅટપદનું અજોડ દેરાસર બંધાવેલું છે. ત્રણે જિનાલયના ગભાર અલગ છે; પરંતુ મંદિર એક જ ગણાય છે. મંદિરની આગળ એક વિશાળ ચોક છે. મંદિર બંધાવનાર શેઠ નરશી નાથા અને તેમના ધર્મપત્નીની આરસપહાણની પ્રતિમાઓ મંદિરમાં મૂકેલી છે. અબડાસા તાલુકાના આ ગામની કુલ વસતિ ૧૧,૦૦૦ની છે. તેમાં આપણા ૧૨૫ ઘર છે. અહીંના ૩૦૦ સપાસ આપણું જૈન કુટુંબ, બહારગામ વસે છે. અહીંથી નજીકનું રેલવે સ્ટેશન ભૂજ ૯૭ કિલોમીટરના અંતરે છે. તીર્થ મંદિર સુધી બસ તથા કાર જઈ શકે છે. ધર્મશાળા તથા ભેજનશાળાની વ્યવસ્થા છે. | તેરા જખૌથી ૩૦ કિ.મી. અને નલિયાથી ૧૮ કિ.મી. ના અંતરે આવેલ તેરા તીર્થની સ્પર્શન કરવા જેવી છે. અહીં બે ભવ્ય જિનમંદિરે છે તે પૈકી પ્રથમ જિનાલય શ્રી જીરાવલા પાર્શ્વનાથ કચ્છ જિલ્લાનું મુખ્ય અને સમૃદ્ધ આ શહેર પ્રાચીન અને ઐતિહાસિક છે. સં ૧૬૦૫માં કચ્છના રાવ ખેંગારજીએ આ શહેર ૫૦૦૦ ફીટ ઊંચા ભુજિયા કિલા પર વસાવેલું. જયાં ભુજંગનું એક સુંદર ઈટાલીયન ઢબની બાંધણીવાળું મંદિર છે એટલે જ એ ભૂજ કહેવાયું હશે ! આ શહેર જૂનું અને ઇતિહાસ પ્રસિદ્ધ હેઈ અહીં ધણ જોવાલાયક સ્થળો પણ આવેલા છે. તેમાં બુલંદ ટાવર, હમીરસ તળાવ, કમલ, રાજવંશી છતરડી, લાખા ફુલાણીની કોતરણું અને ચાંદીનું નકશીકામ, પુરાણું કચ્છ સંગ્રહસ્થાન, ટપકેશ્વર માતા, બળેશ્વર મંદિર, રૂદ્ર માતાનું મંદિર, વિજયસાગર ડેમ, આકાશવાણી કેન્દ્ર ઇત્યાદિ સ્થળોને સમાવેશ થાય છે. વળી ભૂજ લશ્કરી છાવણીનું પણ મથક છે તેથી આ શહેરનું મહત્ત્વ વધ્યું છે. આ શહેરમાં ત્રણ ભવ્ય દેરાસરે આવેલા છે તેમાં (૧) શ્રી શાતિનાથ ભ. (૨) શ્રી પાર્શ્વનાથ ભ. અને (૩) શ્રી આદિશ્વર ભ. નું છે. ગામ બહાર દાદાવાડીમાં શ્રી સુમતિનાથ ભ. નું રમણીય જિનાલય છે. દાદાવાડી પાસેથી શ્રી વીસા ઓસવાલ જૈન ગુર્જર જ્ઞાતિની એક સુવિધાયુકત ધર્મશાળા છે. મોટા સમૂહમાં આવતા યાત્રિકોએ સ્થાનિક સંઘ ઉપર અગાઉ લખવાથી તેઓની જમવાની વ્યવસ્થા ગામની મહાજનવાડીમાં થઈ શકે છે. કચ્છને ભાતીગળ જીવનની પ્રતીતિ કરાવતા આ શહેરની મુલાકાત લેવા જેવી. અંજાર કચ્છનું ઐતિહાસિક શહેર છે. ૩૫૦૦૦ની વસતિ ધરાવતા આ શહેરમાં જેનેના ૩૦૦ ઘર છે. અહીં ત્રણ સુંદર જિનાલય Jain Education Intemational ucation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy