SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ ૦ જૈનરત્નચિંતામણિ ઓળખાય છે તેમાં જ આ તીર્થનું રહસ્ય છુપાયું છે. તીર્થને ઈતિહાસ એ છે કે પૂર્વે ઉદ્દેશી નામના શ્રાવકને માર્ગમાં એક ગરીબ માણસ મળે. જેના પિટલામાં જૈન મૂર્તિ હતી તે ઉદ્દેશીએ ખરીદી લીધી અને ઘરે આવી ખાદ્ય પદાર્થના ભંડારિયામાં મૂકી. બીજે દિવસે એ ભંડારિયું ખેલતા અચાનક ખાદ્ય-પદાર્થોથી ભરપૂર બની ગયેલું જોવાયું. એથી તેણે ત્યાં રહેતા યતિશ્રીને વાત કરી અને તેઓશ્રીને માર્ગદર્શન મુજબ જિનમંદિર બનાવી ઉક્ત પ્રતિમા તેમાં પ્રતિષ્ઠિત કરાવી. પ્રતિષ્ઠા સં. ૧૮૯૫ના વૈશાખ સુદ ૮ ના થઈ હતી. આ પ્રતિષ્ઠા વખતે જે સંધ વાત્સલ્ય થયું ત્યારે જે વાસણમાં ઘી રાખવામાં આવ્યું હતું તે ખૂબ વપરાયા છતાં તે વાસણ ઘીથી ભરેલું જ રહ્યું. આ આશ્ચર્યકારી ઘટનાથી હાજર રહેલા ભક્તજને પ્રભાવિત થઈને “ધ્રુતકલેલ પાર્શ્વનાથ કહેવા લાગ્યા અને ત્યારથી ઉક્ત પ્રતિમાનું નામ “ ધૃતકલેલ પાર્શ્વનાથ પ્રસિદ્ધિને પામ્યું. શિખરબંધી જિનાલયમાં “ધૃતકલલ પાર્શ્વનાથ ભગવાનની વેતવર્ણ, પદ્માસનસ્થ ૩૦ સે. મી. ની અલૌકિક પ્રતિમાના દર્શન કરતા ભાવિકો અનેરી પ્રસન્નતા અનુભવે છે. જિનાલયની અંદરનું કલામય ચિત્રકામ ચિત્તને હરી લે છે. મંદિરની બાંધણી અને નીચેથી લઈને શિખર સુધી કરવામાં આવેલા આ સોનેરી ભુરા રંગનું કામ અભુત લાગે છે. જિનાલયના પ્રવેશદ્વારની જમણી બાજુએ ચકેશ્વરીદેવી અને ડાબી બાજુએ મહાકાલીદેવીની આરસની મૂર્તિઓ દર્શનીય છે. આ તીર્થમાં વેતામ્બર મૂર્તિપૂજક જેના ૧૦૦ આસપાસ 'ધરો છે. ધર્મશાળા તથા ભોજનશાળાની સારી સગવડતા છે. જ્ઞાન ભંડાર તેમજ જૈન શાળાના મકાન પણ છે. અહીંથી કોઠારા ૧૧ કિ. મી, માંડવી ૮૨ કિ.મી. અને ભૂજ ૮૬ કિ. મી. ના અંતરે આવેલ છે. કોઠારાથી સુથરી આવવા માટે કાચો રસ્તે છે. પરંતુ કાર તથા બસ છેક દેરાસર સુધી આવી શકે છે. છે. સાથેસાથ જિનાલયમાં થયેલ કાચનું કલાત્મક કામ પણ ચિત્તાકર્ષક છે. મંદિરના શિખર સંયોજનમાં, રંગ મંડપમાં અને તારમાં ઉત્કીર્ણ શિલ્પકલા ખૂબ જ આકર્ષક લાગે છે. દૂરથી જ આ વિશાળ મંદિરના બાર શિખર પર લહેરાતી ધજાઓ યાત્રિકોના મનને મુગ્ધ બનાવે છે. આ ગગનચુંબી જિનમંદિર શેઠ નરશી કેશવજી નાયક, શેઠ વેલજી માલુ તથા શેઠ શિવજી નેણશીએ ત્રણે મહાનુભાવોએ ૧૬ લાખ કેરીના ખચે બંધાવી સં. ૧૮૧૮ના મહા સુદ ૧૩ના પૂ. આ. શ્રી રત્નસાગર સૂરિજી મહારાજના વરદ હસ્તે પ્રતિષ્ઠા કરાવ્યાના ઉલલેખ મળે છે. ગામની વસતી ૩૫૦૦ની છે તેમાં જૈનના હપ ધરે છે. ધર્મશાળાની સગવડ છે. માંડવી બંદરથી પ૦ કિ. મી. ના અંતરે આવેલ કચ્છના આ આકાશને આંબવા મથતા ભવ્ય તીર્થની સ્પર્શના કરવા જેવી છે. ગેડી કચ્છ-વાગડમાં ગેડી ગામ ધણું પ્રાચીન છે. કૃષ્ણકાળની વિરાટ નગરીથી લેકે ઓળખે છે. પરંતુ એ હકીકતને ઇતિહાસને આધાર નથી. અહીં ચાલીસ જૈનોની વસ્તી, ૧ ઉપાશ્રય અને જૈનમંદિર જીવસ્થામાં છે. આગાસીબંધ શિખરયુક્ત આ મંદિરને મેટી પર શાળ છે. આગળના ભાગમાં ચાર દેરીઓ શિખર યુક્ત છે. તેમાં પવાસણ વિદ્યમાન છે. મંદિરને વચલો ઘૂમટ ૧૬ સ્તંભોના આધારે બનાવેલ છે. ગૃહસભામાં આરસપહાણનાં બિંબા પ્રાચીન કાળના છે, વચ્ચે મૂળનાયક શ્રી મહાવીર પ્રભુની મૂર્તિ ૩ ફીટ ઊંચી છે. મૂર્તિના નાક, કાન, હાથ ખંડિત થતાં ચૂનાથી જોડીને લેપ કરાવેલો છે. મૂળનાયકની એક જ બાજુએ શ્રી આદિશ્વરની મૂર્તિ છે. તેના ઉપર ૧૫૩ને લેખ છે. બીજી બાજુએ સુમતિનાથ ભગવાન છે. મંદિર માલા શાહે બંધાવેલું છે. - જખી સુથરીથી ૪૦ કિલોમીટરના અંતરે આવેલ આ તીર્થની સ્પના કરવા જેવી છે. અહીં એક વિશાળ વરંડામાં ભવ્ય નવ જિનમંદિરે ભાવિકોના આકર્ષણનું કેન્દ્ર છે. દૂરથી જોતા જાણે શત્રુંજયની કોઈ ટ્રક ન હોય તેવું રળિયામણું દશ્ય લાગે છે. આ નવ દેરાસરો રત્ન-ટ્રકના નામથી સુપ્રસિદ્ધ છે. આમાંનું મુખ્ય મંદિરઃ (૧) શેઠ જીવરાજ રતનશીએ સં. ૧૯૦૫માં બંધાવી પોતાના પિતાના નામથી “રત્નક’નું નામ આપેલ છે. આ મુખ્ય જિનાલયમાં શ્રી મહાવીર સ્વામી ભ. મૂળનાયક તરીકે બિરાજે છે. તેમની પમાનસ્થ, તવણી ૮૪ સે. મી. ની તેજસ્વી પ્રતિમાના કોઠારા ભૂજથી ૮૦ કિ. મી. ના અંતરે આવેલ કચ્છના આ ભવ્ય તીર્થને સ્પર્શતા ભાવિકે અને આનંદ અનુભવે છે. ગામના મધ્યભાગે આવેલ બજારમાં જાણે એક મોટો પહાડ ખડે કર્યો હોય એવી ઘટ્ટ બાંધણીનું જૈન મંદિર આખાયે કચ્છમાં વિશાળતા અને ભવ્યતામાં અજોડ છે. મંદિરની લંબાઈ પહોળાઈ ૭૮૪૬ ૪ ફીટની છે અને ઊંચાઈ ૭૪ ફીટની છે. આ અદ્વિતીય જિનાલયમાં શ્રી શાંતિનાથ ભગવાનની પદમાસનસ્થ, વેતવણી ૯૦ સે. મી. ની તેજસ્વી પ્રતિમાના દર્શન કરતા ભાવિકો ભાવવિભોર બને છે. આખુંયે મંદિર સુંદર કોતરણુથી યુક્ત છે. વળી મંદિરનું રંગકામ તથા ચિત્રકામ પણ દર્શનીય Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy