SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ જૈનનચિંતામણિ લેવા જેવી છે. કટારીયા નગરની શોભા વધારી રહ્યા છે. મોચીબજારમાં તપાગચ્છીય દેરાસરમાં શ્રી વાસુપૂજ્ય સ્વામી, શાકબજારમાં ખરતરગચ્છીય જિનાલયમાં શ્રી શાંતિનાથ ભઅને ગંગાબજારમાં અંચલગરછીયા દેરાસરમાં શ્રી સુપાર્શ્વનાથ ભ. બિરાજે છે. યુગપ્રભાવક શ્રી જીનદત્તસુરિદાદાની પગલાંની દેરી ગામની બહાર આવેલ છે. સુપ્રસિદ્ધ જેસલતોરલની ઐતિહાસિક સમાધિની જગ્યા અહીં છે. તેથી અંજારનું મહત્ત્વ વિશેષ રહે છે. આ ઉપરાંત અહીં અજયપાળનું સ્થાનક, માધવરાય મોહનરાયના મંદિરે, અંબાજી–બહુચરાજીના મંદિરે પણ દર્શનીય છે. અંજારના પ્રખ્યાત સૂડી-ચપ્પ યાત્રિમાં આકર્ષણરૂપ છે. “વાગડના દરવાજા' તરીકે ઓળખાતા કચ્છના આ પુરાણુ શહેરની મુલાકાત લેવા જેવી છે. ભચાઉ સૌરાષ્ટ્રમાંથી કચ્છ તરફ જતા મોરબીથી માળિયા મૂક્યા બાદ ભચાઉ શહેર પહોંચતા કચ્છનું નાનું રણ આવે છે. રણની ખાડી ઉપર “સૂરજબારી' ને પુલ બાંધેલ છે. સરહદ અહીં નજીક હોઈ પાકા હાઈવે રેડ બાંધેલા છે. જેથી વાહનોને બારે માસ જવાઆવવામાં કોઈ તકલીફ પડતી નથી. ભચાઉને “કચ્છનું નાકુ” અથવા પ્રવેશદ્વાર કહે છે. તાલુકાનું મથક છે. જૈનેના ૧૦૦ ઘર છે. ગામની કુલ વસતિ ૧૩૦૦૦ની છે. ગામ બહાર વિશાળ ધર્મશાળા છે. ગામમાં (૧) શ્રી અજીતનાથ ભ. (૨) શ્રી સંભવનાથ ભ. અને (૩) શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભ. ના ત્રણ સુંદર જિનાલયોના દર્શન કરતા પરમાનંદ પ્રાપ્ત થાય છે. ગાંધીધામ આઝાદી પછી બંધાયેલ આ શહેરને મૂળ હેતુ સિંધમાંથી આવેલ નિર્વાસિતોને વસાવવાને હતા. નગર યેજના ઈટાલીયન અને અમેરિકન તજજ્ઞોએ બનાવેલ છે. પહેાળા સ્વચ્છ રાજમાર્ગો અને એક જ સરખા મકાને શહેરને અનોખું રૂપ આપે છે. અહીં જૈનોની પણ સારી એવી વસતિ છે. એક નાનકડું છતાં મનોરમ્ય જિનમંદિર પણ છે. જેમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ બિરાજે છે. આ શહેર રાજ્યના બધા જ ભાગોમાં રેલવે તથા બસ-વ્યવહારથી જોડાયું છે. સુપ્રસિદ્ધ તીર્થ ભદ્રેશ્વરજી જતા માર્ગમાં આ શહેર આવે છે. કચ્છના ગારવ સમા આ અભિનવ નગરની મુલાકાત ભચાઉથી ૩૦ કિ. મી. ના અંતરે આવેલ આ પ્રાચીન ગામમાં શ્રી મહાવીર સ્વામીનું ભવ્ય મંદિર દર્શનીય છે. આ ગામ વિષે એવી કોક્તિ છે કે પૂર્વે એક રમણીએ તેના પતિને મારનાર દુશ્મનને શોધી તેને કટારી મારી બદલે લીધા હતા. આ ઘટનાથી આ ગામનું નામ કટારીયા પ્રસિદ્ધ થયાનું કહેવાય છે. એ પહેલા પ્રાચીનકાળમાં આ ગામ એક વિશાળ નગર હશે તેવા ઉલલેખ મળે છે. એક સમયે અહીં જગડુશાને મહેલે હતા એમ કહેવાય છે. પરંતુ પ્રાચીનકાળની એ વિશાળ નગરી આજે તે એક નાના ગામડામાં રૂપાંતર પામી છે. | મૂળ દેરાસરને જીર્ણોદ્ધાર આચાર્ય શ્રી વિજયસેનસૂરિશ્વરજી મહારાજની પ્રેરણાથી સં. ૧૯૭૮માં શેઠ વર્ધમાન આણંદજીએ કરાવ્યો છે. સત્તરમા સૈકાની મૂળ નાયક શ્રી મહાવીર સ્વામીની તેજસ્વી પ્રતિમાના દર્શન કરતા આત્મા ભાવવિભોર બને છે. અહીં “શ્રી વર્ધમાન જૈન બોર્ડિ“ગ” નામની સંસ્થા બાળકના ધાર્મિક અને વ્યવહારિક શિક્ષણનું સુંદર કાર્ય કરી રહેલ છે. શ્રી મનફરા દહેરાસરજી કચ્છમાં આવેલ મનફરા જૈન દેરાસરને પાયે ૧૯૬૪માં નાખવામાં આવ્યો અને મંદિર પૂર્ણ થયે સં. ૧૯૬૬માં સેળમાં તીર્થકર ભગવાન શ્રી શાંતિનાથ પ્રભુજીની ચમત્કારી પ્રાચીન પ્રતિમાજી પધરાવવામાં આવી. આ જૂનાં દેરાસરમાં પહેલા માળે દેરાસર અને નીચે ઉપાશ્રય હતા. સમયના વહેણ સાથે જિર્ણોધ્ધારની જરૂર જણાતા પ. પૂ. આ ભગવંત શ્રી વિજય દેવેન્દ્રસૂરિશ્વરજી મ.સા.ની શુભ પ્રેરણાથી નૂતન જિનાલયનું સં. ૨૦૨૧માં નિર્માણ થયું અને ૨૦૨૩માં પ. પૂ. આ. શ્રી વિજય દેવેન્દ્રસૂરિશ્વરજી મ. સા. તથા હાલના અધ્યાત્મયોગી પ. પૂ. આ. વિજયકલાપૂર્ણ સુરિશ્વરજી મ. સા.ના હસ્તે નૂતન જિનાલયમાં જિનબિંબોની પ્રતિષ્ઠા થઈ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy