SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ જેનરત્નચિંતામણિ વાડા રેલ્વે સ્ટેશન આવેલ છે. સ્ટેશનથી રિક્ષાની સગવડ મળે છે. બસ સ્ટેશન પણ ગામની મધ્યમાં છે. મંદિર સુધી કાર અને રિક્ષા જઈ શકે છે. બસ સાંકડા રસ્તાના કારણે જઈ શકતી નથી તેથી ગામ બહાર રાખવી પડે છે. ઊના-અજાહરાની યાત્રાએ આવતા દરેક યાત્રાથીઓએ આ તીર્થની સ્પર્શન કરવા જેવી છે. પત્ર વ્યવહાર : શ્રી અજાહરા પાર્શ્વનાથ પંચતીથી જન કારખાના પેઢી, મુકામ : દેલવાડા પોસ્ટ ઓફિસ : દેલવાડા પીન કેડ નંબર : ૩૬૨૫૩૦ તાલુકો : ઊના જિલ્લો : જૂનાગઢ રાજ્યઃ ગુજરાત, તારર : દેલવાડા ટેલિફોન : પી. સી. એ. દેલવાડા, દીવા ૧૪મી સદીમાં થયેલ ઉપાધ્યાય શ્રી વિનયપ્રવિજયજીએ રચેલ તીર્થમાળામાં આ તીર્થનું વર્ણન મળે છે. અહીં ગામમાં ઘણાં સ્થળોએ ખેદકામ કરતા કેટલીક પ્રાચીન પ્રતિમાઓ મળી આવી છે. જમીનમાંથી મળી આવેલી કાઉસગીયા મૂર્તિઓ પર સં. ૧૩૨૩ જેઠ સુદ-આઠમને ગુરુવારના રોજ શ્રી ઉદયપ્રભસૂરિજીના પટ્ટાલંકાર શ્રી મહેન્દ્રસૂરિશ્વરજી દ્વારા પ્રતિષ્ઠિત કર્યાને ઉલેખ મળી આવેલ છે. અહીં મળી આવેલા એક ઘંટ પર શ્રી મન્નારા ઘણાર્થનાથ સં. ૨૦ રૂ૪ શાહ રાયચંદ્ર ચંદ્ર -કોતરેલું છે. આ બધાથી આ તીર્થની પ્રાચીનતાને ખ્યાલ આવે શકે છે. આ તીર્થમાં ઘણી ચમત્કારિક ઘટનાઓ બનતી રહી છે. ક્યારેક ક્યારેક આ તીર્થના અધિષ્ઠાયક ધરણેન્દ્રદેવ સપ સ્વરૂપે પ્રગટ થઈ પ્રભુની સામે વ્યાનાવસ્થામાં તલ્લીન થઈ જાય છે. તે અદ્દભુત દસ્ય જેવાને અલાદ ધણાં ભાગ્યશાળીઓને મળે છે. અહીં રહેવા માટે વિશાળ સુવિધાયુક્ત ધમ શાળા તથા ભેજનશાળાની સુંદર વ્યવસ્થા છે. અહીંથી નજીકનું રેલ્વે સ્ટેશન ઊના પાંચ કી. મી. અને દેલવાડા અઢી કિ. મી. ના અંતરે છે. જ્યાંથી આ તીર્થમાં આવવા માટે ટાંગાની તથા બસની સગવડતા મળે છે. ઊના તથા દેલવાડાને રસ્તે કાચો તેમ છતાં બસ તથા કાર છેક તીર્થના જિનાલય સુધી જઈ શકે છે. એક વખત આ તીર્થમાં આવ્યા પછી તેને છોડવાનું મન ન થાય તેવું અલૌકિક વાતાવરણ અહીં પ્રવર્તે છે. આ તીર્થની યાત્રાને લહાવે લેવા જેવો છે. દેલવાડા ઊનાથી પાંચ કિ. મી. અને અજાહરાથી અઢી કિ. મી.ના અંતરે આવેલ આ તીર્થસ્થાન ધાણું જ પુરાણું જણાય છે. પ્રાચીનકાળમાં દેવલપુર તરીકે ઓળખાતા આજના દેલવાડા ગામમાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુનું નાનકડું ધાબાબંધી પ્રાચીન જિનાલય છે. મૂળ નામક શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુની ૩૮ સે. મી. ની પદમાસનસ્થ, તવેણી, તેજસ્વી, પ્રતિમાને જોતા જ મસ્તક આપોઆપ નમી પડે છે. આ જિનાલય ક્યારે અને કોણે બંધાવ્યું તેને ઇતિહાસ હાલ મળતું નથી પરંતુ દેરાસરના એક શિલાલેખ ઉપરથી એટલું જાણવા મળે છે કે આ દેરાસરને છેલે જિર્ણોદ્વાર સં ૧૭૮૪માં શેઠાણી કસ્તુરબાઈના હસ્તે કરાવવામાં આવ્યો હતો. અહીં પહેલા જેનોની સારી એવી વસતિ હોવાના ઉલેખો મળે છે. હાલમાં એક પણ જૈન ઘરની વસતિ નથી. આ તીર્થ અજાહરાની પંચતીથીનું એક તીર્થ ગણાય છે. તીર્થને વહીવટ ઊના જૈન સંધ કરે છે. અહીં ઊતરવા માટે જિનાલયની બાજુમાં જ ઓરડીઓ બાંધેલી છે. ગામથી એક કિ. મી. ના અંતરે દેલ- ઉનાથી અગિયાર કિ. મી. અને દેલવાડાથી છ કિ. મી. અંતરે આ પ્રાચીન તીર્થ આવેલ છે. ચારે બાજુ દરિયે અને વચ્ચે દીવ ટાપુ છે. આ નગરનું નૈસગિક સૌદર્ય મનને લોભાવનારું છે. દીવની ગગનચુંબી ઈમારતા અને વિશાળ રાજમાર્ગો જોઈને મંત્રમુગ્ધ બની જવાય છે. દીવમાં પ્રવેશવા માટે એક ભવ્ય પ્રવેશદ્વાર છે. આ તીર્થમાં ત્રણ ભવ્ય જિનાલ નગરની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા છે. તેમાં મુખ્ય જિનાલયમાં શ્રી નવલખા પાર્શ્વનાથની પીત્તવણી પદમાસનસ્થ ૭૬ સે. મી. ની તેજસ્વી પ્રતિમાને જોતા જ મનમાં અને ભક્તિભાવ જાગે છે. બીજા બે જિનાલયમાં અનુક્રમે શ્રી નેમિનાથ ભગવાન અને શ્રી શાંતિનાથ ભગવાને મૂળ નાયક તરીકે બિરાજે છે. આ ત્રણે જિનાલયો પ્રાચીન સમૃદ્ધિના અવશેષસમાં છે. મંદિરે બજારની મધ્યમાં આવેલા છે અને બધા ઘૂમટબંધી પદ્ધતિઓ રચાયેલ છે. આ તીર્થ ધણું પ્રાચીન છે. તેના ઘણાં પુરાવા મળે છે. આપણા બહત ક૫ત્રમાં દીવ બંદરને ઉલેખ છે. ચૌદમાં સૈકામાં થયેલ ઉપાધ્યાય વિનયપ્રભ વિજયજી આ તીર્થની યાત્રાએ આવ્યાના ઉલ્લેખો મળે છે. શ્રી કુમારપાળ મહારાજાએ અહીં શ્રી આદિશ્વર ભગવાનનું ભવ્ય મંદિર બંધાવ્યાની વિગતો મળે છે. વિ. સં. ૧૬ ૫૦માં શ્રી હીરવિજયસૂરિજી શત્રુજ્ય તીર્થની યાત્રા કરી અહીંયા ચાતુર્માસ માટે પધાર્યા હતા ત્યારે અહીં જેની વસતિ સારા પ્રમાણમાં હતી. અહીંના શ્રેષ્ઠિર્યોએ પ્રભુને મુગટ-હાર અને આંગી નવ-નવ લાખના બનાવ્યા હતા તેથી પ્રભુનું નામ શ્રી નવપલવ પાર્શ્વનાથ તરીકે પ્રચલિત બન્યું હશે તેમ મનાય છે. ભારત સરકારે સને ૧૯૬૦માં લશ્કરી પગલું ભરી આ ટાપુને કબજે લઈ પોર્ટુગીઝ શાસનને અંત આણ્યા બાદ દીવ બંદરના વિકાસ માટે ઠીક ઠીક કાર્યવાહી થઈ રહી છે. દીવ અજાહાર તીર્થની પંચતીથીનું એક તીર્થ ગણાય છે. વર્તમાનમાં Jain Education Intemational For Private & Personal Use Only Jain Education Interational www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy