SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ સંગ્રહગ્રંથ ૩૧૧ અજાહરા અકબર બાદશાહને પ્રતિબોધ કરનારા જગતગુરુ શ્રી હીરવિજયસૂરિજી મહારાજની સ્વર્ગવાસની આ ભૂમિ પર તેઓશ્રીના અગ્નિસંસ્કારની જગ્યાએ બંધાયેલ દેરીઓ, સ્તૂપ અને ઉપવન સમી અનેક આમ્રવૃક્ષની ઘટાઓ હૃદયને આલાદ પમાડે છે. અહીં શ્રી હીરવિજયસૂરિજી મ.ને ઉપાશ્રય છે અને તેમાં શ્રી હીરવિજ્યસૂરિ, શ્રી વિજયસેનસૂરિ અને શ્રી વિજય દેવસૂરિ મ.ની આરસની મૂતિએ દેવકુલિકામાં વિરાજમાન છે. અહીંથી દીવ બંદર માત્ર ૧૨ કિ. મી. ને અંતરે છે. એસ. ટી. બસે અને ખાનગી વાહને અથવા ખાડીમાંથી હેડી દ્વારા લોકો દીવ બંદર યાત્રાએ જાય છે. ઊના શહેરથી માત્ર ચાર કિ. મી.ના અંતરે આવેલ આ અતિ પ્રાચીન તીર્થમાં આવતા હૈયામાં અકથ્ય આનંદ ઊભરાય છે. આ તીર્થમાં બિરાજમાન મૂળનાયક શ્રી અજાહરા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા સોળ લાખ વર્ષ પહેલાંના અતિ પ્રાચીન અને મનહર છે. અહીંના રાજવી અજયપાળના કેઢિને પ્રભુજીના હુવણ જળથી નષ્ટ કરવાને વૃત્તાંત આ પ્રતિમા સાથે સંકળાયેલો છે. ૪૬ સે. મી.ની પદ્માસનસ્થ શ્રી અજાહરા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા વેળુ (રેતી) ની બનાવેલ છે. તેના ઉપર લાલ લેપ કરવામાં આવ્યો છે. પ્રતિમાજીના મસ્તક ઉપર પાશ્વપ્રભુના લંછનરૂ૫ ઘણું સર્ષોની ફેશે શોભી રહી છે. આ પ્રતિમાજીના દર્શન કરતા હૃદયમાં અલૌકિક ભાવ જાગે છે. ગામના પાદરમાં દેઢ આદિ ભયંકર રોગોને દૂર કરનાર અને જેના પાંદડાં કરમાતા નથી તેવા અજયપાળના વૃક્ષે છે. એક સમયે આ અજયપુર (અજહરા) નગરની મોટા શહેર તરીકે અને જેનેની વસતિના કેન્દ્ર તરીકે ભારે ખ્યાતિ હતી. હાલ અહીં એક પણ જૈનનું ઘર નથી. મહુવાથી રાજુલા થઈ લગભગ અઢી કલાકે આ શહેરમાં પહોંચી શકાય. અહીંથી મહુવા ૮૫ કિ. મી. અને પાલિતાણા ૧૫૦ કિ. મી.ના અંતરે આવેલ છે. ઊના રેલ્વે સ્ટેશન છે. જનોની વસતિ સારી છે. અહીં ધર્મશાળા છે. ભેજનશાળાની સગવડતા નથી. સુપ્રસિદ્ધ અજાહરા તીર્થ અહીંથી માત્ર ચાર કિ. મી. ના અંતરે આવેલ છે. શ્રી ગોડીજી જૈન દેરાસર - પાયધુની - મુંબઈ વાત છે : કરી ? ' કાકા : ' ** *મહિના નrta ર મ AiiiiiiiiiiiiiiiiiiiiiiIujપIIIIIIIII THIII તા - - - - - નારદમ.પાંપા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy