SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ જનરત્નચિંતામણ વિ.સં. ૧૧૬ ૮માં આચાર્યશ્રી મહેન્દ્રસૂરિશ્વરજી મ. ના શુભ હસ્તે આ પ્રતિમાની અંજનશલાકા કર્યા અને આ શહેરના હીરૂ શેઠ દ્વારા આ પૂણ્યકાર્યમાં અનંગલ લક્ષ્મીને સદ્વ્યય કર્યાના ઉલ્લેખ મળે છે. ' કહેવાય છે કે મુસલમાનોના રાજ્યકાળ દરમિયાન તેમના સિપાહીઓ દ્વારા આ મંદિર તથા પ્રતિમાનું ખંડન કરવામાં આવ્યું હતું. તેના નવ ટુકડા કરી કૂવામાં નાખવામાં આવ્યા હતા. આ નગરના એક શ્રાવકને સ્વપ્ન આવેલ કે તે ટુકડા મેળવી નવ દિવસ લાપશીમાં રાખવાથી પ્રતિમા હતી તેવી બની જશે. તે પ્રમાણે તેણે આ પ્રતિમાના ટુકડા મેળવી લાપશીમાં રાખેલ; પરંતુ ઉતાવળમાં નવ દિવસને બદલે આઠ દિવસે ખેલતા તે પ્રતિમા જેવી હતી તેવી તે બની ગઈ, પરંતુ નવ જગ્યાએ તેના નિશાન કાયમ રહી ગયા તે આજે પણ જોવા મળે છે. આ દિવસથી ઉક્ત પ્રતિમા “ શ્રી નવખંડા પાર્શ્વનાથ' તરીકે પ્રસિદ્ધિ પામી. ૮૧ સે.મિ. ની પદ્માસન, શ્યામવણી આ પ્રતિમા અત્યંત તેજસ્વી જણાય છે. અહીં દીવાની અખંડ જ્યોત રહે છે. આ મંદિરની પાસે શ્રી નેમિનાથ ભ. ના મંદિરમાં ભૂગર્ભમાંથી પ્રાપ્ત થયેલ અનેક પ્રતિમાઓ છે. નજીકમાં જ સમવસરણ મંદિરમાં ધાતુનું સેળમી સદીના આરંભનું સુંદર સમવસરણ છે. મુખ્ય મંદિરની બાજુમાં શ્રી સુવિધિનાથ ભ. તથા શ્રી શાંતિનાથ ભ. ના દર્શનીય દેવાયો છે. ગામની ઉત્તરે આવેલા શ્રી ચંદ્રપ્રભુસ્વામીની મંદિરની બાંધણુ કુમારપાળ રાજાના સમયની હોવાનું કહેવાય છે. ગામની દક્ષિણ બાજુએ શ્રી રાવલા પાર્શ્વનાથ ભટ નું સુંદર જિનાલય છે. આ પ્રાચીન ગામની ફરતે કોટ બાંધેલો છે. અહીં શ્રી દલીચંદ યતિની ગાદી છે. ગાદીને વર્ષો થયા પણ ધૂળ લાગી નથી. ગાદીની જગ્યા ચમત્કારિક ગણાય છે. અહીં ઘણાં વર્ષો પૂર્વે સ્વયં કાલીકા માતાજી પ્રગટ થયેલા તેનું મંદિર ભાવનગરના દિવાન ગગા ઓઝાએ બંધાવ્યું હતું તે આજે પણ મોજૂદ છે. ગેહીલ વંશના આદિ પુરુષ મે ખડાજી ગોહીલની સમાધિ અહીં છે. અહીં પ્રાચીન પુસ્તકને ભંડાર હતા. તેમાં કેટલીક પ્રાચીન હસ્તપ્રત ઉધઈ વિ. લાગવાથી નષ્ટ થવા પામી છે, તે પણ આજે આ જ્ઞાનભંડારમાં સુવર્ણાક્ષરે લખેલી કેટલીક હસ્તપ્રત અને અન્ય હસ્તપ્રતાનો સારો સંગ્રહ છે. ભાવનગરથી અહીં આવવા માટે બસ તથા ટેક્સીની સગવડ મળે છે. પાકી સડક છે. ગામના મંદિરે સુધી ટેસી, કાર વગેરે જઈ શકે છે. અહીં ઊતરવા માટે ધર્મશાળા તથા જમવા માટે બે જનશાળા છે. અહીં આવનાર યાત્રિકોને ભાતું આપવાને પણ પ્રબંધ છે. તીર્થને વહીવટ શેઠ કાળા મીઠાના નામથી સ્થાનિક જન સંધ કરે છે. આ પ્રાચીન તીર્થની યાત્રાને લહાવો લેવા જેવો છે. શિહોર, પાલિતાણા પાસે શિહેર જંકશન છે. શહેરમાં શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું સુંદર મંદિર છે. ધર્મશાળા ૫ણ છે. જૈન ભોજનશાળા પણ છે. સ્ટેશન ઉપર દેરાસર છે. શિહેરના પંડા, ત્રાંબા-પિત્તળના વાસણે તથા તમાકુ વખણુય છે. દ્વારિકા બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથજીની જાન અહીંથી ગઈ હતી. અહીંથી જ રૈવતાચલના ઉદ્યાનમાં જઈ તેમણે દીક્ષા લીધી હતી. દ્વારિકાનું હાલનું વૈષ્ણવ મંદિર “જગત દેવાલય ” રણછોડજીનું મંદિર જૈનમંદિર હેય તેમ જણાય છે. વિ. સં. ૧૨૦૦ પછી દ્વારિકા વૈષ્ણવ તીર્થ* થયું તેમ કહેવાય છે. મંદિરની દીવાલ પર જૈન તીર્થકર શ્રી નેમિનાથજીની જનના સુંદર ચિત્રો છે. દ્વારિકામાં નેમિનાથ ભગવાન ઘણીવાર પધાર્યા હતા. મધ્યકાલીન સમયમાં દ્વારકા જૈનપુરી ગણાતું. અહીં ઘણાં જૈન મંદિર હતા. “જગત દેવાલય ’ની કારીગરી જૈન કારીગરીને નમૂને છે, તેવો મિ. બેલ સાહેબને અભિપ્રાય છે. શાસ્ત્રી રેવાશંકર મેઘજી દેલવાડાકર નોંધ લે છે કે–ત્રણ હજાર વર્ષ ઉપર આ મંદિર જૈન લોકેએ કરાવ્યું છે. તેમાં શ્રી પાર્શ્વનાથની મૂર્તિ હતી જે હાલ નગરમાં છે. મૂર્તિના ચરણમાં લખ્યું છે કે આ મૂર્તિ “જગત દેવાલય માં સ્થાપના કરી હતી. રાજકોટથી ઓખા જતી ટ્રેનમાં દ્વારકા જવાય છે. દ્વારકાથી ૨૦ માઈલ ઓખા બંદર છે. ઊના ઊના, પૂના ને ગઢ જૂના”-એ કહેવત મુજબ ઊના શહેર પ્રાચીન છે. પહેલા ઉન્નતપુર નામથી ઈતિહાસમાં એાળખાતા આ શહેરમાં એક જ કમ્પાઉન્ડમાં પાંચ ભવ્ય જિનાલયો આવેલા છે. તેમાં શ્રી આદિનાથ ભગવંત, શ્રી સંભવનાથ ભગવત, શ્રી અમીઝરા પાર્શ્વનાથ, શ્રી નેમિનાથ ભગવંત અને શ્રી શાંતિનાથ ભગવંત મૂળનાયક તરીકે બિરાજે છે. શ્રી આદિનાથ ભગવંતની પ્રતિમા સંપ્રતિ મહારાજાએ ભરાવેલ છે. અહીં શ્રી અમીઝરા પાર્શ્વનાથના બિંબમાંથી ઘણી વખત અમીઝરતાં દેખાય છે. કોઈ કોઈ વખતે અહીં મોટી સફેદ મૂછવાળો વૃદ્ધ સ૫ ભગવાન પર ફણ ધરાવતે દષ્ટિગોચર થાય છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy