________________
સર્વસંગ્રહગ્રંથ-૨
૩૦૫
ભાવનગર પાસે સિહોરના વતની. ઈન્ટર સાયન્સ સુધીનો અભ્યાસ પણું નાનપણથી જ તેજસ્વી જીવન બનાવવાની મહત્ત્વાકાંક્ષા હતી. - નમ્ર અને નિરાળી પ્રકૃતિના શ્રી બાબુરાયભાઈઓ નાની ઉંમરે વતન છેડી શરૂઆતમાં મદ્રાસ અને પછી મુંબઈમાં નેકરીથી gવનની યશસ્વી કારકિર્દીના શ્રી ગણેશ કર્યા.
સામાન્ય સ્થિતિ, પણ અદમ્ય ઉત્સાહ હતા. સાહસ તેમના લોહીમાં વણાયેલું હતું. ૧૯૫૬ માં નોકરી છોડી કાકાની સાથે કેમીકલ લાઈનના ધંધામાં જોડાયા અને પિતાની અપ્રતિમ શક્તિના દશન કરાવ્યા. ૧૯૬૦ થી ૧૯૭૦ સુધીનો સમયકાળ સંધર્ષમાં પસાર કર્યો. અનેક તાણાવાણા વચ્ચે પણ તેમની બુદ્ધિ પ્રતિભાને પરિચય થતો રહ્યો. અભ્યાસકાળ દરમિયાન એસ. એસ. સી. પરીક્ષામાં ભાવનગર જિલ્લામાં તેઓ પ્રથમ નંબરે ઝળકયા હતા. પ્રારબ્ધ અને પુરુષાર્થના બળે માનવી સંપત્તિને સ્વામી બને છે. પણ સંપત્તિના સ્વામી બન્યા પછી બહુજ થોડા માણસો એ સંપત્તિને સદઉપયોગ કરી જાણે છે. સ્વ. શ્રી બાબુરાયભાઈ તેમાંના એક હતા.
ચોસઠ વર્ષની વયે તેઓ સ્વર્ગવાસી બન્યા તે પહેલા તેઓ એક ચેરિટી ટ્રસ્ટની સ્થાપના કરતા ગયા. વતન સિહારમાં આ રોગ્ય ક્ષેત્રે પેથલોજી લેબોરેટરી ઊભી કરવામાં આ પરિવારનું મોટું પ્રદાન છે. જૈન તીર્થ શંખેશ્વરમાં માતુશ્રીના નામે કાયમી સંભારણું, સિહોર પાસે નવા ગામમાં એક પ્રાથમિક શાળા, ભાડું ૫ (મુંબઈ)માં એક જૈન પાઠશાળા અને બીજી અનેક સંસ્થાઓમાં તેમણે વહાવેલી દાનગંગાના પ્રતીકે આજે પણ સાક્ષી પૂરતા ઊભી છે. આરોગ્ય, કેળવણી અને માંગલિક દાનધર્મમાં તેમની પ્રબળ દિલચસ્પી હતી જે પ્રમાણે તેમણે યથાર્થ કરી બતાવ્યું. ભારતના બધાજ જૈનતીર્થોની યાત્રા કરી.
નિરભિમાની, નિર્મળ, અને નિખાલસ સ્વભાવના શ્રી બાબુરાયભાઈએ પુત્રોને પણ સારું શિક્ષણ અપાવ્યું અને ધંધામાં તૈયાર કર્યા. જે ધંધાને આબાદ સ્થિતિમાં આજે તેમના સુપુત્રો યશસ્વી સંચાલન કરી રહ્યા છે.
ધાર્મિક કાર્યોમાં અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં આજે પણ તેમના કુટુંબ પરિવાર તરફથી અનેકને પ્રોત્સાહક બળ મળતું રહ્યું છે.
શ્રી બાપાલાલ અમુલખભાઈઝેટા, પ્રથમ વારાણુ રાજકેટ એજન્સીમાં લીથ સ્ટારમાં હતું ત્યારે ત્યાંના તાલુકદારેના કારભારી તરીકે ઝોટા કુટુંબ પ્રખ્યાત હતું. એટલું જ નહીં પરંતુ શ્રી બાપાલાલ અમુલખભાઈના શ્રી દલીચંદ કુલચંદભાઈ પાલનપુર સ્ટેટ અને જોધપુર સ્ટેટની સરહદી તકરારમાં લાઈન નાખી આપેલી, જેની યાદીમાં પાલનપુરના નવાબ સાહેબે ઝટા કુટુંબનું દાણ માફ કરેલ હતું.
શ્રી બાપાલાલભાઈનાં ત્રણેય બહેન જાસુદબહેન, મધુબહેન ને શાંતાબહેન સુખી છે. તેમના ધર્મપત્ની સૌ બકુલાબહેન ગુણાનુરાગી છે. બાળકે અન્તિકુમાર, નરેન્દ્રકુમાર, જયશ્રીબહેન, શિલ્પાબહેન સુસંસ્કાર ધરાવે છે ને ઉચ્ચ શિક્ષણ લઈ રહેલ છે.
પ્રવાસમાં સારાય હિંદમાં પ્રવાસ વારંવાર કરવા તેમજ મોટા મોટા માણસોના પરિચયમાં આવવાના પ્રસંગો બન્યા છે. એટલું જ નહીં પણ પરદેશની વર્લ્ડ ફેમસ એ. એમ. સી. કંપનીની મશીનરીની એજન્સી મેળવી જાપાન, યુરોપ, અમેરિકા વગેરે દેશોના પ્રવાસ ખેડી સાહસિકતાની હદ વટાવી છે. આજે એક્ષપોર્ટ ઈપેટની આગેવાન ફર્મોમાં તેમની કંપની ઈન્ટર સ્ટેટ એન્જિનિયરિંગ કુ. અગ્રસ્થાન ધરાવે છે. તેમજ ઇન્ડિયન મરચન્ટ્રસ મેમ્બરના સભ્ય પણ છે. ઈશ્વર તેમની સત્કાર્યો કરવાની મને કામના પૂર્ણ કરે.
શાહ બાબુલાલ વાડીલાલ ગુજરાતની ધર્મભાવના ગામને ગોંદરે આવેલી ધર્મશાળાઓ, ગગનચુંબી મંદિરો અને સાર્વજનિક સંસ્થાઓની ઈમારતા દ્વારા ઓળખી શકાય છે.
જૈન સમાજમાં સાતે ક્ષેત્રમાં લક્ષમી સદઉપયોગ કરનારા પરિવારોમાં શેઠશ્રી બાબુભાઈના પરિવારને સમાવેશ થાય છે. સ્વ. શ્રી વાડીલાલ દેવચંદ શાહના સુપુત્ર શ્રી બાબુભાઈને તા. ૪-૧-૧૯૨૫માં જન્મ થયો. મેટ્રિક સુધીનો અભ્યાસ પણ કોઠાસૂઝ વિશેષ. માનવ સેવાના સંસ્કાર વારસામાં મળ્યા. જૈન સાધાર્મિક ભક્તિ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ તેમનું મન બચપણથી જ તડપતું રહ્યું. શાસન સેવા અને અન્ય સામાજિક સેવાની શરૂઆત પિતાની પચીસ વર્ષની ઉંમરથી શરૂ કરી પિતાના નાના પુત્રના આકસ્મિક અવસાનથી તેમના જીવનમાં ભારે મેટું પરિવર્તન આવ્યું અને વધુ જાગૃત બન્યા. પિતાશ્રીના અવસાન પછી પિતાશ્રીએ ઊભી કરેલી સેવા-ધમની પગદંડી ઉપર ચાલવા પ્રયત્ન કર્યો. સેરીસા અને તળાજાની જોન ભોજનશાળાઓ જેની સ્થાપના પિતાશ્રીએ કરેલી એ સંસ્થાઓને સરળ માર્ગદર્શન આપી તેના સંચાલનમાં પૂરો રસ દાખવીને જીવનના છેલ્લા શ્વાસ સુધી સંસ્થાઓની સેવા બજાવી વતન ગેરીતામાં જૈન દેરાસરનું કાર્ય પણ રસપૂર્વક છેવટ સુધી કરતા રહ્યા.
શ્રી બાબુભાઈ જીવનની ફલશ્રુતિમાં મહત્ત્વનું કામ એ થયું ગણાય કે શ્રી શેરીસા જૈન તીર્થમાં ભેજનશાળાની પિતાશ્રીએ કરેલી સ્થાપના પછી ભેજનશાળા ખોટમાં ગયા પછી પણ સંસ્થાનો વહીવટ પોતાના હાથમાં લીધો. પચ્ચીસ હજારની ખોટ સાથે મંત્રી તરીકે વહીવટ સંભાળ્યું. પંદર વર્ષ એકધારી સેવા આપીને તેઓ ગયા ત્યારે તેમના હસ્તક ભોજનશાળાનું કાયમી ફંડ રૂ. ૪ લાખ તરતું કરીને ગયા. આ એમની સેવાને
Jain Education Intenational
For Private & Personal Use Only
www.jainelibrary.org