SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1256
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ જૈનરત્નચિંતામણિ જ આરે જતી રોક નથી ર0 જેની અનન્ય પુરાવે છે. ગ્રેગર દમ વિશાળ સ્નેહીવર્ગમાં સુવાસ પ્રસરાવી. તા. ૧-૧૨-૮૩ના રોજ સંવત ૨૦૪૦ કારતક વદ ૧૨ ગુરુવારે તેઓ સ્વર્ગવાસી થયા. શ્રી શેરીસા જૈન ભોજનશાળામાં ૩૩ વર્ષ સુધી કમિટીના સભ્ય તરીકે રહીને તેની સેવા બેજવી છે. તેમજ કેટલાં પંદર વર્ષ તેમણે મંત્રી અને સેક્રેટરી તરીકે ફરજ બજાવી છે. શ્રી શેરીસા જૈન ભોજનશાળા એક જ એવી સંસ્થા છે કે આણંદજી કલ્યાણજીને તમામ તીર્થોને વહીવટમાં જે પેઢી સિવાય ભેજનશાળાનુ અલગ સંચાલન થતું હોય અને તે રીતે અલગ સંચાલનને વહીવટ એ પણ એક નમૂનારૂપ આદર્શ વહીવટ છે. તેનું જવલંત ઉદાહરણ છે. શ્રી બચુભાઈ જે. ટાલિયા અમરેલીના વતની, અન્ડરગ્રેજયુએટ, ૧૯૪૫માં મુંબઈમાં તેમનું આગમ થયું. ગવર્નમેન્ટમાં અને ખાનગી પેઢીમાં શરૂઆતની નોકરી કરી. ૧૯૬૧માં ચશ્માની લાઈનને જથ્થાબંધ સ્વતંત્ર ધંધે શરૂ કર્યો. જથ્થા બંધ બિઝનેસ ૧૯૭૧માં એકસપર્ટનું કામ શરૂ કર્યું. ૧૯૫૯ થી ૬૩ સુધીને એક સંક્રાંતિકાળ પણ આવી ગયે. જેમાં ઘણી મુશ્કેલીઓ વેઠી ૧૯૪રની ભૂગર્ભ પ્રવૃત્તિમાં અને સ્વરાજની મુવમેન્ટમાં આગળ પડતો ભાગ લીધો હતો. બોમ્બે ઓપ્ટિકલ એસેસીએશનના પ્રમુખ તરીકે ત્રણ વર્ષ કામ કર્યું. મુંબઈ અને વતનની ધણી સંસ્થાઓ સાથે પોતે સંકળાયેલા છે. સ્વ. શ્રી બાબુભાઈ એમ. ઝવેરી સ્વ. શ્રી બાબુભાઈએ અમદાવાદમાં વીશા શ્રીમાળી જૈન જ્ઞાતિના પ્રતિષ્ઠિત કુટુંબમાં જન્મ લઈ કૌટુંબિક વારસાને ઉજળા કરી બતાવ્યો હતો. સ્વ. શ્રી બાબુભાઈ એમની ધર્મવત્સલતા, સેવાભાવવૃત્તિ, કાય૨ત જીવનથી જૈન સમાજમાં વરિષ્ઠ સ્થાન મેળવી શકયા હતા. મે મોતીલાલ ડાહ્યાભાઈ ઝવેરી”ની પેઢીની પ્રગતિમાં તેમની વ્યવસાયિક શકિત, વ્યાપક દીર્ધદષ્ટિ, અગત્યની ગણાવી શકાય. આ પ્રગતિ તમને સમર્થ વ્યવસાયકારનું બિરુદ આપે છે. સ્વ. શ્રી બાબુભાઈએ શાંત, મધુર પ્રકૃતિ, તીવ્ર બુધ્ધિ અને ઉચ્ચ સંસ્કારની ભાવનાથી સેવાકાર્યને સારું મહત્ત્વ આપ્યું હતું. તેમના–માર્ગદર્શન નીચે જે સંસ્થાઓ ચાલતી હતી તે બધી સંસ્થાએને કાર્યકુશળતાથી તેમણે સારી લોકપ્રિયતા આપી હતી. સંસ્કાર પ્રતિષ્ઠા કાર્યપ્રગતિ ફેલાવનાર શ્રી બાબુભાઈ તા. ૨૩-૧૦-૧૯૭૬ના દિવસે સ્વર્ગવાસી બન્યા તેમના આદર્શોને શ્રદ્ધાંજલી આપતાં ઈચ્છીએ કે તેઓશ્રીને પ્રભુ શાંતિ આપે. સ્વ. શ્રી ભાવસાર નાતિનકુમાર જયંતિલાલ તલાજીયા ભાવનગરના સંસ્કાર પ્રેમી સજજન ભાવસાર જંયતિભાઈ મુલજીભાઈ તલાજા. જેઓ વ્યવસાય અર્થે મુંબઈમાં વસવાટ કરે છે. તેમના વિશાળ પરિવારના ઉજળા સંસ્કારવારસાને મને મન વંદન કર્યા વગર નથી રહી શકાતું. ભાવનગરમાં વ્યવસ્થિત ઢબે ચાલતી શેઠ શ્રી વિઠ્ઠલદાસ છગનલાલ લેઢાવાળા હોસ્પિટલમાં આરોગ્ય સેવાનું એક અદ્યતન એકમ શરૂ કરવાની જેની લાંબા સમયથી તાતી જરૂરિયાત હતી. આંખ, કાન, ગળાના અને દાંતના રોગોની સારવાર માટેની ઈ. એન. ટી. વર્ડની સુંદર વ્યવસ્થા ઊભી કરવાનું એક સ્વપ્ન અને ખ્યાયેિશ હતી. તેમને સાકાર કરવામાં શેઠ શ્રી જયંતિલાલ ભાવસારે પિતાના યુવાન સ્વર્ગસ્થ પુત્ર નીતિનકુમારની કાયમી ચિરંજીવ સ્મૃતિ રૂપે ઉદાર મને રૂપિયા ૭૫ હજાર જેવી માતામબર રકમનું દાન અર્પણ કયુ. તેમને આ દાનના શ્રી ગણેશ પછી તેને પગલે પગલે અન્યત્ર રૂપિયા સાડા ચાર લાખ જેવી જંગી રકમ એકઠી કરાવી આપી, આ ભાવસાર કુટુંબે ગરીબ આમસમાજના આશીર્વાદ મેળવી ભારે મેટું પુણ્યવંતું કામ કર્યું છે. ગુજરાત રાજયમાં આ વાતાનુકુલ હોસ્પિટલ સૌ પ્રથમ છે. એટલું જ નહીં યોગાનુયોગ કુશળ ડટરની સેવા પ્રાપ્ત કરવામાં પણ સંચાલક સભાગી બન્યા છે. આ વિશિષ્ટ પ્રવૃત્તિના મંડાણુ ( ઉદ્દઘાટન ) સ્વર્ગસ્થ શ્રી નીતિનકુમારના માતુશ્રી ચંદ્રાબહેનના હાથે થયું તે પણ એક નોંધનીય છે. શ્રી ભાનુચંદભાઈ દલીચંદ ગાંધી મૂળ ખુંટવડાના અને પછી ભાવનગરના વતની શ્રી ભાનુવંદભાઈ મુંબઈમાં ૪૦ વર્ષથી વસે છે. શરૂઆતમાં તેમણે જાદવજી નરસીદાસને ત્યાં નેકરી કરી હતી. છેલ્લાં વીસ વર્ષથી તેઓ ચાંદી અને તેલીબિયાને સ્વતંત્ર ધંધે કરે છે. તેમણે ભારતના બધા જ તીર્થોની યાત્રા કરી છે. બુદ્ધિસાગર સમાધિમંદિરમાં તેઓએ અગત્યનું પ્રદાન આપેલું છે. તેઓએ વિજાપુરમાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથની મૂર્તિની પ્રતિષ્ઠા શ્રી સુબોધસાગમહારાજ સાહેબની નિશ્રામાં કરાવી હતી. આ ઉપરાંત નાના મોટા અનેક દાન કરેલા છે. શ્રેયસ્કર મંડળમાં એમને ફાળે અનેરો રહ્યો છે. તેઓ આધુનિક વિચારો ધરાવે છે. એમના બાપુજી પંડિત હતા અને એમને જૈન સંસ્કૃતિ વિષયક ઊંડું જ્ઞાન હતું. ડે. શ્રી ભાઈલાલભાઈ મેહનભાઈ બાવીશી ચૂડા (ઝાલાવાડ) ના વતની અને હાલ ઘણાં વર્ષોથી પાલીતાણામાં તબીબી ક્ષેત્રે પિતાના વ્યવસાય ઉપરાંત પાલીતાણા મેડિકલ એસોસિયેશનના પ્રમુખ છે. ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિયેશનના વર્ષોથી સભ્ય છે. અને સૌરાષ્ટ્ર કાઉન્સીલના સભ્ય છે. ઉપરાંત સામાજિક, ધાર્મિક અને શિક્ષણિક ક્ષેત્રે શક્ય સેવાઓ આપવા હમેશાં પ્રયત્નશીલ રહ્યા છે. શ્રી અખિલ ભારતીય જૈન કવેતામ્બર કોન્ફરન્સની મહાસમિતિ અને કારોબારીના ચૂંટાયેલા સભ્ય છે. પ્રસ્તુત કોન્ફરન્સના ગોહિલવાડ વિભાગના પ્રતિનિધિ છે. “પૂના જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ”ની એલ ઈન્ડિયા કારોબારીના સભ્ય Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy