SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1217
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહગ્રંથ-૨ ૨૬ ૭ બંધ જૈન પાઠશાળાઓમાં તેમની દેણગી અને જાત દેખરેખ રહી છે. પણ તેમને વિશ્વની એક વિરાટ જૈન પાઠશાળા કરવાની મહેચ્છા છે. નવાણુ યાત્રાઓ કરી અનેકવાર ઉપદ્યાન કરાવ્યા. ત્રણવખત ૫૦૦ યાત્રિકોની સ્પેશ્યલ ટ્રેઈન લઈ ગયા, જૈન દેરાસર, ભજનશાળાએ, આયંબિલશાળાઓ, જ્ઞાનમંદિરે, વૃદ્ધાશ્રમ અને નાની મટી અનેક સંસ્થાઓને તેમણે નવપલિત કરી. પ્રતાપી પિતાના આ પ્રતાપી પુત્રે ફળ અને કુટુંબને ઉજજવળ કર્યું. તેમના પુત્રો-પૌત્ર, પુત્રવધૂઓએ પણ મંગલધર્મની પગદંડી ઉપર એજ રાહ અપનાવ્યો છે. સંપત્તિના સ્વામી બનવા છતાં આ પુણ્યશાળી આત્માએ આંગણે આવેલાને હંમેશાં પ્રેમભાવથી આદરસત્કાર કર્યો છે. આવા પુણ્યશાળી આત્માને વંદન કર્યા વગર ૨હી શકાતું નથી. શ્રી ખુશાલભાઈ ખેંગારભાઈ શ્રી ખુશાલભાઈ ખેંગારભાઈ મૂળ કચ્છ-માંડવીના રહેવાસી. કરછમાં જ જન્મ થયો. ત્યાર બાદ મુંબઈ આવ્યા. અભ્યાસમાં મેટ્રીક સુધી તે ન પહોંચ્યા પણ તરત જ પિતાના પિતાની પેઢી– મેસર્સ મેઘજી ભણુની કાં.માં રૂના વેપારમાં જોડાયા. પિતાની કુશળ બુદ્ધિથી રૂમાં સારું એવું જ્ઞાન મેળવ્યું અને શીવરીમાં રૂના દલાલે સારામાં સારા ગણાતા, તેમાં પિતાનું સ્થાન મેળવ્યું. ધંધામાં સારી નામના મેળવી અને આગળ વધતાં મેસર્સ ગીલ કુ. પ્રા. લી. માં પહેલાં ડાયરેક્ટર અને પછી ચેરમેન તરીકે છેવટ સુધી એટલે ૬૦ વર્ષે રીટાયર્ડ થયા ત્યાં સુધી રહ્યાં. હસમુખે ચહેરો અને સ્વભાવને લીધે શીવરીની રૂ બઝારમાં ખૂબ જ કીર્તિ મેળવી. તેમને વધારે રસ ધાર્મિક પ્રવૃત્તિમાં તથા કેળવણીમાં હતા. પોતે સ્થાનકવાસી હતાં. છતાં પણ દેરાવાસીના બધા જ પ્રસંગમાં હાજર હેય. વિલેપારમાં સ્થાનક નહતા. પોતે અપાર મહેનત કરી વિલેપારલેમાં સ્થાનક સ્થાપ્યું. તે સ્થાનકના હેલ માટે પોતે પોતાની માતાના નામે સારી એવી રકમ આપી. વર્ષો સુધી સ્થાનકના પ્રમુખસ્થાને પણ રહ્યા. વળી તેમણે વિલેપારલેમાં કેળવણી મંડળ સ્થાપ્યું. પોતે શરૂઆતથી જ પ્રમુખ રહ્યાં. આજે વિલેપારલેમાં કેળવણી મંડળ હસ્તક ચાલતાં સ્કૂલ, મીઠીબાઈ કોલેજ, ભાઈદાસ સભાગૃહ-નરશી મનજી કોલેજ, લો કોલેજ, વિગેરે ચાલે છે. વિલેપારલે કેળવણી મંડળને વિકાસ તરફ આગેકૂચ કરાવવામાં તેમને હિસ્સે • અપાર છે. માત્ર મુંબઈમાં જ નહીં પણ પિતાના માદરે વતન કચ્છને પણ તેઓ ભૂલ્યાં નથી. દુષ્કાળમાં ખૂબજ પ્રયત્ન કરી મુંબઈમાંથી પિતાની લાગવગ વાપરી, ફંડ ભેગું કરી કચ્છ મોકલ્યું. પિતાના જૈન ગુર્જ૨ ભાઈઓ માટે એક સમાજ ૨. વર્ષો સુધી તેમનાં પ્રમુખ સ્થાને રહ્યા. ઉપરાંત વિલેપારલેમાં નાગરિક સમિતિમાં પ્રમુખ તરીકે રહી સારામાં સારી સેવા કરી. નાણાવટી હોસ્પિટલ, જૈન કિલનિક અને બીજી અનેક સંસ્થાઓના ટ્રસ્ટીપદે હતાં. પતે સ્વભાવે આનંદી અને ખુશમિજાજી હવાથી બધાને પ્રિય થઈ પડતાં. એમની હાજરી જ પ્રસન્નતા બક્ષતી. શ્રી ગુલાબચંદ લાલચંદ સિત્તર વર્ષથી મુંબઈસ્થિત શ્રી ગુલાબચંદભાઈ મૂળ જામનગરના વતની હતા. કટાસણ દેરાસરમાં તેમને યશસ્વી ફાળા છે. તેમના ચાર સુપુત્રો જુદા જુદા ક્ષેત્રે તેમને વારસો સંભાળી રહ્યા છે. શ્રી ગુલાબચંદભાઈના ધર્મપત્ની શ્રી જયાબહેન ગુલાબચંદનું ૪ વર્ષ પહેલાં ૧૯૮૧માં મે માસમાં દુઃખદ અવસાન થયું છે. શ્રી ગુલાબચંદભાઈએ ભારતના બધા જ તીર્થોની યાત્રા કરેલી અને ભોયણુથી પાછા ફરતાં યાત્રામાં જ રસ્તામાં જીવનયાત્રા સમાપ્ત થતાં તેમનું જીવન અને મૃત્યુ ધન્ય થઈ ગયા. શ્રી ગીરધરલાલ જી. પંચમિયા સૌરાષ્ટ્રના જેતપુરના વતની શ્રી ગીધુભાઈ ૩૫ વર્ષની નાની વયમાં મુંબઈ બજારમાં પોતાની શક્તિથી આગવું માન મેળવી શક્યા છે. ઈ. સ. ૧૯૪૨માં શાળાકીય અભ્યાસ પૂરે કરી મુંબઈ આવ્યા અને ૧૮ વર્ષની ઉંમરે “ યુનાઈટેડ ઓપ્ટીકલ સ્ટોર માં સેસમેન તરીકે નોકરીની શરૂઆત કરી. વ્યાવસાયિક સૂઝ અને અનુભવના ભાથા સાથે શ્રી ગીધુભાઈએ મિ. બચુભાઈ અને મિ. કોઠારી સાથે ભાગીદારીમાં ધંધો ઈ. સ. ૧૯૬૩માં શરૂ કર્યો. ટૂંક સમયમાં જ “પી. ટી. કે. કોર્પોરેશન” જથ્થાબંધ વેપારીની ગણનાઓમાં આગવું સ્થાન મેળવી શક્યું. અને માલિક પિતાની જવાબદારી સાથે એકટની વસ્તુઓ તૈયાર કરી ચશ્માના સાધનોને ટૂંક સમયમાં જ બધે સ્થાન આપી શક્યા, જે ગુણવત્તાની ખાતરી આપે છે. શ્રી ગીધુભાઈ ગુપ્તદાનમાં માને છે. સ્વ. શ્રી ગોરધનદાસ દેવચંદ ધામી શ્રી સિદ્ધક્ષેત્ર પાલિતાણાની પવિત્ર ધરતીમાં ધામી દેવચંદભાઈને ત્યાં, ગુલાબબહેનની કુક્ષીએ જનમેલા સ્વ. શ્રી. ગોરધનદાસ દેવચંદ ધામીને પરિચય કરાવતા આનંદ થાય છે. સ્વ. ગોરધનભાઈએ પ્રાથમિક પાંચ ધોરણને અભ્યાસ કરી. કુટુંબને મદદરૂપ થવા બીડી વાળવાના કામનો પ્રારંભ કર્યો હતો. આપબળે અને વેપારી કુનેહથી તમાકુને ધંધે ચાલુ કર્યો અને મક્કમ પગલે આગળ વધ્યા હતા. નાની ઉંમરમાં સંવત ૧૯૯૦માં વલ્લભીપુરમાં બેચર કાનજીને ત્યાં કાંતાબહેન સાથે લગ્ન થયા અને એ પછી પિતાના Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy