SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1207
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ સંગ્રહગ્રંથ-૨ ૨૫૭ ઉમરશીભાઈ કે. પોલડીયા શ્રી ઉજમશી નાનચંદ શાહ દાનધર્મ અને જૈનશાસન સેવાને ક્ષેત્રે છેલ્લા પાંચ દાયકાથી અવિરતપણે અનન્ય સેવાભાવે કામ કરી રહેલા શ્રી ઉમરશીભાઈ કચ્છી સમાજમાં આગેવાન વ્યક્તિઓમાંના એક છે. સૌરાષ્ટ્રના બોટાદ ગામમાં શ્રી ઉજમશીભાઈને જન્મ થયો હતો. સંસ્કારી પરિવારમાં તેમને ઉછેર થયો. બીજી અંગ્રેજી સુધી જ અભ્યાસ પણ પિતાની કાર્ય કુશળતા અને વ્યાપાર ધંધામાં પિતાની આગવી સૂઝને કારણે મુંબઈમાં આજે આગેવાની ધરાવતી પેઢીનું સંચાલન કરી રહ્યાં છે. તેમના વડીલ મટાભાઈની પ્રેરણુ અને લાગણીથી મુંબઈમાં ૧૯૮ માં તેમનું આગમન થયું. શરૂઆત નોકરીથી કરી. અઢાર વર્ષ નોકરી કર્યા પછી એ અનુભવને કસોટીએ ચડાવી જવેરાતને ધંધામાં મન લગાવ્યું વ્યાપારી સમાજમાં એક પ્રતિષ્ઠિત વેપારી તરીકે પંકાયા. ચડતી પડતીને પણ અનેક પ્રસંગે તેમણે અનુભવ્યા અને જીવનના તાણાવાણુ વચ્ચે પણ અડગ શ્રદ્ધા અને હિંમતથી ધમના કેટલાંક ચોક્કસ સિદ્ધાંતને સતતપણે વળગી રહ્યા. બીજાના દુઃખે દુઃખી થવાની તેમની ભાવના ખરેખર પ્રશંસાપાત્ર છે. ધાર્મિક અને સામાજિક પ્રકૃતિના નાના મોટા ફંડફાળાઓમાં તેમને હિસ્સો હોય જ. સ્વરાજય આદોલની વખતોવખતની રાષ્ટ્રીય ચળવળમાં તેમણે આગેવાની ભર્યો ભાગ ભજવ્યો હતો. રાષ્ટ્ર સેવા એમને હૈયે વસેલી હતી. કાળી ગરીબી વચ્ચે એમને ઉછેર થયો. સંઘર્ષ અને અનેક તાણવામાંથી પોતે પસાર થયા. શૈક્ષણિક રીતે બિલકુલ અભ્યાસ ન હોવા છતાં સ્વયંસૂઝ અને આપબળે જીવનમાં આગળ વધ્યા અને શ્રી ખીમજીભાઈ ભુજપુરીયાની પ્રેરણાથી જાહેર સેવાના કામની દીક્ષા લીધી. કેટલાંક મૂલ્યોને બચપણથી જીવનમાં સ્વીકારેલો એટલે રેશનીંગના વ્યવસાયમાં પડેલા પણ તેમાં મન ન માન્યું. અને કાપડ લાઈનમાં-ધંધાદારી ક્ષેત્રે પુરુષાર્થ કરી પ્રગતિ સાધી. બધાજ ગચ્છના આચાર્યોના સંપર્ક માં પણ આવતાં રહ્યા. મંગલધર્મના તાત્વિક મૂલ્યો ને પણ જીવનમાં પચાવ્યા. ભાવાના લગભગ બધા જ જૈન તીર્થોની યાત્રાઓ કરી. સજોડે અઠ્ઠાઈઓ કરી વષતપ કર્યા. તેમનું નિવાસસ્થાન સાધુ-સાધ્વીઓ માટેનું તથા અન્ય માંગલિક કર્મો માટે ધર્મસ્થાન બની ગયું. આજે સીત્તેર વર્ષની ઉંમરે પણ તેઓ શ્રી તન-મન-ધનથી અનેક સંસ્થાઓને પ્રેરણા અને માર્ગદર્શન આપતાં રહ્યા છે. મેઘજી સોપાલ જૈન આશ્રમ માંડવી કચ્છમાં ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. કચ્છમાં તૈયાર થઈ રહેલા નૂતન જિનાલયમાં, કચ્છી જૈન ધર્મશાળામાં, દેવલાલીમાં અને બીજી અનેક જગ્યાએ તેમના નાનામોટા દાનની સરવાણી વહેતી જ રહી છે. તેમના પરિવારમાં આજે પણ નાની મોટી તપશ્ચર્યાઓ ચાલુ જ છે. ભૂતકાળમાં પોતે રીટેઈલ ગેઈન ડીલર્સ ઓસીએશન માટુંગાના સહસ્ત્રફળા પાર્શ્વનાથ જૈન મંદિર, જૈન સેવા મંડળ લાલબાગ વગેરેમાં ટ્રસ્ટી તરીકે સેવા આપેલી. અને આજે પણ એ જ ઉત્સાહથી આ નીચેની સંસ્થાઓમાં પિતાની સેવા આપી રહ્યા છે. શ્રી સી.વી. એ. ડી. જે. મહાજનના ચેરમેન તરીકે, અને ટ્રસ્ટી તરીકે જીવરાજ ભાણજી સ્મારક ફંડ બોમ્બેના ટ્રસ્ટી તરીકે, શ્રી. સી. વી. એ. ડી. જૈન બોડીગ–માટુંગાના ટ્રસ્ટી તરીકે અને આર્ય રક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ મુંબઈના ટ્રસ્ટી તરીકે, શ્રી પાર્લા-જુહુ જૈન સંઘના ટ્રસ્ટી તરીકે તેમની સેવાઓ પ્રશંસનીય બની છે. ધણું જ ઉમદા સ્વભાવને શ્રી ઉમરશીભાઈ, જૈનશાસન ધમ અને કેળવણીના ક્ષેત્રે ગૌરવશાળી સેવા આપી રહ્યા છે. એલ ઈન્ડિયા જેન કોન્ફરન્સમાં અને બીજી ઘણી કમિટિઓમાં માનવંતુ સ્થાન ભોગવે છે. ધંધામાં પ્રિન્ટીગ મશીનરીના કામમાં પણ સારી એવી અનુકૂળતા અને પ્રગતિ સાધી છે. મુંબઈમાં ધાર્મિક પ્રવૃત્તિમાં તેઓશ્રી આગળ પડતો ભાગ ભજવે છે. ખાસ કરીને ગોડીજી સ્નાત્ર મંડળના તેઓશ્રી પ્રમુખ છે. બોટાદમાં ચુનિલાલ કેશવલાલ વિદ્યાર્થી ગૃહના સક્રિય કાર્યકર તરીકે સેવા આપી રહ્યા છે. શંખેશ્વર પાર્શ્વનાથના જિનાલયમાં ટ્રસ્ટી તરીકેનું સ્થાન શોભાવેલ છે. ઘોઘારી સમાજના દરેક નાનામોટા પ્રસંગોમાં તેમની હાજરી અને માર્ગ દર્શન અચૂક હોય જ. તેમના ધન્ય જીવનની અને કુટુંબને યશકલગી સમાન સુંદર ઘટના જે કોઈ હોય તો તે એ છે કે તેમની ત્રણ પુત્રીઓએ સંસારના માયાવી પડળને ફગાવી દઈ સાધવીપણાની દીક્ષા અંગીકાર કરી જૈન ધર્મ અને શાસનની સારી એવી શોભા વધારી છે. શ્રી કપુરચંદ રાયશી શાહ સૌરાષ્ટ્રના જામનગરના ડબાસંગના વતની. મેટ્રીક સુધીનો અભ્યાસ. વિદ્યાભ્યાસ દરમિયાન સામાજિક પ્રવૃત્તિઓ, લાઈબ્રેરી, ગૌશાળા વગેરેમાં રસ લીધે. ૧૯૬૨ થી ૧૮૬૫ સુધી કાચીન ખાતે એકસ્પોટ ઈમ્પોર્ટનું સફળ સંચાલન કર્યું. ત્યારબાદ ૧૯૬૫માં મુંબઈની પેઢીમાં મોટાભાઈનું એકિસડન્ટથી અવસાન થતા મુંબઈ આવવું પડ્યું. મુંબઈની પેઢીનું સંચાલન કર્યું, દરમિયાન ગુજરાતમાં Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy