SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1206
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ જૈનરત્નચિંતામણિ શ્રી અમૃતલાલ જગજીવન શાહ શ્રી અમરચંદ માવજીભાઈ શાહ એમની જીવન પ્રક્રિયાના અવલોકન ઉપરથી લાગ્યું છે કે એમણે પોતાના જીવનને ચરિતાર્થ કરવા માટે ચાર બાબતને પિતાના જીવન સૂત્રો તરીકે સ્વીકાર કર્યો હતો. આ સ્ત્રી હતા : ૧ જીવદયા પ્રત્યેની ઉત્કટ વૃત્તિ અને પ્રવૃત્તિ ૨ તીર્થભક્તિ–ઉત્કંઠા ૩ ઉડી સાહિત્યપ્રીતિ ૮ વ્યાન થયેલા તરફ સક્રિય રુચિ વદયા અને પ્રાણુરક્ષાની ભાવનાથી પ્રેરાઈને એમણે મુંબઈની શ્રી જીવદયા મંડળીમાં તથા અન્ય સંસ્થાઓમાં રહીને મૂંગા નિર્દોષ જીવોને બચાવવાની જે નિઠાભરી કામગીરી બાવી છે તેને જે તે સંસ્થાઓના સંચાલકો આજે પણ કૃતજ્ઞતાપૂર્વક યાદ કરે છે. મુરબી શ્રી અમૃતલાલભાઈ ૧૬ વર્ષની ઉંમરે મુંબઈ આવ્યા અને વિમા વ્યવસાય ક્ષેત્રે પિતાની કારકિર્દીની શરૂઆત કરી. વખત જતાં ઉત્તરે ત્તર પ્રગતિ સાધીને અમેરિકાની બે પ્રખ્યાત વિમા કંપનીઓ સાથે જોડાઈને અનેક સફળતા મેળવી. તેઓ યુનાઇટેડ ઇન્ડિયા, ફાયર એન્ડ જનરલ વિમા કંપનીની મુંબઈ શાખાના વડા નિમય!. એક પ્રમાણિક તથા કુશળ વહીવટકર્તા તરીકે તેમની નારને વધી. વિમા વ્યવસાયની કાર્યવાહી દરમિયાન તેઓ એ જૈન સમાજના ઘણાં યુવાને ભાઈઓને વિમા વ્યવસાયમાં ને કરી અપાવી અને આગળ પ્રગતિ માટે પ્રોત્સાહન આપ્યું. આ ઉપરાંત મુંબઈની મચ્છુ કાંઠાની જૈન વિશા શ્રી માળી જ્ઞાતિના મંડળના પ્રમુખ થયા અને ઘણાં વર્ષો સુધી અગ્રગણ્ય કાર્યકર્તા તરીકે સમાજસેવાના કાર્યમાં સક્રિય રહ્યા. તેઓશ્રીની જીવન નેધ એક આદર્શ શ્રેષ્ઠીવર્યની ઝાંખી કરાવે છે. શ્રી અરિહંત પ્રકાશન પણ તેઓને દીર્ધાયુષ્ય ઈચ્છે છે અને તેઓ હજુ વધુ ધાર્મિક કાર્યો કરે એવી શુભેચ્છા વ્યક્ત કરે છે. | શ્રી ઉપેન્દ્રભાઈ પીતામ્બરદાસ દેશી | તીર્થ ભક્તિ અને તાળવૃજ તીર્થ તળાજને જીર્ણોદ્ધાર કરવાની એમની તમને તે બીજાઓ માટે દાખલારૂપ બની રહે એવી છે. અને કેવળ આવી તમન્ના સેવાને સંતોષ ન માનતા તળાજા તીર્થના ઉદ્ધાર માટેનું ભંડોળ ભેગું કરવા એમણે તીર્થોદ્ધારના કાર્યોમાં રૂા. ૨૫૧, બસ એકવન નેધાવીને એ મહાન કાર્યમાં એક “ઇટ ” મુકવાના યશના ભાગી થવાની જે યોજના ઘડી કાઢી હતી. એને લીધે તળાજા તીર્થને સહેલાઈથી જીર્ણોદ્ધાર થઈ શકયો હતો. એટલું જ નહિ, બીજાએ! પણ આ યોજનાનું અનુકરણ કરવા પ્રેરાયા હતા. સાહિત્ય વાંચન તથા સર્જન રૂપે તેમજ કેટલીકવાર કાર્યોની રચના રૂપે પણ એમની સાહિત્ય રુચિ અભિવ્યક્ત થતી હતી. આ નાની સરખી પુસ્તિકા “અમર સાધના” પણ એમની સાહિત્ય પ્રીતિની સાક્ષી પૂરે છે. અને “યાન ગ” તરફની એમની રુચિ અને પ્રવૃત્તિને એના માટે જીવનરસ જેવી મહત્ત્વની બની રહી છે અને અત્યારે ઉપ વષે જેટલી વૃદ્ધ અને નિવૃત્ત વયે આ ગ જ એમને માટે મુખ્ય સહાયરૂપ બની રહ્યો છે. શ્રી અમરચંદભાઈ પાનાચંદભાઈ કામદાર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વતની શ્રી ઉપેન્દ્રભાઈ પીતામ્બરદાસ દોશી એ S. S. C. સુધીનો અભ્યાસ બાદ ૧૯૬૯ માં પોતાની ધંધાકીય કારકિર્દીની શરૂઆત કરી. ૩૧ વર્ષના શ્રી ઉપેન્દ્રભાઈ કોંગ્રેસ આઈના સક્રિય કાર્યકર છે અને મુંબઈમાં વ્યવસાયી પ્રવૃત્તિ ઉપરાંત રાજકીય, સામાજિક અને શિક્ષણિક ક્ષેત્રે સક્રિય કામગીરી બજાવી રહ્યા છે. શંખેશ્વર અને મહુડી તીર્થની યાત્રાએ એમની જીવનયાત્રામાં પ્રેરણું બળ પૂરું પાડયું. તેમને જીવનમાં તેમના પરમપૂજ્ય પિતાશ્રી અને ઇંદિરાગાંધીને વિચારેએ અગત્યનો ભાગ ભજવ્યો છે. તેઓ ગુપ્તદાનના હિમાયતી છે. હાલમાં તેઓ પેકીંગ મટીરીયલ, ડાઈઝ તથા કેમિકલને વ્યવસાય સંભાળે છે તથા ભવિષ્યમાં તેને વિકસાવવાની ઈચ્છા ધરાવે છે. તેમને સામાજિક કાર્યો, વાંચન અને રમત-ગમતને શોખ છે. મૂળ વતન રાણીગામ. વેપાર અથે જેસર આવ્યા બાદ પિતાની કોઠા સુઝ, બુદ્ધિ ચાતુરી તેમજ કુનેહના કારણે ભાવનગર મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીની સાથે નિકટને સંબંધ ધરાવતા હતા. જેસરને કમભૂમિ બનાવી ગામના વિકાસમાં સારા રસ ધરાવતા હતા. ભાવનગર જિલ્લામાં જૈન સમાજમાં આગવું સ્થાન ધરાવતા હતા. એકાગ્રતા જેવા મહત્વના ગુણને કારણે જ તેઓ પ્રગતિ કરી શક્યા છે. મુંબઈના Dharavi એરિયાની પ્રગતિ અને ઉત્થાન માટે તેઓ વિવિધ સામાજિક સંસ્થાઓના વાઈસ પ્રેસીડેન્ટ અને સક્રિય સભ્ય રહી ચૂક્યા છે. લોકસભાની ચૂંટણીઓ વખતે વખતોવખત કેસ આઈના ઉમેદવાર વતી પ્રચાર કાર્ય કરેલ છે. ગરીબ અને નિરાધારને, ઋષ્ણુ લોકોને તેઓ આર્થિક ઉપરાંત અનેક રીતે સહાય કરતા રહ્યા છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy