________________
૨૫૮
જેનરનચિંતામણ
કોઈ સ્થળે મિલ કરવાનો વિચાર આવતાં ભાવનગરમાં ૧૯૬૭માં કોપરાની મિલ કરી ગુજરાતમાં કોપરેલ તેલનું ઉત્પાદન કરતી. આ એક જ મિલ હતી. ભાવનગરમાં અનુકૂળ વાતાવરણ ન જણાતાં છેવટે મુંબઈમાં સ્થિર થયા છે. સ્વભાવે ઘણીજ ઉદાર અને પરગજુ છે. ૧૯૭રથી પ્લાસ્ટીક લાઈનમાં મુલુંડ મુંબઈ ખાતે છે.
શ્રી કાંતિલાલ ન્યાલચંદ કંઠારી ઝાલાવાડમાં અનેક સ્થળે ધર્મની પરબ માંડનાર શ્રી કાંતિલાલભાઈને જન્મ ઈ. સ. ૧૯૩૧માં ધ્રાંગધ્રા મુકામે થયો હતો. માતુશ્રી સરજબેનના ધાર્મિક સંસ્કાર અને પિતાશ્રી ન્યાલચંદભાઈની પ્રેરણાથી કાંતિલાલભાઈમાં તેજસ્વી કારકિર્દીનું ઘડતર થતું રહ્યું. માત્ર ૧૮ વર્ષની નાની વયે “મે. ડી. ટી. શાહ ની કાં” સ્થાપી અને તેને બરાબર ચલાવી. પિતાની શક્તિને પરિચય કરાવ્યો. ૩૬ વર્ષની વયે તેમણે “સેનીટરીવેર્સ' અને ટાઈટસને ધંધો શરૂ કર્યો. ધંધાની બહુવિધતાં છતાં સમગ્ર સંચાલન કુશળ રીતે કરી બાહોશ
વ્યવસાયકાર બની શક્યા છે. સામાજિક, રાજકીય, ધંધાકીય દરેક કાર્યોમાં સફળતા પામેલા શ્રી કાંતિભાઈએ ધમપત્નીના અવસાનથી આધ્યાત્મિક કાર્યો તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું.
ધર્મ આનંદ આપે છે. દરેક ધર્મ સંપ્રદાયો સારા જીવનને રાહ બતાવે છે. બધા જ યુગ પ્રવર્તક ધર્મપુરુષોએ માનવજાતને શાંતિને અને સુખને ઉત્તમ માર્ગ બતાવ્યો. અને તેથી જ દરેક ધર્મ, માંથી સારું તત્વ આપણે સ્વીકારીએ અને સર્વ ધર્મ સમભાવ કેળવીએ એમ શ્રી કાંતિભાઈ દઢપણે માને છે. વધુમાં શ્રી કોઠારી એમ પણ માને છે કે પિતાને જ ધમ સાચો છે એવા સંકુચિત
ખ્યાલમાંથી જે બહાર આવશે તો જ વિરાટ બ્રહ્મામાંડના સર્જનહાર દેવાધિદેવના દર્શન જરૂર પામી શકશું. શ્રી કોઠારી સ્પષ્ટપણે માને છે કે જીવીએ ત્યાં સુધી આ બે હાથે સૌનું ભલું કરતાં રહીએ. પરમાત્માનું કદી વિસ્મરણ ન થાય તેવા ખરા ભાવથી સાચી ચેતના જગાવતા રહીએ. લેકની ભલાઈમાં જ ઈશ્વરનું દર્શન કરતાં રહીએ. ધર્મસાધનામાં ખોવાઈ જઈએ, સૌનું ભલું કરવામાં આપણે શુન્ય બની જઈએ તો આપણું ભાવિ ઘણું જ ઊજળું છે, એમ શ્રી કોઠારી દૃઢપણે માને છે.
શ્રી કાંતિલાલ. પી. શાહ ઈન્ટર આર્ટસ સુધી અભ્યાસ, પણ પિતાની તીવ્ર બુદ્ધિમતાને કારણે ધંધામાં અને જાહેર જીવનમાં યશસ્વી સિદ્ધિઓ હાંસલ કરી છે. ૧૯૨૭માં મુંબઈ ખાતે શિપિંગ એજન્ટસ તરીકેની જીવનની કારકિર્દીની શરૂઆત કરી. ૧૯૩૮માં જામનગર ખાતે આ જ ધંધે શરૂ કર્યો. હૈયાઉકલત અને કુશળતાથી ધંધાને વિકાશ થયો અને એ લાઈનમાં સારી ખ્યાતિ મેળવી.
જામનગર ચેમ્બર ઓફ કોમર્સ જામનગર બાહકન છે. બારી.
અને જામનગર પી. એન્ડ. ટી. વર્કર્સ યુનિયનના પ્રમુખ તરીકેની એમની સેવાઓ જાણીતી છે. ન્યુ દિલ્હી સેન્ટ્રલ એક્ષપર્ટ પ્રમોશન એડવાઈઝરી કાઉન્સિલ લાઈફ ઈ-મ્યુ. કોર્પોરેશનના વેસ્ટર્ન ઝોનના ઝોનલ એડવાઈઝરી બેડી, હાલાર વિકાસ તથા કેળવણી બેર્ડ અને રાજકોટ વિભાગના આર. ટી. એ. ના સભ્ય તરીકે રહીને સારી કામગીરી બજાવી છે. સૌરાષ્ટ્ર સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ કે. ઓપરેટીવ બેંક અલિયાબાડા, વિદ્યામંડળ વગેરેના ચેરમેન પદે નિષ્ઠાથી કામ કર્યું છે. ૧૯૫૭માં મુંબઈ વિધાનસભામાં સભ્ય તરીકે ચૂંટાયા હતા. હાલમાં ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના ચેરમેન તરીકે ઘણી જ ઉમદા સેવા બજાવી. તેઓશ્રી જામનગરનું સૌરાષ્ટ્રનું અને ગુજરાતનું ગૌરવ છે.
સ્વ. શ્રી ડે. કીર્તિલાલ મલચંદ ભણશાલી
સૌમ્ય અને વિનમ્ર સ્વભાવી, ઉદાર, સેવા પરાયણ અને કર્તવ્યનિષ્ઠ વ્યક્તિત્વના દર્શન કરાવી જનાર . શ્રી કીર્તિલાલ ભણુશાલી મૂળ ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના વતની હતા. બચપણથી જ પુરુષાર્થ અને પ્રમાણિકતાને પ્રાધાન્ય આપી, ભાવનગરમાં મેટ્રીકને અભ્યાસ પૂરો કરી, જીવનમાં કાંઈક કરી છૂટવાના મનસુબા સાથે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા મુંબઈ અને તે પછી મેડીકલ ક્ષેત્રની બધીજ પરીક્ષાઓ લંડનમાં યશસ્વી રીતે પાસ કરી. ૨૬ વર્ષની નાની વયે એમ. ડી.ની ડીગ્રી પ્રાપ્ત કરીને ૧૯૪૦માં મુંબઈમાં સૌ પ્રથમ ફીજીશીયન અને તે પછી હાટસ્પેશ્યાલીસ્ટ તરીકેની પ્રેક્ટીસ શરૂ કરી જીવનની કારકિર્દીના મંડાણ કર્યા. પણ ધર્મ અને શિક્ષણસેવા પર તેમનું મન હમેશા ખેંચાયા કર્યું. સમાજના પીડીત માનવબંધુઓ તરફ અનન્ય લાગણી અને પ્રેમ હતો તેથી કોઈ પણ કામ આવી પડે ત્યારે ઉદારતાપૂર્વકની એમની અભિરુચિ સોળે કળાએ ખીલી ઊઠી. જીવન કારકિર્દીના પ્રથમ પગથિયેથી જ તેમની આવી સદ્દભાવનાથી તેઓ હજારેના મનમંદિરમાં અંકિત થઈ ચૂક્યા હતા.
સાધુ, સંતે એને મુનિવર્યોની સેવા–વૈયાવચ્ચ “ ગુરભક્તિ માટેની તેમની પ્રબળ જિજ્ઞાસા, તેમના કાર્યરત છવનમાં ઝળકતા તેજસ્વી કિરણ બની રહ્યાં. પરમ પૂજ્ય શ્રી હંસવિજયજી મહારાજ શ્રી પાસેથી જૈન ધર્મનું તેમણે શિક્ષણ લીધું-ધાર્મિક પરીક્ષા પાસ કરી, બહાળા જન સમૂહને અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા તેમની સેવા મળી. શિક્ષણ ક્ષેત્રે પણ તેમને એટલેજ અનન્ય પ્રેમ. લાયક વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ માટે બધી જ યોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે તેમણે અથાગ પ્રયત્ન કર્યા. તેમની આગવી પ્રતિભાનું ઓજસ સમાજની અનેક બહુમુખી પ્રવૃત્તિઓમાં ઝળકી ઊઠયું. ચોગરદમ સેવાજીવનની મધમધતી સુવાસ પ્રસરાવી ૧૯૭રના નવેમ્બરમાં ૫૮ વર્ષે આ દુનિયામાંથી વિદાય લીધી. પણ વિવિધ ક્ષેત્રે તેમણે આપેલી નિઃસ્વાર્થ સેવાઓ આજે પણ જીવંત ભાસે છે. ડ. શ્રી ભણશાલી યશસ્વી જીવન
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org