SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1187
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મની દષ્ટિએ અહિંસાનું મહત્ત્વ અહિંસાની ઉપાદેયતા ‘ અનર્થાને કરી દૂર, ઉન્નતિ નિત્ય જે કરે; શ્રેય : સાધન તે ધર્મ, માન્ય છે લેાકમાં બધે.’ સર્વ અનર્થાને દૂર કરી, જીવાના અભ્યુદય કરનારું જે શ્રેય : સાધન તે ધમ કહેવાય છે. લેાકમાં તે સત્ર સને માન્ય છે. આવા શ્રેય સાધનરૂપ ધર્મનુ પરમ તત્ત્વ અહિંસા છે. ‘શાશ્વત સુખનેા માર્ગ, ઉત્તમ તત્ત્વ ધર્મનું; પક્ષપાત વિના સૌને, અહિ’સા માન્ય છે જગે, · અહિ'સાજ શાશ્વત સુખના માર્ગ છે, ધર્મનુ' ઉત્તમ તત્ત્વ છે’–એ જંગતના સર્વ ધર્મ સંસ્થાપકા તથા ધર્માચાર્યાને નિવિવાદ સ્વીકાય છે. તેથી જ : છે સ્વીકારી અહિંસાને, એકવા અન્ય રૂપમાં; વિશ્વના સર્વ ધર્માએ, વિશ્વકલ્યાણ હેતુથી. ’ વિશ્વના સ ધર્માએ, વિશ્વકલ્યાણને માટે એક કે બીજા સ્વરૂપે અહિંસાને સ્વીકારી છે. જુદી જુદી રીતે અહિંસાનુ પ્રતિપાદન બધા ધર્મોમાં મળે છે, પરંતુ ‘સૂક્ષ્મ રીતે નિરૂપી છે, અહિં સા શ્રીજિનેશ્વરે; વિશેષ સર્વ ધર્મોથી, માની તેને મહત્ત્વની, ’ શુદ્ધ અહિ'સાનું સૂક્ષ્મ રીતે નિરૂપણું શ્રી જિનેશ્વર ભગવતાએ જ કરેલું છે, કારણ કે બીજા સત્યાદિ ધર્મો કરતાં તેનું મહત્ત્વ વિશેષ છે. કહ્યું પણ છે કે ઃ ‘વ્રતપ’ચકમાં મુખ્ય, અહિં‘સામાક્ષમાં; કરનારુ મનઃ શુદ્ધિ, શ્રેષ્ઠ સેાપાન જાણવું. ' અર્થાત્ હિંસા, અસત્ય, ચારી, મથુન અને પરિગ્રહથી મન, વચન, કાયા વડે નિવૃત્ત થવું તે વ્રત કહેવાય છે. ક્રમશઃ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચય અને અપરિગ્રહ એ નામેાથી પ્રસિદ્ધ છે. તે પાંચ તેમાં અહિંસા મુખ્ય છે. અહિ‘સા જ ચિત્તશુદ્ધ કરનારુ મેાક્ષમાર્ગનું પ્રથમ સાપાન છે. · જેમ જેમ અહિ'સાની, ક્રમે આરાધના વધે; તેમ તેમ લહે જીવા, સામ્યથી મેાક્ષના સુખા. જેમ જેમ અહિંસાની આરાધના ક્રમે ક્રમે વધતી જાય છે તેમ તેમ સમભાવ પણ વધતા જાય છે અને અહિંસાની Jain Education International —કુમારી ઉષા પરમાનંદ શેઠ પૂર્ણ આરાધનાથી જ જીવાને અંતે સામ્ય વડે મેાક્ષસુખની પ્રાપ્તિ થાય છે. તેથી, ૮ અહિંસા એ ખરા ધર્મ, કહ્યો છે વિશ્વદશિ એ; તે રહસ્ય, પ્રકાશાથે, વ્રતાદિ વિસ્તરા બધા. ' સજ્ઞ, સદશી જિનેશ્વર ભગવતાએ પ્રરુપેલા ખા ધમ અહિ'સા જ છે તે રહસ્ય સમજાવવા માટે આગમામાં શેષ વ્રતાનું વિશદ વર્ણન કરવામાં આવ્યું છે, તે બધામાં પણ અહિીંસા જ મુખ્ય છે કારણકે જ્યારે અહિંસા નહિ ઘટે ત્યારે બાકીના સત્યાદિ તેા પણ ઊડી જશે. સમરત ઉત્તરગુણા પણ અહિંસાના આશ્રયે રહેલા છે. માટે આત્મકલ્યાણને અર્થે, આ લેાક પરલાકમાં; અહિંસા-ધમ ને ભવ્યા ! સ્વીકારેા ભાવથી સદા.’ હે ભવ્ય જીવા ! આ લેાક અને પરલેાકમાં આત્મકલ્યાણને જિનેશ્વર ભગવંતાએ નિરૂપેલા અહિંસા – ધ ને માટે ભાવથી સ્વીકારા. જિનભાષિત અહિંસા શ્રી જિનેશ્વરાએ કષાયાદિ પ્રમાદને વશ માનસિક વાચિક-કાયિક પ્રવૃત્તિથી કરાતા પ્રાણના નાશને હિંસા કહી છે. તે હિ'સા નરકનું દ્વાર તથા ઉત્તમ ક્ષમાદિક ધર્મવૃક્ષને છેઠવા કુઠાર સમાન છે. તે તપ, યમ, સમાધિ અને ધ્યાનાધ્યેયનાદિનો નાશ કરનારી–મહાન અનર્થકારણી છે. દુઃખ, શાક, ભય, દુર્ભાગ્યાદિ સમસ્ત પાપકમેર્માનું મૂળ હિંસા જ છે. તેથી જિનાગમમાં હિંસાના સર્વથા નિષેધ કરવામાં આવ્યા છે. જ્યારે અન્યમામાં કયાંક અહં’સાનું તા કાંક હિ સાનુ` સ્વેચ્છાપૂર્વક ઉન્મત્તની જેમ સમ ન કરવામાં આવ્યુ છે, કારણ કે શુદ્ધ આહુ સાનુ તાત્ત્વિક પ્રતિપાદન સ્યાદ્વાદ શૈલી વિના શકય નથી. અહિ’સાનુ... અવિરોધી પ્રતિપાદન કરતાં સૌ પ્રથમ શ્રી જિનેશ્વર ભગવતાએ હિંસાના સરંભ, સમારભ અને આરંભથી થતાં ત્રણ ભેદના મન, વચન, કાયના ત્રણ યાગાથી ગુણાકાર કરતાં થતા નવ ભેદોન કૃત, કારિત, અનુમેાદનાથી ગુણતાં ર૭ ભેદ થાય છે. તેને ફરી કોધ, માન, માયા અને લાભ એ ચાર કષાયાથી ગુણી ૧૦૮ ભેદ કરી, તેને અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સજવલન એ ચાર કષાયેાના ઉત્તર ભેઢાથી ગુણી કુલ ૪૩૨ ભેદ (હિંસાના ) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy