SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1063
Loading...
Download File
Download File
Page Text
________________ સ સ ગ્રહગ્ર થ—ર જાણે ગિરિરાજને વંદના કરતા હતા. તરંગાના ગજારવ જાણે મહિમા ગાતા હતા. સમય જતાં બે મહારથીઓએ છૂટા પડવાના સંકેત કર્યા હોય એમ સાગર ખીજી દિશામાં ખસતા ગયા અને શત્રુજય વિષ્ણુકુમાર મુનિની જેમ વિરાટ રૂપ સ`કેલતા પાદલિપ્તપુર આવીને વિરામ પામ્યા. જૈન સાહિત્યમાં આ તીર્થના મહિમા વિષે અનેક ઉલ્લેખા-દંતકથાઓ અને વર્ણના મળે છે. ગિરિરાજ પર કેટલેક સ્થળે દિવ્ય ઔષિધઓના ભંડાર છે. કુંડાના શીતલ જલમાં રાગહરણ કરવાની અપૂર્વ શક્તિના વાસ છે. અદીઠ ગુફામાં દેવ-દેવીનાં ક્રીડાસ્થાના છે. ભગવતની પ્રતિમા સમક્ષ એ દેવાંગનાએ, કિન્નરીએ અને વિદ્યાધરા રાત્રિના સમયે દિવ્ય નૃત્યગાન કરે છે. આજનુ' તીર્થં જાણે પૂર્વના દૈવી સામ્રાજ્યના એક અશ હોય એમ લાગે છે. આ તીર્થભૂમિ પર અનેક ઇતિહાસા રચાયા—ભૂસાયા–વિસરાયા છતાં એ પરાવર્તનકાલમાં પણ ગિરિરાજે પેાતાનુ તેજ અને સત્ત્વ ટકાવી રાખ્યું છે. એનેા મહિમા ગઈકાલે જે હતા તે જ આજે છે. જનતાની તેના પ્રતિની ભક્તિ આજે પણ એવી જ અખંડિત છે. આજે પણ લાખા યાત્રીએ હાંશે હોંશે આ તીર્થની સ્પના કરી આલાદ પ્રાપ્ત કરે છે. પોતાની લક્ષ્મીના-શ્રીવિશાલ શક્તિના સવ્યય કરી પેાતાના માનવજીવનની ધન્યતાને અનુભવે છે. ઐતિહાસિક ઉલ્લેખામાં ત્રીજા આરામાં ભરત ચક્રવતી એ આ તીર્થના પ્રથમ ઉદ્ધાર કરાવ્યા અને ત્રીજા-ચેાથા એ ખને આરામાં મળી બાર ઉદ્ધાર થયા. આ અવસર્પિણી કાળમાં રે, કરે ભરત પ્રથમ ઉદ્ધાર; બીજો ઉદ્ધાર પાટ આઠમે રે, દંડવીર જ ભૂપાલ, વ્હાલા વસે વિમલાચલે રે. ( વીર વિજયજી કૃત ૯૯ પ્રકારી પૂજા ) આ અવસર્પિણી પૂર્વે આ તીના પૂના ચાવીશમાં પ્રભુનું ગણાતું હતું અને આ અવસા``ણીમાં ત્રીજો આરા એ આ દિવ્ય સામ્રાજ્યના પ્રારંભ છે. ભગવાન ઋષભદેવ અહી' સમાસર્યા અને આ તી તી સ્વરૂપ પ્રકાશિત થયું. બાદ અહીં પાંચ ક્રોડ મુનિવરા સાથે પુંડરીકસ્વામી મુક્તિ પામ્યા. તેથી આ તીના મહિમા વધ્યા. તે બાદ છ ખંડ સાધીને ભરત ચક્રવતી આ તીર્થમાં પ્રથમ સોંઘ લઈને આવ્યા, પ્રથમ સંઘપતિ બન્યા. એમની સાથે ગણધરામુનિવરા-મહીધરા-માંડલીક રાજવીએ – શ્રાવકા વગેરેના વિશાળ સમુદાય હતા. ચકરન માદક હતું. ચક્રવતી એ ગિરિરાજના પ્રથમ દર્શન કરી સેાનારૂપાના ફૂલથી ગિરિરાજને વધાવ્યા. શ્રીનાભ ગણધરની સાથે ચક્રવતી એ ગિરિરાજ પર આરાહણ કર્યું. ઇંદ્રની સાથે રાયણવૃક્ષની ત્રણ પ્રદક્ષિણા કરી. ઇંદ્ર ત્યાં ઋષભદેવ પ્રભુની રત્નમય Jain Education International પાદુકા બનાવી. ભરતરાજા છે. પુષ્પ ચઢાવ્યા, ભાવાવેશમાં સ્તુતિ કરી ઊભા રહ્યા. ઇંદ્રે કહ્યું કે ‘ ભરતેશ્વર ! અહી પ્રભુની એવી ભવ્ય સ્મૃતિ બનાવા કે જે અમર બની જાય અને જેથી ભન્ય જીવાના શ્રદ્વાદીષ અખડપણું બની રહે.' ૧૧૫ આ ભાવ ભરતેશ્વરને ખૂબ ગમ્યા. એમડ઼ે તુરત વાંકીરત્નને આદેશ આપ્યા. “૮૪ મંડપેાથી મંડિત એક મહાન સુવર્ણ પ્રાસાદ બનાવે એમાં દાદા આદનાથના ભવ્ય પ્રભાવ સકલ વિશ્વ નિહાળી મુગ્ધ બને તેવું કરો.” વા કીરસ્તે પેાતાની શ્રેષ્ઠ શક્તિ કામે લગાડી ‘ત્રૈલેાકવિભ્રમ ’ નામે સુવર્ણ મય ભવ્ય પ્રાસાદ બનાવ્યા. એની ચારે દિશામાં ૨૧-૨૧ મંડપ બનાવ્યા. એ મડપાનાં નામ પણ સ્થાપન કર્યાં. પૂર્વમાં સિંહનાદ, પશ્ચિમમાં મેઘનાદ, ઉત્તરમાં અને દાક્ષમાં ભદ્રશાલ, એના પરની અદ્ભુત કલાકાતરણી નિહાળી દેવા પણ આશ્ચર્યમાં ગરકાવ બન્યા. જ્યાં અનેકોની શ્રદ્વા, ભક્તિ અને સમર્પીતના ઇતહાસ રચાયા છે તે શત્રુજય ગિરિરાજ ઉપર હાથી પાળતું વર્તમાન પ્રવેશદ્વા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy