SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1062
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજયતીર્થનું ઐતિહાસિક અવલોકન પરમતારક જૈનશાસનમાં આત્મપરિણામને નિર્મળ બનાવનારાં અનેક તીર્થસ્થાનામાં શ્રી શત્રુંજયતી નુ સ્થાન સૌથી માખરે છે. નદીના પ્રવાહની જેમ યાત્રાળુઓના સ્રોત અવિરતપણે અહીં વહ્યા કરે છે. આ તીમાં આવનાર કોઈ દિવ્યધામમાં આવી પહોંચ્યાના અનુભવ કરે છે. ગિરિરાજ પર ચઢી પ્રથમ તીર્થપતિ શ્રી આદીશ્વરપ્રભુનાં દેન-પૂજન કરતા ભાવુક આત્માના હૈયામાં જાણે ભાવનાના સાગર હિલેાળા મારે છે અને હર્ષનુ સાવર છલકાવા માંડે છે તે સમયે એક વ્યિ અનુભૂતિના તેના આત્મામાં સ્પશ થાય છે. એવી દિવ્ય અનુભૂતિની રેખા આ તીર્થમાં કેમ વિશિષ્ટ પ્રકારે છે? અનંત આત્માએ આ તીર્થના પ્રભાવથી સકલ કમલના ક્ષય કરી મેાક્ષમાં પધાર્યા છે. આ તીની રજે રજ પાવનકારી છે. અનેક આત્માએ આ તીથની સ્પર્શના કરી પેાતાનુ કાર્ય સાધ્યું છે. આ ગિરિરાજ કે જ્યાં ભગવાન આદિનાથે નવાણું પૂર્વ પર્યંત વિચરીને ધર્મઘા ગજાવ્યા છે. તે ધર્મદેશનાના સુવણું કર્ણેા અહી વેરાયેલા Jain Education International લે, આ. શ્રી વિજયસદ્ગુણસૂરિ છે. જ્યાં કાંકરે કાંકરે અનંત આત્માએ સિદ્ધિપદ પામ્યા છે. જ્યાં અનેક ઇંદ્રો, ચક્રવતી એ, નૃપતિઓ, સધપતિઓએ આ તીર્થના જીÍદ્ધાર કરાવ્યા છે, સંઘા કાઢવા છે. અહીં એ સર્વની શ્રદ્ધા, ભક્તિ અને સમર્પણના ઇતિહાસ રચાયા છે. આ તીર્થ આત્મવિકાસનું પરમ આલખન છે. જૈન દર્શનના તત્ત્વજ્ઞાનના પાયા અનેકાંતવાદ અને છે. આ બન્ને વાદ એ જૈન દર્શનની વિશ્વને પરમાણુવાદ અમૂલ્ય ભેટ છે. એમાં પરમાણુવાદની અમૂલ્ય ભેટ સ્વરૂપ તે મૂર્તિ પૂજા અને એમાં પણ પૂર્વકાલીન-પ્રાચીન પ્રતિમાનું ભવ્ય આકર્ષણ એટલે શત્રુંજયતીર્થાધિપતિ શ્રી આદીશ્વર પ્રભુની પતિમા. આ તીર્થ અને પ્રતિમાના આગવા ઇતિહાસ છે. અનેક જર્ણોદ્ધાર આ તીર્થના પૂર્વે થયા છે, વર્તમાનકાળમાં પણ થયા કરે છે. આ ગિરિરાજ પૂર્વ ઘણા વિસ્તૃત હતા. વલભીપુર ( વળા ) એની તલાટી હતી. તેની આજુબાજુમાં જ સાગરના જળ ઉછળતા હતા. સફેદ દૂધ જેવા એ જળકણ તીર્થાધિરાજ શત્રુ...જય ગિરિરાજ ઉપરની નવ ટુ'કાનુ' એક અદ્ભુત દૃશ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy