________________
૧૦૫
સ્નેહ ઉપજે છે. અને આલિ’ગન કરવાનું મન થાય છે તે લડવું કૅઈ રીતે ? આ સાંભળી લવણે રામને અને અકુશે લક્ષ્મણને કહ્યું કે તમારી યુદ્ધ શ્રદ્ધાને રાવણે પૂરી કરી નથી તે અમે પૂરી કરશુ’. અને અમારી શ્રદ્ધાને તમે પૂરી કરી એમ કહી ધનુષ ચઢાવ્યું. કૃતાંત સારથીએ રામના રથને અને વાજ છે લવણના રથને સામસામા જોડી દીધા. લક્ષ્મણના
ને વિરાધે અને અકુશના રથને પૃથુરાજાએ પણ સામસામા જોડી દીધા. ચારે વીરાનું યુધ્ધ પ્રવૃત્યુ. તેમાં લવણાંકુશ પિતા તથા કાકાને જાણ હાવાથી સાપેક્ષ રીતે અને રામ લક્ષ્મણ અજ્ઞાત હેાવાથી નિરપેક્ષપણે યુદ્ઘ કરતા હતા છતાં તે બન્નેનાં અસ્ર નિષ્ફળ જવા લાગ્યાં. પછી 'કુશે લક્ષ્મણના હૃદયમાં વા જેવું ખાણુ માથું તેથી લક્ષ્મણ મૂર્છા ખાઈ રથમાં પડી ગયા. ઘેાડીવારે લક્ષ્મણને ચેતના આવી તેણે વિરાધને કહ્યું કે મારા શત્રુ હે! ત્યાં રથ લઈ જા હું ચક્રવડે તેનું મસ્તક છેદીશ. વિરાધે રથ અકુશ તરફ ચલાવ્યેા. લક્ષ્મણે ચક્રને આકાશમાં ભમાડી અંકુશ પર છેડયું. તે ચક્ર અકુશને પ્રદક્ષિણા આપી પાછું લક્ષ્મણ પાસે આવ્યું. તે જોઈ રામ લક્ષ્મણે ખેદ પામી વિચાયુ કે “શું ! તે કુમારે। બળદેવને વાસુદેવ હશે ! આપણે નહિ હશુ ! એમ વિચારતા હતા તેવામાં નારદમુનિ ત્યાં આવ્યા અને કહ્યું કે આ બન્ને કુમારો સીતાથી ઉત્પન્ન થયેલા તમારા પુત્રો છે. તે યુદ્ધને બહાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org