________________
કહેવા લાગ્યું કે મને કહેતાં જીભ ઉપડતી નથી પણ રામચંદ્ર લે કાપવાદથી ભય પામી તમારે ત્યાગ કર્યો છે. લક્ષ્મણે કહ્યું પણ રમે માન્યું નહિ અને મને આજ્ઞા કરી. તેથી ના છુટકે મારે તમને અહીં મૂકી જવું પડશે. તમે તમારા પ્રભાવથી જ જીવશે. હું પાપી પરવશતાથી અકાર્ય કરી રહ્યો છું. સીતાએ કહ્યું કે તમે રામને કહેજે કે લોકાપવાદથી ભય પામ્યા. પણ મારી પરીક્ષા કેમ ન કરી ? દુર્જનની વાણીથી મને છેડી તેમ જૈનધર્મને છોડશે નહિ. મારૂંકમાં હું ભોગવીશ. પરંતુ મારા વિના તેઓ કેમ જીવશે તું રામને કલ્યાણ અને લક્ષમણને મારી આ શીષ કહેજે. હવે તું જલ્દી રામ પાસે જા. સેનાપતિએ વિચાર્યું કે રામે અયુકત કર્યા છતાં સીતા હજુ તેના પર ભકિત રાખે છે. ધન્ય છે. તે મહા સતીને એમ વિચારતે પાછો ફર્યો.
સીતા પૂર્વનું દુષ્કત સંભારી આત્મનિંદા કરતાં આગળ જાય છે. ત્યાં સૈન્ય આવતું જોયું. સીતાનું રૂદન સાંભળી સૈન્યના રાજાના જાણવામાં આવ્યું કે આ ગર્વતી બાઈ મહા સતિ લાગે છે. તેથી તે સીતાની પાસે આવ્યો. સીતાએ ભયથી આભૂષણ કાઢી તેની આગળ મૂકયાં. તેણે કહ્યું કે બહેન ? તમે મારાથી ભય પામશે નહિ. આ તમારા ઘરેણાં તમે જ પહેરે. તમારે સ્વામી કેણ છે કે જેણે આવી સ્થિતિમાં તમારે ત્યાગ કર્યો. જે હોય તે સાચું કહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org