________________
લક્ષમણ સુગ્રીવ વિભીષણની સ મુખ કહ્યા. લમણે ક્રોધથી કહ્યું કે જે લોકો સતાના અપવાદ કહે છે તેને હું કાળ રૂપ છું. રામે કહ્યું કે પ્રથમ પણ મને અધિકારીઓએ સીતાને કાપવાદ કહ્યો છે. અને મેં જાતે જઈને સાંભળે છે. તે મુજબ આ બાતમીદારે પણ કહી રહ્યા છે. તો હવે તેને ત્યાગ કરશું તે આપણે અપવાદ કઈ બેલશે નહિં. લક્ષ્મણે કહ્યું કે લેકના મોઢે ગરણું બંધાતાં નથી કે તે સારા રાજાઓની પણ નિંદા કરે છે. હાથી પાછળ કુતરાં ભસે તે હાથી તેની ઉપેક્ષા કરે છે તેમ આપણે પણ તે લેકની ઉપેક્ષા કરવી જોઈએ. રામે કહ્યું કે “સર્વક વિરૂધ્ધ કાર્યને ત્યાગ કરવો એ નીતિવચન ઉલ્લંઘવું સારું નથી” એમ કહી કૃતાંતવદન સેનાપતિને બેલાવી આજ્ઞા કરી કે સીતાને સમેતશીખરની યાત્રા કરવાના બહાને રથમાં બેસારી વનમાં મૂકી આવે. લક્ષ્મણે ફરી કહ્યું કે” મહાસતિ સીતાને ત્યાગ કરે એગ્ય નથી છતાં રામે માન્યું નહિ તેથી લક્ષમણ રૂદન કરતા મુખ ઢાંકી ઘેર ગયા.
સીતા સમેતશીખરની યાત્રાએ જવા રથમાં બેઠા. તે વખતે ઘણું અપશુકન થવા લાગ્યાં તો પણ શંકારહિત બેસી રહ્યા. ગંગાનદી પાર કરી નિનાદક અરણ્યમાં પહોંચ્યા. પછી રથ ઉભે રાખી સેનાપતિ મ્યાન મુખે નેત્રમાંથી અશ્રુ સહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org