________________
૯૫૫
સાંસ્કૃતિક સંદર્ભ ગ્રન્થ)
શ્રી કાન્તિલાલ પી. શાહ ઈન્ટર આશ સુધીનો અભ્યાસ, ધંધામાં અને પહેરજીવનમાં યશસ્વી સિદ્ધિઓ હાંસલ કરી છે. ૧૯૨૭માં મુંબઈ ખાતે શીપીંગ એજન્ટસ તરીકે જીવનની કારકીદીની શરૂઆત કરી ૧૯૩૮ માં જામનગર ખાતે આ જ ધંધો સરૂ કર્યો. હૈયાઉકલત અને કુશળતાથી ધંધાને વિકાસ કર્યો, અને એ લાઈનમાં સારી ખ્યાતિ મેળવી. જામનગર ચેમ્બર ઓફ કોમર્સ, જામનગર બાલ્કન છે. બારી અને જામનગર પી એન્ડ કી વર્કસ યુનિયનના પ્રમુખ તરીકેની એમની સેવાઓ જાણીતી છે. ન્યુ દિલ્હી સેન્ટ્રલ એક્ષપર્ટ પ્રમશન એડવાઈઝરી કાઉન્સીલ, લાઈફ ઈસ્યુ. કોર્પોરેશનના વેસ્ટર્ન ઝેનના ઝોનલ એડવાઈઝરી બેડના હાલાર વિકાસ તથા કેળવણી બોર્ડના અને રાજકોટ વિભાગના આર. ટી. એ.ના સભ્ય તરીકે રહીને સારી કામગીરી બજાવી છે. સૌરાષ્ટ્ર સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ, કે ઓપરેટીવ બેન્ક અલીયાબાડા વિદ્યામંડળ વિગેરેના ચેરમેનપદે નિષ્ઠાથી કામ કર્યું. ૧૯૫માં મુંબઈ વિધાનસભામાં સભ્ય તરીકે ચુંટાયા હતા હાલમાં ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનનાં ચેરમેન તરીકે ઘણીજ ઉમદા સેવા બજાવી રહ્યાં છે. તેઓ જામનગરનું સૌરાષ્ટ્રનું અને ગુજરાતનું ગરવ છે.
શ્રી જાદવજીભાઈ કે. મોદી ભાવનગર જિલ્લા પંચાયતના હ લના પ્રમુખ અને ભાવનગર જિ૯લા કોંગ્રેસમાં બળવંતભાઈ મહેતા પછીનું સ્થાન ધરાવતા શ્રી મોદીની સચ્ચાઈ, પ્રમાણીકતા અને સદભાવ માટે સારૂએ સ રાષ્ટ્ર પરિચિત છે. ૧૯૨૮ થી ૧૯૪૧ સુધી વકીલાત અને જાહેર પ્રવૃત્તિઓ ૧૯૨૮ થી કાઠિયાવાડ વ્યાયામ પ્રચારક મંડળને મંત્રી, ૧૯૩૮ થી ભાવનગર રાજય પરિષદના મંત્રી, સ્વરાજય પછી જિલ્લા કોંગ્રેસના મંત્રી, ૧૯૪૧ માં વ્યકિતગત સત્યાગ્રહ માટે જેલયાત્રા. ૧૯૪૨ માં કવીટ ઈડીયા અંગે ડીટેન્શનમાં, ૪૮માં ભાવનગર રાજ્યના મહેસુલ પ્રધાન–એજ અરસામાં સૌરાષ્ટ્ર રાજયની એડમીનીસ્ટ્રેટીવ કાઉન્સીલના ચેરમેન, ૪૯માં જિલ્લા કલેકટર, ૫૦ થી પર સુધી સૌરાષ્ટ્ર ધારાસભાના રપોકર પર થી ૫૬ સુધી કેળવણી તેમજ જાહેર બાંધકામ ખાતાના પ્રધાન તરીકે યશસ્વી કામગીરી બજાવી. નાથદ્વારા ટેસ્લી બેડ, ગોપાલક સંધ, ભાવનગર કેળવણું મંડળ, ગાંધી
સ્મૃતિ ટ્રસ્ટ આવી અનેકવિધ સામાજિક સંસ્થાઓ સાથે ચંકળાયેલા છે. તેમનું આખું કુટુંબ ચુસ્ત ખાદીધારી છે. પોતે ગ્રેસની શિસ્તને વરેલા છે.
શ્રી પરમાણંદ ઓઝા મુકત હાસ્ય કરતા પ્રતિભાશાળી પુરુષને જુએ એટલે સમજી લેવું કે ઉનાના એ પરમાણુ દભાઈ ઓઝા છે. જેણે સ્થાન પર કે સત્તા મેળવવા કદી ના સરખો પણ પ્રયત્ન નથી કર્યો. છતાં આમજનતા કેગ્રેસ પક્ષ અને ગુજરાત સરકારે હંમેશા અગત્યના સ્થાને તેને પસંદ કર્યો છે, તે શ્રી પરમાણુંદભાઈ જીવાભાઈ એઝા જીવનની પ્રેરણાત્મક હકીકત છે.
આર્થિકરીતે સદ્ધર એવા મૂળ ઉના તાલુકાના સીમર ગામના વતની ને મુંબઈ વસતા ઉનેવાળ બ્રાહ્મણ પરિવારના એક નવજવાનને સને ૧૯૨૯ના દિવસમાં પૂજ્ય રાષ્ટ્રપિતા ગાંધીજીને અને પંડિત જવાહરલાલજીના વિચારોની ધુને લાગી ને કોગ્રેસને સનિક થવાનું મન થયું, મુંબઈ પ્રદેશ કોંગ્રેસની શાખા મુંબઈ “બી” વડે માંડવી વિભાગ કેસ સમિતિના સભ્ય તરીકે જોડાઈ જ સેવાની દિક્ષા લીધી સને ૧૯૩૭ સુધી આ જુવાને કેસે જે કંઈ સેપ્યું તે દેશ સેવાનું કામ કર્યું તે જુવાન એજ આજના શ્રી પરમાણંદદાસ જીવાભાઈ ઓઝા.
સને ૧૯૩૭ માં તબિયત બગડવાથી પરિવારની પ્રેમભરી મીઠી ઉંધ છોડી, મિત્રમંડળ છોડી. આરામને રોટલો છોડી, મહેનત કરી તબિયત સુધારવા પોતાની જન્મ ભૂમિના તાલુકામાં આવ્યા, ત્યારે કંઈ જાણતું ન હતું કે આ જુવાન માણસ સ ા ઉના તાલુકાની જનતાને અગ્રણી બનશે. તે જુનાગઢ જિલ્લાના અગ્રણી કાર્યકર બનશે. વર્ષોની સેવાને લીધે ગીરના માલધારીઓ, પંચળી, ગરવી, ગોહેલ, આહેર, કારડીયા, કણબી. મારૂ, કુંભાર, હરિજન, કાળી, અને પછાત વર્ગથી માંડીને ઉનાની વણિક બ્રાહ્મણ દરેક કામના હૈયે સુધી શ્રી પરમાણુંદભાઈની સેવાની સુ મધ અને વિકતી આતિમયતા પહોંચી છે.
સ્વરાજ્ય લાવવા માટે જે ફનાગીરીને વેરી લેનાર સેવાભાવી જુથ્થ ભારતમાં કેસે ઊભું કર્યું તેમાં શ્રી ઓઝાએ પણ આમ જનતાને ગુલામીમાંથી મુકત થવાની વાત સમજાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો જુનાગઢમાં જ્યારે નવાબશાહીને સુરજ તપતો હતોઅધિકારીઓ નવાબી મિજાજમાં અને ઠમાં રહેતા હતા ત્યારે ઉના તાલુકાની જનતાને પ્રશ્ન શ્રી એના પિતાની લેકસેવાની શક્તિથી હલ કરતા હતા. સ્વરાજય આવ્યા બાદ શ્રી ઓઝા જનસેવાના જ કામમાં ગળાડુબ રહેતા હોવાથી તેમની ખેતી સુકાઈ ગઈ. આર્થિકરીતે ઘસાયા તેમનું પશુધન અરધું નાશ પામ્યું તેમના ઘરની ચિંતા ઈશ્વરને સંપી દીધી. સ્વરાજયના ૧૯ વર્ષ ઉના તાલુકામાં ગામે ગામ વાડીએ વાડીએ ઓઈલ એન્જિને મુકવામાં આવ્યા અને ઉના તાલુકા ગુજરાત રાજ્યમાં પ્રસિદ્ધ પામ્યો. ત્યારે શ્રી ઓઝાની વાડી ઉપર પાણીનું મશીન નહોતું પહોંચ્યું ગમે તે માણસ આવે તેને જમાડી માદ કરવામાં ધન્યતા અનુભવતા ઉદાર અને ખાનદાન લે કસેવક ઉપર સમગ્ર ઉના તાલુકા ની જનતા, અને બી નરીયાવાડની જનતા ગૌરવ અનુભવે છે. હાલમાં તેઓ ગુજરાત રાજ્યના વન અને માગ વાહન વ્યવહાર ખાતાના નાયબ મંત્રી તરીકે સેવા આપી રહ્યાં છે.
શ્રી જયરામભાઈ આણંદભાઈ પટેલ સ રાષ્ટ્રના ગોંડલ નજીક કોલકી ગામનાં ખેડુત કુટુંબના શ્રી જયરામભાઈ પટેલનો જન્મ, નવેમ્બર તા. ૧૪, ૧૯૨૭ ના રોજ બ્રહ્મદેશમાં માં થયો હતો. તેમણે સૌરાષ્ટ્રની ગુજરાતી શાળામાં અને બ્રહ્મદેશની મીશનરી સ્કુલમાં ૧ ઘેરણનો
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org