________________
(
-
જ
હિન્દીના સૌ પ્રથમ સમર્થક પ. પૂ. દયાનંદ સરસ્વતી, પ્રાણામી ધર્મના પ્રણેતા પ્રાણનાથજી, જામનગરના અન્નદગુરુ શ્રી અણદાબાવા, તથા વીરપુરના જલા સો અલા ગણાયેલા સંતશિરોમણી પ. પૂ. જલારામબાપા આ બધાનાં જીવનચરિત્રો પર કેટલાંયે ગ્રંથ રચાયા છે.
(ઈ) ગુર્જરવાણીના આરાધકો, યુગમુર્તિ સાહિત્યકારો * ગુજરાતમાં સાહિત્યનું સમારાધાન પણ બહુમુખી અને પ્રાચીન પરંપરાવાળું છે. વાડમયની ઉપાસનાને ગુજરાતમાં સૂરપાત્ર છેક બારમી શતાબ્દીથી તે નિ સંશય ' . ગણાવી શકાય. પાણિની પછી ગુજરાતમાં મહાન વૈયાકરણી કલિકાલસર્વજ્ઞ આ. શ્રી હેમચંદ્રાચાર્યજી થઈ ગયા. તેમણે “સિદ્ધહેમ' વ્યાકરણગ્રન્થની રચના કરી. ગુજરાતના સામંતચક્રચૂડામણી, પરમભટ્ટારક નૃપતિ શ્રેષ્ઠ સિદ્ધરાજ જયસિંહે તે ગ્રંથરત્નને હાથીની અંબાડી પર પધરાવી તેની નગરયાત્રા કાઢેલી તે સુવિદિત છે. તેમણે અન્ય ઘણું કાવ્ય ગ્રંથો તથા શાસીયગ્રંથ રચ્યા છે. કાળાન્તરે અન્ય જૈન મુનિઓ તથા કવિઓએ ગુજરાતી ભાષામાં વિવિધ પ્રકારની રચનાઓ કરી.
તળાજામાં જન્મેલા “આદિ કવિ' ના શ્રેષ્ઠ સન્માનથી વિભૂષિત નાગર નરસિંહ મહેતાના સર્જનમાં એકબાજુ શૃંગાર મધુર ભક્તિરચનાઓ જોવા મળે છે તે ભવ્યતા અને ઉદાત્તતાના શિખરોથી શોભતા ઉપનિષદૂની પરમપાવન વાણીને સહજસ્વાભાવિક પ્રાંજલ ભાષામાં સંઘેડા ઉતાર ઢબે નિરૂપતાં તેમનાં પ્રભાતિયાં ગુજરાતી ભાષાના યાવચ્ચે દિવાકર અમર અલંકારો છે. રાજસ્થાનથી ગુજરાતને પોતાની પ્રિયભૂમિ બનાવનાર મીરાંબાઈનાં લલિત મધુર, લયબદ્ધ પદો આજ પણું ગુજરાતનાં વાતાવરણમાં ગુંજે છે.
અમદાવાદમાં સનીને ધધ કરતા અને સચ્ચાઈથી વર્તવા છતાં અવિશ્વાસની ઝાળથી દાઝેલા અખાએ કુવામાં સાધને પધરાવી વેદાન્તી કવિતા લખી. મહાકવિ પ્રેમાનદે માણુ પર સ્વરચિત આખ્યાને ગાઈ ગુજરાતી ભાષાને પોતાના પ્રાણવાન રસલક્ષી સૃજને વડે ગૌરવ આપ્યું. શામળભટે સિહાસન બત્રીશી, મદનમોહના જેવી વાર્તાઓ કાવ્યબદ્ધ કરીને સંસ્કારી મનોરંજન સાથે બૌદ્ધિક સજગતા આપી. સ્વામીનારાયણ સંપ્રદાયના ત્યાગ વૈરાગ્યના ગાયકે નિષ્કુળાનંદ, બ્રહ્માનંદ વગેરેએ મુમુક્ષતા પ્રેરે તેવાં પદ આપ્યાં. દયારામની ગરબીઓ તથા પ્રેમલક્ષણા ભક્તિનાં પદોએ ગુજરાતને એક સમયે ગાંડું કરી મૂકયું.
અર્વાચીન યુગમાં દલપતરામે સભારંજની પણ ચાતુર્ય પૂર્ણ કવિતા વડે કવીશ્વરનું બિરુદ મેળવ્યું. નર્મદે કવિતાને પોતાના જુસ્સાથી સબળ બનાવવા પ્રયત્નો કર્યા. નરસિંહ. રાવે કવિતાને પશ્ચિમના પ્રભાવ નીચે પ્રકૃતિના રંગે રંગવા પ્રેરક પુરૂષાર્થ કર્યો. કવિશ્રી કાન્ત વસંતવિજય, ચક્રવાક મિથુન દેવયાની જેવાં સૌંદર્યમંડિત ખંડકાવ્યો વડે કવિતા કામિનીને શણગારી, રાજવી કવિ કલાપીએ પ્રેમ અને દર્દીની ગઝલ ગાઈ તો સાથોસાથ “યાં જ્યાં નજર મારી ઠરે” જેવાં કાવ્યો દ્વારા વ્યાપક પરમાત્માની અનુભૂતિ કરાવી. મિડાકવિ ન્હાનાલાલે રાસ અને પ્રેમભક્તિનાં મધુર કાવ્ય ગાયાં સાથોસાથ ઈન્દ્રકુમાર,
) કી
કિ )
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org