SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગરમાં શ્રીકંઠ નામના પંડિતે રસકૌમુદી' નામનો ગ્રંથ લખેલે, આ પછી પંડિત Iીવાણુનાથ, શ્રીકૃષ્ણ, રવિનાથ, કેશવજી શાસ્ત્રી, બેચરજી શાસ્ત્રી, હાથીભાઈ, ભવાનીશંકર શાસ્ત્રી, જટાશંકર શાસ્ત્રી, વગેરે શાસ્ત્રીઓએ ગર્વાણ ગીરાની આરાધના કરીને વિવિધ ક્ષેત્રોમાં મૌલિક ગ્રંથ રચ્યા છે. જૂનાગઢના ભારતમાતડ પંડિત ગદુલાલજી કાવ્ય, નાટક અને જ્યોતિષશાસ્ત્રની ત્રણત્રણ શાસ્ત્રોમાં એવી નિપુણતા ધરાવતા કે તેમનો શબ્દ અંતિમ ગણાતા. મોરબીના શીઘ્રકવિ શંકરલાલ માહેશ્વર કાવ્યરચના માટે છેક કાશી સુધી કીર્તિવજ લહેરાવી ચૂકેલા. સામવેદના ભારતભરમાં સૌથી નિષ્ણાત સામગાન કરનારા અને મદ્રાસના વેદજ્ઞ પંડિત વડે સત્કત પ. રેવાશંકરશાસ્ત્રીજી આજે પણ ગુજરાતને ડંકો વગાડે છે. નર્મદા કાંઠે ચાંદોદ કરનાળી પણ સામવેદના પંડિતનું સ્થાન ગણાય છે. પંમગનલાલશાસ્ત્રીજી અને દયાનંદજી વેદપાઠી પણ વલભદાંત અને સામાનના અનુક્રમે નિપુણ પડિતા હતા. વર્તમાન યુગમાં પં. મનહરલાલજી મહારાજ, ભાગવત ભૂષણ કૃષ્ણકરશાસ્ત્રીજી, શુકાવતાર સમ પૂજાતા પ. પૂ. રામચંદ્રડાંગરેજી મહારાજ, જૈન તત્ત્વદર્શનના પ્રખર વિદ્વાન પં'. બેચરદાસજી દેશી, પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી, શ્રી દલસુખભાઈ માલવણીયા શ્રી રતિલાલ દિપચંદ દેસાઈ, શ્રી પરમાણંદભાઈ કાપડીયા, શ્રી ભોગીલાલ સાંડેસરા, શ્રી વિશદ સાંકળેશ્વર પંડિત આ બધા ગુજરાતના ભૂષણરૂપ નિધિ સ્વરૂપે છે. (ડ) ભારતભૂષણ ગણાયેલ સંપ્રદાયાચાર્યો આ મહાનુભાવ પંડિત ઉપરાંત ગુજરાતમાં સંપ્રદાયના સ્થાપક અને તેમાં વિદ્વાન ધર્માચાર્યો પણ થઈ ગયા છે. આંધ્ર પ્રદેશમાં જન્મેલા પણ ગુજરાતમાં પરિભ્રમણ કરી જેમણે અલૌકિક પુષ્ટિમાર્ગનું પ્રવર્તન કરનારા જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી તથા પ્રભુ ચરણ શ્રી વિઠ્ઠલેશજીનાં ચરણચિહન તથા બેઠકો ગુજરાતમાં સ્થળે સ્થળ છે. આ સંપ્રદાયની ગાદી ઉપર તેજસ્વી પુરુષ અને ઊરરત્ન પાકયાં છે. ગુજરાત સૌરાષ્ટ્રમાં અત્યંત સન્માનિત થયેલા પ. પૂ. દેવકીનંદન મહારાજ, જનાગઢમાં પાકિસ્તાનના ભય વેળા પણ જૂનાગઢ નહીં છોડનારા અને શહેરમાં ફરી સૌને અડગતાને ઉપદેશ આપનારા અહીં થયા છે. પોરબંદરમાં થયેલ ભારત વિખ્યાત સંગીતકાર શ્રી ઘનશ્યામલાલજી મહારાજ સૂરતમાં વર્તમાન સમયે બિરાજતા પરમવિદ્વાન ગો. શ્રી વૃષભૂષણલાલજી મહારાજ વગેરે કેટકેટલા મહાપુરુષે પ્રસિદ્ધ છે. - જૈન ધર્મના તીર્થોદ્વારકે, આગમગ્રન્થના સંશોધકે અને અહિંસાના પ્રસારક એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવંતે આદિ મુનિમહારાજોમાં પણ કેટલાયે ધન્યનામ થયા છે. તેમાં પુ. વૃદ્ધિચંદ્રજી મહારાજ, શાસનસમ્રાટ વિજયનેમિસૂરિજી, શાસવિશારદ ધર્મસુરિજી મહારાજ, પુ. સિદ્ધિ સુરિજી મહારાજ, પુ. નીતિસૂરિજી મહારાજ પુ. વલ્લભસુરિજી મહારાજ, પુ. ઉદયસુરિજી મ., પૂ. અમૃતસૂરિજી, પૂ. રામચંદ્રસુરિજી, આમપ્રભાકર શ્રી 'પુણ્યવિજયજી મ, પુ. જંબવિજયજી મહારાજ, મુનિશ્રી સંતબાલજી મ. આદિ અનક આચાર્યભગવતેપદસ્થમુનિવર તેમ જ સાધ્વીજી મહારાજ થયા છે. - આ બધાપરમાદરણીય સંતેના કારણે ભારતભરમાં જૈન ધર્મને વિજયનાદ ગાજે છે. અચાધ્યાની સમીપ છપૈયામાં જમીને સૌરાષ્ટ્ર ગુજરાતને પરમપાવન કરનારે પછાત જાતિમાં નિર્ભયતાથી વિચરીને તેમને સંસ્કાર મંડિત કરનાર તેમજ કાઠી જેવી કે મને સંસ્કારભૂષિત કરનાર પ. પૂશ્રી સહજાનંદ સ્વામીનારાયણ ભગવાન અને તેમના સંપ્રદાયમાં થયેલા જબદસ્ત નામી સંતો અને વિદ્વાનોને ઉલેખ આ ગ્રંથમાં અન્યત્ર સવિસ્તર છે. પ્રગટ બ્રહ્મસ્વરૂપ યેગીજીમહારાજની સંતવાણી આજ પણ આર્યાવર્ત ને તેની બહાર મધુર રીતે કેવી ગુંજે છે તે સૌને સુવિદિત છે. આ ઉપરાંત જ્ઞાન વૈરાગ્યની પૂર્ણતાથી શોભતા શ્રીમન્નથુરામ શર્મા તથા આર્ય સમાUજના પ્રણેતા, દ્વારક, પાખંડ લીલાનું વિણ કરનાર, દલિતોદ્ધાર અને રાષ્ટ્રભાષા સ Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy