SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ જયાજયન્ત જ્યાં ડોલન શૈલીમાં અશરીરી પ્રણયનાં નાટકો દ્વારા ગુજરાતમાં એક વાતા વરણ ઊભું કર્યું. કવિશ્રીના ‘હરિસંહિતા” મહાકાવ્યમાં કેટલીયે અવનવી વિશિષ્ટતા Kણા છે જેનું મૂલ્યાંકન થવું બાકી છે. - રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ પણ સેરઠી બાનીને ધીંગ રણકાર બતાવી લોકસાહિત્યનું એકલું પડે ગૌરવપૂર્ણ સંશોધન કર્યું અને વ્રતગીત, લોકગીતે, ઉપરાંત કેટલાંક અંગ્રેજી કાવ્યનું એવું વિશિષ્ટ રૂપાંતર કર્યું જેમાં રૂપાન્તર કરેલ મૂળકૃતિ કરતાં યે સૌદર્ય વધી ગયું. તેમની નવલકથાઓમાં પણ સોરઠી ધરાના પ્રાણધબકાર ઝીલાયા શ્રી સ્નેહરશ્મિએ કાવ્યમાં અવનવાં કેટલાયે પ્રગો કર્યા. જાપાનના અ૯પાક્ષરી હાયકુને પણ ગુજરાતીમાં વિન્યસ્ત કરવાનું માન તેમને મળ્યું. શ્રી સુંદરમ અને ઉમાશંકર અર્વાચીન ગુજરાતી કવિતાનાં ઉચ્ચ કક્ષાના સમારાધા છે. આ બન્નેનું મૂલ્યાંકન પણ વધારે યોગ્ય રીતે થવાની જરૂર છે. આ ઉપરાંત કૃષ્ણલાલ શ્રીધરાણી, પ્રહલ્લાદ પારેખ, નાથાલાલ દવે, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, બાલમુકુંદ, પ્રજારામ, ઉશનસ, મકરન્દ દવે, પ્રિયકાન્ત મણિયાર, તેમ જ અઘતન કેટકેટલાં કવિઓનાં ઉર ધબકારથી સૌંદર્ય મધુર પદાવલીથી શોભતાં ગીતથી માંડીને વિરૂપ અને એક્સક લિખાતાં નૂતનત્તમ સર્વ કાવ્ય પ્રકારો ગુજરાતી ભાષામાં ખેડાયાં છે. ગુજરાતી ગદ્યમાં નર્મદે નિબંધ, પ્રસંગ લેખે ઈત્યાદિથી સૂત્રપાત કર્યો અને ગુજરાતી ગદ્યને નવલરામ, મણિલાલ, ગોવર્ધનરામ, ગાંધીજી, કાકા સાહેબ, જ્યોતીન્દ્ર, ચંદ્રવદન વગેરેએ નિરનિરાળી શૈલીથી તેને પહેલ પાડી, સંસ્કાર આપ્યા, વિશુદ્ધ કર્યું, તેમાં નવનવાં સ્વરૂપ ખેડ્યાં. નવલકથાઓમાં “કરણઘેલો” થી માંડીને “સાસુવહુની લડાઈ' વગેરે પ્રારંભની નવલકથાઓ બાદ કનૈયાલાલ મુનશીએ તેને કલા વિધાનની દષ્ટિએ નવું રૂપ આપ્યું. ત્યારપછી ધૂમકેતુ, ૨. વ. દેસાઈ ગુણવંતરાય આચાર્ય, પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, ચુનિલાલ મડિયા, દશક અને અદ્યતન નવલકથાકારોએ તેને પોતપોતાની રીતે વિશિષ્ટતા અપી. ગુજરાતી ભાષાની સર્વોત્તમ મહાનવલ 'સરસ્વતીચંદ્ર' તો જગતભરની મહાનવલમાં ગિૌરવભર્યું પ્રતિનિધિત્વ કરી શકે. નવલિકાઓમાં પણ મુનશી, ધૂમકેતુ, દ્વિરેફ વગેરેથી આજ સુધીના. વાર્તાકારોએ ગુજરાતીનાં નવલિકાનાં કલેવરને સંવર્ધિત કર્યું છે. ગુજરાતી સાહિત્યની “આલોચના' પ્રકારનાં પણ સાહિત્યનાં સ્વરૂપ ઘડવામાં, તેને મઠારવામાં, તેની આલોચના કરી તેનાં થતાં સ્કૂલનને નિર્ભયતાથી બતાવી સાહિત્ય ક્ષેત્રને સમાર્જિત. કરવામાં નર્મદ, નરસિંહરાવ, બ. ક. ઠાકોર, વિશ્વનાથ ભટ્ટ, વિજયરાય વૈદ્ય, અનંતરાય રાવળ, સુરેશ જોષી, ચાંપશી ઉદ્દેશી અને તખ્તસિંહ પરમાર જેવા પુરુષાથી વિવેચકોએ સાહિત્યની ગતિવિધિઓને ચાંપતી નજરે નિહાળી તેમાં ઉત્તમ તને પ્રવર્તમાન રાખવાની ચિવટ રાખી છે. - “મુંબઈ સમાચાર” જેવા પ્રથમ ગુજરાતી પત્રથી માંડીને ગુજરાતી પત્રકારત્વે પણ RI| જન્મભૂમિ, સંદેશ, ગુજરાત સમાચાર વગેરે પત્રોનાં ધોરણે અન્ય ભગિની ભાષાનાં પત્રકારત્વ જોતાં જ ઉજજવળ રાખ્યાં છે, કેટલાંક ક્ષેત્રોમાં તે ગુજરાતી પત્રકારત્વ આગળ છે. ' “ગુજરાતી' માસિકથી શરૂ કરીને ગુજરાતમાં વિવિધ સમયે ઉત્તમોત્તમ સામયિકો પણ પ્રગટ થયાં, કાળબળે બંધ થયાં, વળી નવાં શરૂ થયાં, કેટલાંક ઘસાયાં, કેટલાંક નવી પ્રાણશક્તિથી કાળબળને પણ પડકારતા રહ્યા. આ બધામાં “માનસી”, “અખંડ આનંદ', “કુમાર”, “નવચેતન”, “રુચિ', “ગ્રંથ, “કવિતા” સગર્વ નામે લેખ કરી શકાય. | આ ગ્રંથમાં ગુજરાતી સાહિત્યનાં ચિરંજીવ પાત્ર એ વિષય ઉપર વિસ્તારપૂર્ણ એક લેખ છપાયે છે એ વાંચતા જરૂર એમ લાગશે કે આપણું ગુજરાતી સાહિત્ય એક હજાર વર્ષનું થવા આવ્યું તેમાં અનેક મહાન સર્જકો થઈ ગયા. તેઓને હાથે ગુજરાતી સાહિત્યની જે ગૌરવવંતી સેવા થઈ છે તેથી કોઈપણ ગુજરાતી સાહિત્યરસિક વ્યક્તિનું શિર નમી ] પડે. છેલ્લા એક સૈકામાં ગુજરાતી સાહિત્ય સવરૂપ અને અભિવ્યક્તિની બાબતમાં વૈવિધ્ય K Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy