SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ દેનાર ભગવાન ગુરુદત્તાત્રેયનાં પણ ગિરનારમાં બેસણું છે. નર્મદા કિનારે નારેશ્વરના સંત બ્રહ્મલીન પરમપૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજે પણ દત્તોપાસના કરી દત્ત સાક્ષાત્કાર કરેલો; તથાગ વિઘાની પ્રણાલિકા જાળવી રાખી, ભગવાન શ્રી ચંદ્રમૌલિશ્ચર સેમિનાથની ઉપાસના કન્વેદ જેટલી પ્રાચીન છે. ચંદ્રને ક્ષયરોગ મટાડનાર શ્રી સોમેશ્વર ભગવાનના ધામ આસપાસ અમર સંપ્રદાયના ઉપાસકો પણ હતા. ભગવાન શિવના અવતાર રૂપ પાશુપત મતના આચાર્ય ભગવાન લકુલીશ તથા તેમની શિષ્ય પરંપરા આયુર્વધક ત્ર્યમ્બક ભગવાન શિવની પાશુપત મત પ્રમાણે ઉપાસના કરતા અને ગુજરાતમાં તેમની આહલેક તથા અઘેર મંત્રને નાદ પણ વાતાવરણમાં ગુંજત, મૈત્રકકાલીન ગુજરાતની સિદ્ધિ - મૈત્રક કોણ હતા અને મૂળ કયાંથી આવેલા તે રસપ્રદ સંધનને વિષય છે પણ ગુજરાતમાં એકવાર મૈત્રકોની આણ પ્રવર્તતી અને મૈત્રકોના સમયનું ગુજરાત સમૃધ્ધ હતું. મૈત્રકેની રાજધાની વલભીપુરમાં હતી. વલભીપુર ગુજરાતનું ધીકતું બંદર હતુ. એક ઉપરાંત કરોડપતિઓ ત્યાં વસતા. બૌદ્ધ ધર્મના એક મઠે ત્યાં હતા અને ૭૦૦૦ ઔધ્યભિખ્ખા ત્યાં ધર્મારાધન કરતા. વલભીના રાજવીઓ સૂર્યનાં, શિવનાં કે મહંત મતના ઉપાસક હતા અને સર્વધર્મ સમભાવી હતા. વલભીના વર્તમાન સમયે મળતાં દાનપત્રો, તેમનાં રાજવીઓની દાનપ્રશસ્તિ ગાય છે. અર્વાચીન વલભીમાં દશ્યમાન વિશાળ શિવલિંગ અને સિદ્ધેશ્વરના મંદિરને બૃહદકાય વૈદી વલભીમાં થતી શિવોપાસનાનાં જવલંત પ્રતીક છે. પ્રસિદ્ધ બૌદ્ધ યાત્રીઓ હયુઅને શાંગ અને ઇત્સિએ વલભીનાં આદીકાં વર્ણન કર્યા છે. ને આ ગ્રંથમાં પ્રસંગેપાત વિસ્તારથી તેનાં નિદે છે. સમ્રાટ હર્ષે પણ વલભી નરેશ સાથે મૈત્રી સંબંધો બાંધેલા. ક્ષત્રિયેનો પ્રેમ શૌર્ય નાં તેજ-કિરણે - મૈત્રકવંશના રાજળે વલભીના વિનાશ પછી રજસ્થાનને આશ્રય લીધે અને પાછાં ત્યાંથી સેજકજી ગોહિલ અને વાળાઓ પાછા સૌરાષ્ટ્રમાં આવ્યા. તેમના વંશના રાજવી પ્રેમશૌર્યના ઈતિહાસનાં તે માનાં શરાય છે. તે જ પ્રમાણે જેઠવાઓ હનુમાન વંશના, યદુવંશનાં કે શક કુળના હોવા વિશે મતભેદ છે. સૌરાષ્ટ્રના મેલેકે કાં મૈત્રક વંશના અથવા કામીરના બહિરગુપ્તના વંશજો છે તેવી માન્યતા છે. પરમાર, પઢિયાર, ચૌહાણ અને લકી કુળે વિષે ઘણુ મત છે. એક મત પ્રમાણે તેઓ યજ્ઞકુંડમાંથી ઉત્પન્ન થયેલા ગણાય છે ત્યારે કેટલાક મત પ્રમાણે મૈર્ય વંશની પિત્તરાઈ કૈમના પરમાર ગણાય છે, સિંધમાંથી કચ્છ દ્વારા મૅરબી પંથકમાં ઢાંકમાં ઉતરેલા જેઠવાઓએ ઘૂસલી બાયું. આ પછી ચાવડાવંશની સમુદ્રપરની ચાંચિયાગીરીના, ને તેમાંથી નાસી છુટેલ શાખામાં થયેલા યશખરીએ પંચાસર વસાવ્યું. આ પછી ભુવડે તે ભાગ્યું, તેમાંથી વનરાજનાં પરાક્રમ અને તેના સોલંકી યુગના ગુજરાતનાં સંભારણુને પણ યુગસર્જક ઈતિહાસ છે. સર પતિ , ge live uી . . . પદ - ) ' 2 ] Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy