SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ in Jain Education Internationa ધર સિંધમાંથી વજાનાભના યદુવંશી ચૂડાસમાએ જુનાગઢના અને સૌરાષ્ટ્રના પરાક્રમી ક્ષત્રિયો હતા. જુનાગઢનારા અને યુવાન ખેંગારાના ઇતિહાસ પણ કકુવો છે. અનેક ક્ષત્રિય કુળાનાં શૌય નાં સંભારણા, તેમના આશ્રયધર્મો, પરાક્રમે ને કેસરરંગ્યા પ્રણયે પ્રસિદ્ધ છે. ગુજરાત-સૌરાષ્ટ્રની તેજ કિરણાવલી છે— અજિત ખાણાવલી ભીમદેવ, ગુજરાતના સામત ચક્રચૂડામણી રાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહ અને તેમના ત્રિભુવનગડમાં પરાક્રમેા, રાજર્ષિ કુમારપાલની ધમ દેશનાથી શેાલતી શાંત અમૃતમય રાજ્ય કારકિર્દી તેમ જ ગુજરાતનાં જ સ્વપ્ના કીર્તિવિજયી વસ્તુપાલ તેજપાલ અને ગુજરાતની સુશ્રી અનુપમાદેવીનાં ધાર્મિક અને કલા ભાવનાથી માંડિત સંસ્મરણો આજ પણ ભારતભરનાં યાત્રાળુઓનાં આકષ ણુરૂપ બનેલા છે. સેલ'કી કાળનું ને તેનું પૂવી ગુજરાત અનુપમ, અવનવું ને સંસ્કારભૂષિત છે. મહંમદ બેગડા અને અહુમદશાહનાં સંભારણાં— ઈસ્લામના ઉદય પછી ભારતના ઇતિહાસ સાથે ગુજરાતના ઇતિહાસે પણ કરવટ બદલી અને ગુજરાત ઉપર દિલ્હીનાં વિધર્મી શાસનનાં પટ્ટાક્રમણ થયાં. આ આક્રમણોનાં ખાટામીઠાં સંભારણામાંથી એ ગઢના વિજેતા પરાક્રમી અને મહાબળવાન મહમદશાહનાં સંભારણા તથા અમદાવાદને શિલાન્યાસ કરનારા અહમદશાહ ગુજરાતના ઇતિહાસની તેજસ્વી મૂર્તિએ છે. જબ કુત્તે પર સસ્સા આયા તબ બાદશાહને શહર બસાયા વાળી પ્રસિદ્ધ ઉક્તિ તથા પાંચ પવિત્ર મહમદો દ્વારા અમદાવાદની ભૂમિના શિલાન્યાસ થયેા. આ અમદાવાદ ગુજરાતનું પાટનગર થયું અને તેણે ઘણા ઉતાર ચડાવ જોયા ગુજરાતની આ રાજધાનીમાં જ મેગલ શહેનશાહ જહાંગીરે સર ટોમસ રેાની ભેટ સ્વીફ઼ારી અને પાછળથી સૂરતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની કાઠી સ્થપાઈ. સાબરમતિનાં સંતની સાધના અને વીર વલ્લભની સિંહુ ગર્જના આ પછીના અર્વાચીન ગુજરાતના ઇતિહાસની તેજસ્વી પરંપરા સુભગ-સુલભ છે. સુદામાપુરીમાં ૧૮૬૯ ની બીજી એકટોબરે ગાંધી કુટુબમાં જન્મેલા મેાહનદાસે સત્ય અને અહિંસાના માર્ગે મહાત્મા અતી દક્ષિણ આફ્રિકામાંથી ભારતમાં આવી સાબરમતિનાં કિનારે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી અને આજ ભૂમિમાંથી સ્વાતંત્ર્યની રણભેરી ભારતભરમાં પ્રબળપણે ગજી ઉઠી. સાબરમતિના સંતના સત્યાગ્રહેા, એકાદશ મહાવ્રતા અને તેમની અહિંસાની મશ્કરી કરતાં કરતાં તેમને જ જીવન સમર્પિત કરી ધન્ય બનેલા ગુજરાતના પનેાતાપુત્ર, વીરસેનાની સરદાર સાહેબ અમદાવાદનાં નગર વિકાસનાં ઇતિહાસમાં જ નહિ પણ. ભારતીય મહાતત્રના ઇતિહાસમાં સવાઈ ખિસ્સાક તરીકે તથા ભગવાન ચાણકય પછીના કુશળ કૂટનીતિના રાજદ્વારી આષ દૃષ્ટા મુસદ્દી તરીકે સદીએ સુધી અમર રહેશે. ગુજરાતની સાંસ્કૃતિક ચેતનાના વિશાલ વ્યાપ— ગુજરાતનાં ઇતિહાસનાં વિહંગાવલેાકન પછી વિવિધ ક્ષેત્રે ગુજરાનની વ્યાપક સાંસ્કૃતિક ચેતનાએ સર્જેલાં ઉન્નત અભિગમ તથા પુરુષા પૂર્ણ સિદ્ધિઓને અતિશય સંક્ષેપમાં જરા જોઈ લઈએ (અ) ગુજરાતમાં વસતી જનજાતિઓ ગુજરાતના રાજનૈતિક ઇતિહાસની જેમ ગુજરાતની સામાજિક પ્રતિભાનું સ્વરૂપ પણ નિરનિરાળું અને ચિત્તાકર્ષક છે. અનેક જાતિએ એ ભારતના આ પશ્ચિમ ભાગમાં પ્રવેશ કરી તેને પેાતાના સ્થાયી નિવાસ બનાવ્યેા. ગુજરાતની રહેણી કરણી, ભાષા, સાહિત્ય, રીતરિવાજ, લાક ગીતા, મેળાઓ, તહેવારો તથા કથાઓ વગેરેમાં આ બધી જન જાતિઓની લાક્ષણિકતાઓએ ગુજરાતના પ્રસિદ્ધ પાટણના પટાળા જેવા તેને રૂપ ર'ગ આપેલ છે. ગુજરાતમાં અનેક જાતિએમાં ભીલ અને રાનીપરજ અત્યંત પ્રાચીન લેાકા છે જે આજે પણ પ્રાચીન ગુજરાતનું અને પ્રાચીન ભારતનું એક વિશિષ્ટ અંગ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy