SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૮૯ ' છે, એ પછી એમના જીવનના માર્ગ સૂચક પ્રસંગો દર્શાવ્યા છે અને ત્યારબાદ રસપ્રદ અને જીવંત રીતે પ્રશ્નોત્તરી આલેખી છે. પ્રત્યેક પરિચયના પ્રારંભે ગુરુમહારાજના જીવન વિશેની વિગતો મૂકી છે, આ વિગતો ભવિષ્યમાં આ વિશે સંશોધન કરનારને માટે મૂલ્યવાન બનશે. જેમ જેમ આ પુસ્તક વાંચતા જશો તેમ તેમ જગતમાં જૈન સાધુની મહત્તા શા માટે છે એનો સાક્ષાત્ અને મર્મવેધક પરિચય થતો રહેશે. આ ચારિત્ર પ્રત્યેક વ્યક્તિની અંગત આધ્યાત્મિક યાત્રા માટે ઊંચું પાથેય પૂરું પાડશે. જીવનનાં ક્ષેત્રોમાં પ્રવીણાબહેને સહધર્મચારિણી તરીકે અને માતારૂપે સફળ કાર્ય કર્યું. આવા એમના અંગત જીવનમાં એમણે એમની કલમ દ્વારા નવી સુવાસનો અને ધન્યતાનો ઉમેરો કર્યો છે અને સમાજને પથદર્શક સાધુજીવનના અંતરંગની પ્રેરક ઓળખાણ આપી છે.” બીજા એક જાણીતા ચિત્રકાર નટુભાઈ પરીખ આ લેખિકાબહેન ગાંધી વિષે લખે છે કે “શ્રીમતી પ્રવીણાબહેનને એક વાર મળ્યા હોઈએ અને સાંભળ્યા હોય તો ભાગ્યે જ ભૂલી શકીએ. અવાજમાં વિનમ્રતા અને વાતમાં સચ્ચાઈનો રણકો. તેમની સામે ગમે તેટલી મોટી મેદની હોય તો પણ સહજ રીતે વાણીનો પ્રવાહ વહે. તેમનું વ્યક્તિત્વ ક્યારેય ડારે કે દઝાડે નહીં. વાણીમાં નરી શીતળતા અને વ્યવહારુપણું. વાતમાં અભ્યાસ નીતરે. એમને વિદુષીનું વિશેષણ આપી શકાય.” રાજકોટ રેડિયો પરથી તેમના અનેક વાયુવાર્તાલાપ રજૂ થયા. ખાસ કરીને તેમનો વિષય સ્ત્રીઓ, બજેટ અને ઇકોનોમિક્સ રહેતો. રેડિયો પરથી તેમનાં નાટકો પ્રસારિત થતાં. રાજકોટની માલવિયા અને કુંડલિયા કોલેજમાં વ્યાખ્યાનો આપ્યાં. માલવિયા કોલેજમાં તો સારો એવો સમય પ્રાધ્યાપક રહ્યાં. રાજકોટ લાયન્સ ક્લબમાં વાર્તાલાપો આપતાં. રાજકોટથી અમદાવાદ આવતાં જૈન જાગૃતિ સેન્ટરમાં જોડાયાં. બંને સાથે જાય. શ્રી રસિકભાઈની મદદમાં રહે. શ્રી રસિકભાઈની ચિર વિદાય પછી પ્રવીણાબહેને મેરેજ બ્યુરો સંભાળ્યું. લોકઅદાલતમાં બેઠાં અને અનેકનાં ઘર ભાંગતાં બચાવ્યાં. સોયનું કામ કર્યું. કેન્સર હોસ્પિટલ (સિવિલ)એ એમનું બીજું કાર્યક્ષેત્ર. ત્યાં દર્દીઓની ખબર અંતર પૂછે ને જરૂરી મદદ કરે. તેમની મદદમાં પણ મહાનુભાવો હતા, જે હાક મારતાં હાજર થાય. તેમણે સહેજે ૨૦૦ ચક્ષુદાન કરાવ્યાં. પ.પૂ. વીરેન્દ્રમુનિથી તેઓ પ્રભાવિત હતાં. ધર્મબોધ પામ્યાં. તે બોધના પ્રતિઘોષ રૂપે આ પુસ્તક લખાયું. આ જ્ઞાનની સરવરણી ગુરુના આશીર્વાદથી વહેતી જ રહેશે. ચિત્રકલા એ એમનો યુવાવસ્થાનો શોખ હતો. તેમનું ઘર તેમનાં ચિત્રોથી શોભે. અમદાવાદ મ્યુ. કોર્પોરેશન યોજિત પ્રદર્શનમાં ભાગ પણ લેતાં. લેખિકાબહેનને ધન્યવાદ. –સંપાદક અરે આ તો જનમ જનમના જોગી શ્રદ્ધા અને વ્યક્તિત્વનું સામંજસ્ય કરી જે વ્યક્તિત્વ ઊભરે તે સંન્યાસ અને તે સંયમ છે.” તેવા જ જન્મોજન્મથી પરમાત્માપદની પ્રાપ્તિ અર્થે જ્ઞાનના દીવડાને સાથે લઈને ચાલનારા સ્થાનક્વાસી જૈનસમાજની શ્રમણીઓની આ ગૌરવગાથા છે. આ સંસારમાં કેટલાક માનવીઓ મુકામના નિશ્ચય વિના આમતેમ અટવાયા કરે છે. ભવોદધિમાં ભટક્યા કરે છે, જ્યારે કેટલાક માનવીઓનું લક્ષ્ય પૂર્વજન્મથી પરમાત્માપ્રાપ્તિનું હોય છે. તેમાં તેની પ્રાપ્તિમાં જ્યાં સુધી તેઓ અસફળ રહે છે ત્યાં સુધી પ્રાપ્ત જ્ઞાનના પ્રકાશમાં તેઓ અજન્મા બનવા માટે, પૂર્ણતાને પામવા માટે જન્મો ધારણ કર્યા કરે છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy