SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્ય ધરા પ્રતિકૂળતાને અનુકૂળતામાં પલટાવવાનો અવિરત પુરુષાર્થ. જીવનમાં આવતી ઉપાધિઓને સમાધિમાં ફેરવી નાખનારી કેટલીક વ્યક્તિઓ હોય છે, જેઓની વેદનામાંથી પણ સંવેદનાનું સુવિકસિત કમળપુષ્પ ખીલી ઊઠે છે. સમ્માનનીય પ્રવીણાબહેન ગાંધીના વ્યક્તિત્વમાં સૌજન્ય, ઉદારતા, સમાજસેવા અને જિનશાસન પ્રત્યેની અગાધ પ્રીતિ સતત જોતો આવ્યો છું. અભ્યાસમાં તેજસ્વી કારકિર્દી ધરાવનાર પ્રવીણાબહેને લગ્ન બાદ એમ.એ. અને બી.એડ.ની પદવી મેળવી અને રાજકોટ તથા અમદાવાદની કોલેજોમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપિકા તરીકે સફળ કામગીરી બજાવી. અર્થશાસ્ત્ર અને સમાજજીવન વિશે વાર્તાલાપો આપ્યા. વળી ચિત્રકાર તરીકે ઓઇલ પેઇન્ટિંગમાં એમણે દક્ષતા બતાવી. આ બધાની સાથેસાથે મારા સ્નેહાળ અને કર્તવ્યનિષ્ઠ સ્વજન શ્રી રસિકભાઈ ગાંધીના સહધર્મચારિણી તરીકે સદેવ એમને સાથ આપીને શિક્ષણ, સમાજ અને ધર્મ એ ત્રણે ક્ષેત્રોમાં આ દંપતીએ આગવું યોગદાન આપ્યું. આવાં પ્રવીણાબહેનના જીવનમાં ઈ.સ. ૨૦૦૦ની ૨૪મી ડિસેમ્બરે રસિકભાઈના મૃત્યુનો અણધાર્યો આઘાત સહેવાનું આવ્યું. એ આઘાત સામાન્ય વ્યક્તિને શોકમાં ડુબાડી દે અને એ વ્યક્તિ એમાં જ સ્વજીવનનું પૂર્ણવિરામ મૂકે, પરંતુ સાચી જીવનદૃષ્ટિ ધરાવનારી વ્યક્તિ તો જીવનના આવા પ્રસંગો વિશે ઊંડી મથામણ કરતી હોય છે. રસિકભાઈના અવસાન પછી પ્રવીણાબહેને કશુંક લખવાનો વિચાર કર્યો. જૈન જાગૃતિ સેન્ટરની મહિલા વિંગમાં સ્થાપક હતાં. સીનિયર સિટીઝનની સમિતિમાં કે મેરેજ બ્યુરોમાં કામ કરી રહ્યાં છે. તેથી વિપુલ સામાજિક અનુભવો એમની પાસે હતા. કેન્સર હોસ્પિટલમાં પોતાની રીતે મૂક સેવા આપી રહ્યાં છે, તેથી દર્દીઓની વેદના જાણે છે. “કવિલોક' જેવા ગુજરાતના કવિતાના પ્રતિષ્ઠિત સામયિકમાં એમનાં થોડાં કાવ્યો પણ પ્રકાશિત થયાં હતાં. મનમાં ભાવ તો એવો હતો કે સ્વ. રસિકભાઈ ગાંધીને માત્ર અંજલિ નહીં, પણ શબ્દાંજલિ આપવી. ગંગાને અંજલિ તો ગંગાજળથી જ આપી શકાય ને? આવે સમયે જીવનનો કયો રાહ લેવો તેને માટે તેમણે ખૂબ વિચાર્યું, તો અંતસ્કુરણા થઈ કે મારા ગુરુનાં જીવન વિશે જાણવું અને લોકોને જાણતાં કરવાં છે તેથી બધા જ ગુરુદેવનું જીવનચરિત્ર આલેખવાનો નિર્ણય કર્યો. એક વ્યક્તિ એના જીવનમાં “જ્યોર્તિધામ' શોધવા નીકળે છે અને એ જગતનાં તીર્થોમાં ઘૂમી વળે છે. ગ્રંથો ફેંદી વળે છે પણ એને ખ્યાલ આવે છે કે ખરું જ્યોતિધામ તો એની બાજુમાં બેઠેલી એની માતા છે. આમ પ્રવીણાબહેનને અનુભવ થયો કે જો લેખિની ચલાવવી જ છે તો જે ગુરુઓના આચાર અને વિચાર જોઈને આધ્યાત્મિક જીવનની ઊંચાઈનો ખ્યાલ આવ્યો છે એવા ગુરુઓ વિશે જ શા માટે ન લખવું? આવા જ્ઞાની, ધ્યાન, સમતાના સાધક અને નિઃસ્પૃહી ગુરુઓ ક્યાં કદીય પોતાની વાત કોઈને કહેતા હોય છે? પરિણામે એવું થાય છે કે ગુરુ પાસેથી ધર્મોપદેશ પામનાર સમાજ ગુરુના સ્વજીવનની ભવ્યતાથી અનભિજ્ઞ રહેતી હોય છે. પોતાના ગુરુઓની મહત્તાને જાણવા માટે પ્રવીણાબહેન એમની જિજ્ઞાસા લઈને આવા ગુરુજનો પાસે ગયાં અને ઘણું ઘણું પામ્યાં. પોતે જે પામ્યાં હતાં તે ગુરુપ્રસાદી સમાજને આપવાની ભાવનામાંથી આ ગ્રંથનું સર્જન થયું છે. “તાજેતરમાં ‘જિનશાસનની કીર્તિગાથા' નામક ગ્રંથ લખતાં મને એ અનુભવ થયો કે જૈન સમાજમાં અને વિશેષ કરીને સ્થાનકવાસી સમાજમાં અતીત અને વર્તમાનના ગરઓ વિશે બહ ઓછી સામગ્રી પ્રાપ્ત પ્રજા કે સમાજને આવા ગુરુઓની દીવાદાંડીની જરૂર હોય છે, કારણ કે ચરિત્ર જ વ્યક્તિનું ચારિત્ર્ય ઘડતું હોય છે. આ પુસ્તકમાં પ્રવીણાબહેને ગુરુઓમાં રહેલી વિશેષતાઓ પ્રશ્નોત્તરીના રૂપમાં ઉપસાવી છે. આ પુસ્તકની આલેખનરીતિ વિશિષ્ટ છે. પ્રથમ ગુરુમહારાજની ગુણસમૃદ્ધિનો પોતાના ચિત્ત પર પડેલો પ્રભાવ વર્ણવ્યો Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy