SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ અરે આ તો જનમ જનમના જેગી જળ ૨થાનકવાસી સમાજની શ્રમણીઓની ગૌરવગાથા -શ્રી પ્રવીણાબહેન આર. ગાંધી શીલધર્મની સુગંધ પ્રસરાવતું એક સુંદર પુસ્તક “ગુરુ સમીપે' દ્વારા લેખિકા બહેનશ્રી પ્રવીણાબહેન ગાંધીનો પરોક્ષ અને પછી પ્રત્યક્ષ પરિચય થયો. છેલ્લા બે સૈકામાં થયેલાં મહાસતીજીઓની જીવનમાંડણી જાણવા-સમજવા હમેશાં પ્રયત્નશીલ રહેનાર, આ જ્ઞાનદીપિકાઓનો પ્રકાશ શોધવા સતત મથામણ કરનાર શ્રીમતી ગાંધીને સમયે સમયે જે વેદના-સંવેદના અને સ્પંદનો જાગ્યાં તેના ભાવોના આવિર્ભાવને અત્રે રજૂ કર્યા છે. આ આર્યારનોનાં સંયમજીવનની ગૌરવગાથા રજૂ કરનાર શ્રીમતી ગાંધીનો જન્મ સૌરાષ્ટ્રમાં વઢવાણ મુકામે. માતાશ્રી સરલાબહેન અને પિતાશ્રી ભીખાભાઈ સંઘવીના હાથે સંસ્કાર પામી ૧૯મે વર્ષે વઢવાણમાં માતાશ્રી ચંપાબહેન અને પિતાશ્રી કસ્તુરચંદ ગાંધીના સુપુત્ર રસિકભાઈ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. શ્રી રસિકભાઈ ગાંધી રાજકોટમાં આવેલી પી.ડી. માલવિયા કોલેજ તેમજ શ્રીમતી જે.જે. કુંડલિયા કોલેજના તેમજ અમદાવાદમાં સી.યુ. શાહ કોમર્સ કોલેજના વર્ષો સુધી આચાર્યપદે રહ્યા. પ્રવીણાબહેન પણ એમ.એ., બી.એડ. સુધીનો ઉચ્ચ અભ્યાસ કરી અનેક ક્ષેત્રોમાં અગ્રેસર રહ્યાં. રાજકોટઅમદાવાદ રેડિયો ઉપરથી અર્થશાસ્ત્ર ઉપર, બજેટ ઉપર તેમનાં અનેક વાર્તાલાપો, સામાજિક ધાર્મિક નાટકો વગેરે પ્રસારિત થતાં. અખબારો તેમજ મેગેઝિનમાં લેખો આપ્યા છે. લાયન્સ ક્લબ તેમ જ અન્ય સંસ્થાઓમાં વાર્તાલાપ આપ્યા છે. રાજકોટ તેમ જ અમદાવાદમાં વ્યાખ્યાતા તરીકે સેવા આપી છે. વર્ષોથી કેન્સર (સિવિલ) હોસ્પિટલમાં દર્દીઓને અનામી સેવા આપે છે. ૨૦૦થી વધુ ચક્ષુદાન કરાવ્યાં છે. દરિયાપુરી સંપ્રદાયના ગુરુઓથી વધારે પ્રભાવિત બન્યાં છે. ચિત્રકલાનો બચપનથી શોખ છે. લોકઅદાલતમાં પણ સેવા આપી છે. કવિલોક'માં તેમનાં કાવ્યો પ્રકાશિત થયાં છે. સ્થા. જૈન ઝાલાવાડી સી. સિટીઝન્સ ગ્રુપના તેઓ ઉપપ્રમુખ છે. તેમ જ જૈન જાગૃતિ કાયમી મેરેજ બ્યુરોમાં માનદ્ સેવા આપી છે. પુત્ર ડૉ. સંજય ગાંધી આંખના નિષ્ણાત સર્જન છે. ખૂબ સેવાભાવી અને આગળ પડતા ડૉક્ટર છે. પોતાની કારકિર્દીની શરૂઆતથી જ દરેક દહેરાવાસી, સ્થાનકવાસી કે દરેક સાધુ-સંતોના વિના મૂલ્ય લેન્સનાં ઓપરેશન્સ કરે છે. તેમજ તેમનું આંખ વિષેનું લખાયેલ પુસ્તક થોડા જ સમયમાં પ્રકાશિત થવાની તૈયારીમાં છે. પુત્રવધૂ કલ્પના એમ.એસ.સી. (મેડિકલ) છે. પુત્રી શ્વેતા (બી.ફાર્મ.) કેન્સર હોસ્પિટલમાં સેવા આપે છે. જમાઈ શ્રી કામેશભાઈ શાહ એન્જિ. છે. આમ તેમનો સમગ્ર સંસાર મઘમઘતો છે. સમાજને તેમની સેવા સુદીર્ધકાળ સુધી મળતી રહે તેમ આપણે સૌ પ્રાર્થીએ. આ આત્મજ્ઞાનીની ઓળખ આપતાં જાણીતા વિદ્વાન કુમારપાળ દેસાઈ લખે છે કે–“જીવન એટલે જ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy