SearchBrowseAboutContactDonate
Page Preview
Page 952
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪૨ ધન્ય ધરા વિશાળ કેમિકલ પ્રોસેસ પ્લાન્ટ્સ અને ફર્ટિલાઇઝર પ્લાન્ટના નિર્માણ માટે ભારતને વિશ્વના અન્ય દેશોનો સહયોગ પ્રાપ્ત કરવો પડે છે. એ દિશામાં મંગલાચરણ કરીને ભારતની સંખ્યાબંધ કંપનીઓમાં મેસર્સ દલાલ કન્સલ્ટન્ટ્સ એન્ડ એન્જિનિયર્સ પ્રા.લિ.ને અગ્રસ્થાને સ્થાપિત કરીને દેશવિદેશમાં શ્રી રમેશચંદ્રભાઈને યશકલગી મળી અને ખ્યાતિ પામ્યા. આધુનિક ટેક્નોલોજિકલ પ્રવાહને ઓળખવાની અને સમજવાની તેમની કુશાગ્ર બુદ્ધિશક્તિ રાષ્ટ્રીય અર્થકારણની વૃદ્ધિ અને સમૃદ્ધિમાં દીર્ધ સમય સુધી સક્રિય પ્રદાન આપ્યા કરે તેવી આપણે પ્રાર્થના કરીએ. ધંધાના વિકાસની સાથે આર્ય સંસ્કૃતિના ચાહક શ્રી રમેશચંદ્રભાઈ દલાલ સમાજની અનેકવિધ સેવા-વિષયક પ્રવૃત્તિઓમાં યથાયોગ્ય સહયોગ અને પ્રોત્સાહન આપી પોતાની • ફરજ અદા કરવા હંમેશાં તત્પર રહ્યા છે. ખરેખર સમાજને ગૌરવ અપાવે તેવું તેમનું વિનમ્ર જીવન અને વ્યક્તિત્વ છે. શ્રી રમણલાલ છોટાલાલ ગાંધી ગળથુથીમાંથી મળેલા. આજે તેઓ અનેકવિધ સંસ્કારી, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ખાસ કરીને આરોગ્યક્ષેત્રે એમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. તેમણે પિતાશ્રીનું છત્ર ૧૪ વર્ષની ઉંમરે ગુમાવ્યું અને માતુશ્રી ૨૬ વર્ષની ઉંમરે અવસાન પામ્યાં. માતુશ્રી તરફથી નાનપણમાં તેમની પાસેની કોઈ ચીજ હોય તો તે તેમના દોસ્તમાંથી કોઈ માંગે છે તેને આપવા ખાસ આગ્રહ કરતાં, જેનાથી દરેકને કાંઈક પણ પોતાની પાસેનું આપવું એ સંસ્કાર પડ્યા એમ લાગે છે કે, જેથી અત્યાર સુધીની જિંદગીમાં હંમેશાં કાંઈકને કાંઈક આપવાનું શીખ્યા છે કે જે આપવાથી એટલે કે દાન આપવાથી કોઈ કાળે ઓછું થયું નથી. કુદરતે એક યા બીજી રીતે મેળવી આપ્યું છે. અંડર-ગ્રેજ્યુએટ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી બહુ જ કુમળી વયમાં મુશ્કેલીઓના કપરા સંજોગોનો સામનો કરી ખંત અને ધીરજથી કાંઈક પ્રગતિ કરવા મથતા રહ્યા. ૧૯૩૪માં લાહોરમાં આયાત-નિકાસનો સ્વતંત્ર ધંધો શરૂ કર્યો, પણ આ યુવાન હૈયાને એટલાથી સંતોષ ન થયો. ૧૯૩૯માં મુંબઈ આવ્યા અને એક ક્લિયરિંગ એજન્ટની પેઢીમાં મેનેજરની નોકરી સ્વીકારી, જેમાં તેમણે તેમની કાર્યદક્ષતા, નિષ્ઠાની પ્રતીતિ કરાવી. સમય જતાં ૧૯૪૬માં શ્રી રમણભાઈએ એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટ પ્રાઇવેટ લિ.ની સ્થાપના કરી. ક્લિયરિંગ એજન્ટ્સ તરીકે વ્યવસાય શરૂ કર્યો, જે પેઢીએ તેમના પુરુષાર્થથી અપ્રતિમ સિદ્ધિ હાંસલ કરી. વ્યવસાયને લગતાં તેમનાં અન્ય કન્સર્ન જેવાં કે મેસર્સ કેઇન હાયરિંગ કું, મેસર્સ એક્સપ્રેસ રોડવેઝ અને મેસર્સ એલાઇડ શિપિંગ એન્ડ ટ્રાન્સપોર્ટ કું. શરૂ કર્યો, જેની અમદાવાદ, વડોદરા, ગોવા અને ગાંધીધામ ખાતે શાખાઓ સ્થાપી. કેઈન અને ટ્રેઇલર ધરાવનાર એકમાત્ર ક્લિયરિંગ એજન્ટ તરીકેનું નામ ચોગરદમ મશહૂર બન્યું છે. સરદાર સરોવર, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ કું, નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ, શ્રી રામ ફર્ટિલાઇઝર્સ–કોટા, બીરલાનું ફર્ટિલાઇઝર્સ સંકુલ, ઝુઆરી એગ્રો-કેમિકલ્સ લિ., ગોવાનું ક્લિયરિંગ તથા ટ્રાન્સપોર્ટનું કામ તેમજ અમદાવાદમાં સેટેલાઇટ સ્ટેશન તથા એટમિક એનર્જીનું કામ પૂર્ણ કરવામાં તેમની પેઢીએ યશકલગી પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત બારડોલી સ્યુગર ફેક્ટરી, કોડીનાર સુગર ફેક્ટરી, બજાર્જ, મુકુન્દ, કેલિકો, ચેમ્બર તેમજ ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સના કાર્યમાં પણ તેમની પેઢીને ફાળે ઘણો યશ જાય છે. જનહિતનાં અનેક શુભ કામોમાં મનને એકાગ્ર કરી અંતરમાંથી નીકળેલ સેવાતને ઝળહળતી રાખવા સત્કાર્યોના સર્જન માટે ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરનાર શેઠશ્રી રમણભાઈ ગાંધીનો જન્મ ગુજરાતમાં ઠાસરા ગામની નાગર વણિક જ્ઞાતિમાં સિદ્ધપુરના ખ્યાતનામ ધારાશાસ્ત્રી શ્રી છોટાલાલભાઈના ગૃહે માતુશ્રી કમળબાની કૂખે થયો. (જન્મ તારીખ ૧૧-૧૧-૧૯૧૪). શ્રી રમણભાઈ બાલ્યકાળમાં જ સેવા-સ્વાશ્રયના પાઠ શીખ્યા. દીર્ઘદૃષ્ટિવાળા વડીલોએ તેમનું ઘડતર કર્યું અને તેથી તો તેઓ શિસ્ત અને સત્યના હિમાયતી બન્યા. શુદ્ધિ અને સત્યનિષ્ઠા વિશેના કેટલાક ખ્યાલો તેમને Jain Education International Jain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy