SearchBrowseAboutContactDonate
Page Preview
Page 953
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૯૪૩ શ્રી રમણભાઈએ વ્યવસાયને લગતી અનેકવિધ પ્રવૃત્તિઓ વિસ્તારી જે પાંગરીને વટવૃક્ષ બની. આ બધી જવાબદારીઓની સાથે જનસેવા અને વતન પ્રત્યેની મમતાને ક્યારેય ભૂલ્યા નથી. તેમની તીવ્ર બુદ્ધિશક્તિ, કર્તવ્યનિષ્ઠા અને ખંતભર્યો શ્રમ કરવાની તત્પરતા વિશેષ જોવા મળી. ચોક્સાઈભરી કુનેહ અને એક સંનિષ્ઠ સમાજસેવકમાં જોઈએ તેવી ધગશ તેમનામાં જોઈ. આજે તેઓ ઉચ્ચ આસને બિરાજમાન છે, તેની પાછળ તેમનો આત્મભોગ અને અથાક કષ્ટભર્યો શ્રમ પડેલો છે. વતની ઠાસરાની ધી જે. એમ. દેસાઈ હાઇસ્કૂલ, મહાલક્ષ્મી કન્યાશાળા, વિદ્યોત્તેજક મંડળ, હોસ્પિટલ, પુસ્તકાલય, છાત્રાલય, મહિલા સેવા કેન્દ્ર, શીરડી સાંઈબાબા મંદિર, પોલિયો હોસ્પિટલ તેમજ આર. સી. ગાંધી વારિગૃહ, ઠાસરા–એવી અનેક સંસ્થાઓને તેમની દેણગી પ્રાપ્ત થઈ છે. સમાજસેવાનાં આ બધાં જ કામમાં તેમનાં ધર્મપત્ની સ્વ. શ્રીમતી નિર્મળાબહેનનો સહયોગ હંમેશાં રહ્યો હતો. શ્રીમતી નિર્મળાબહેનની સાથે શ્રી રમણભાઈએ વિશ્વના અનેક દેશોનો સંસ્કાર-પ્રવાસ ખેડ્યો છે. તેમની અનેક સેવાની કદરરૂપે ઠાસરાના નાગરિકોએ ૧૯૬૮માં ભૂતપૂર્વ મુખ્યમંત્રીશ્રી હિતેન્દ્ર દેસાઈના વરદ હસ્તે માનપત્ર એનાયત કરેલું ત્યારે ભારે મોટું બહુમાન મેળવ્યું. તેમના સુપુત્રી શ્રી વિનોદભાઈ, શ્રી કિરીટભાઈ, શ્રી અશ્વિનભાઈ આ વ્યવસાયમાં સાથે જોડાયેલા છે. ભાઈશ્રી અશ્વિનભાઈ વડોદરામાં ગુજરાતની પ્રથમ કક્ષાની પાશ્ચાત્ય ઢબની ચાર-તારક અદ્યતન હોટેલો એક્સપ્રેસ હોટેલ્સ પ્રા. લિ.નું તથા જામનગરમાં ૧૨૦ રૂમની હોટલનું સંચાલન કરે છે. શ્રી રમણભાઈનું વિશાળ કુટુંબ આનંદ-કિલ્લોલથી રહે છે. સુખી છે. તેઓ વાચન અને તરવાનો શોખ ધરાવે છે. સમાજસેવાના કામમાં હંમેશાં તત્પરતા દાખવી છે. | ગુજરાતની એક માત્ર ચેરિટેબલ દાંતની હોસ્પિટલ આરોગ્ય સેવા મંડળ સંચાલિત ‘આર. સી. ગાંધી સાર્વજનિક ડેન્ટલ હોસ્પિટલ' તેમના નામથી ચાલે છે. વડોદરાની અન્ય હોસ્પિટલો જેવી કે યોગિની વસંતદેવી હોસ્પિટલ ફિઝિયોથેરપી સેન્ટર, આરોગ્ય કેન્દ્ર, હરદ્વાર ગુજરાતી ધર્મશાળા ટ્રસ્ટ, બદ્રીનાથ, નાથદ્વારા તથા શ્રમ મંદિર ટ્રસ્ટ અને અન્ય કેટલીક સ્કૂલોમાં સારી રકમનાં દાનો કર્યા છે. આ ઉપરાંત એમ. એસ. યુનિવર્સિટીમાં પણ તેમનું સારું એવું પ્રદાન છે. સંસ્કારસંપન્ન શ્રી રમણભાઈએ ઔદાર્ય કીર્તિ અને ગૌરવને વિવિધ ક્ષેત્રે વિવિધરૂપે વિકસાવ્યાં છે. ડેન્ટલ હોસ્પિટલની બીજી શાખા જલારામ મંદિરના સૌજન્યથી તેમના મકાનમાં કરવામાં આવી છે અને મોટી સંખ્યામાં જનતા તેનો લાભ લે છે. બીજી શાખા સલાટવાડા વડોદરામાં છે. નાનપણથી વૃદ્ધોની સેવા અર્થે મદદ કરવાની ટેવ હતી ત્યારથી વૃદ્ધો માટે સેવા કરવાના ઇરાદાથી ત્રણ વર્ષથી તે સંસ્થામાં પોતે સંકળાયેલા પરંતુ તે જગ્યા તેમના નિવાસસ્થાનથી દૂર હોય જાતે સેવા આપવાનો લાભ લેવાતો નહીં. એથી નજીક શહેરમાં લાવવા પ્રયત્ન કર્યો. સરકાર કે કોર્પોરેશન તરફથી અથાગ મહેનત કરવા છતાં જગ્યા ના મળી તેથી પગભર થવાનો નિર્ણય કર્યો. તે દરમ્યાન ૭૨ વર્ષે બાયપાસ હાર્ટની સર્જરી કરાવવાની જરૂર ઊભી થઈ જે કરાવી અને તે કામ માટે તથા અન્ય સેવાનાં કામો માટે તેમનાં પત્નીએ “શ્રી જલારામ સેવા સમાજ ટ્રસ્ટની સ્થાપના કરી, જેમાં આશરે રૂ. ૫ લાખ જેવી માતબર રકમનું દાન તેમના કુટુંબ તરફથી આપી નિઝામપુરા વડોદરામાં વૃદ્ધોને ઉપરની જગ્યાએ વસાવ્યાં, જ્યાં હાલમાં ૬૦૬૫ વૃદ્ધો બધી સુવિધા ફ્રિજ, પલંગ, ગાદલાં, રંગ, બે ટાઇમ ભોજન તથા ચા-પાણી સાથે માસિક ઓછા દરથી રહે છે. તબિયત અંગે ખાસ કાળજી પણ લેવાય છે. આ વૃદ્ધાશ્રમ માટે જલારામ મંદિર તરફથી ખૂબ જ સહકાર છે અને આ સંસ્થા જલારામ બાપા જ નિભાવવાના છે. કિરીટભાઈ તથા તરલિકાબહેન આ વૃદ્ધાશ્રમમાં સેવા આપે છે. શ્રી વાલજીભાઈ નાનજીભાઈ પટેલ (ઔરંગાબાદ) આલમના ઘનઘોર અંધકાર વચ્ચે પુરુષાર્થ પરિશ્રમ અને આત્મશ્રદ્ધાનો દીપક પ્રગટાવી સાહસ-પંથે આગે ધપનારા ધુરંધરપદના યશભાગી બની શકે છે. ઔરંગાબાદમાં સાહસ અને સખ્ત પરિશ્રમથી આગે ધપતા શ્રી વાલજીભાઈ નાનજીભાઈ પટેલ ગુજરાતી સમાજના કર્ણધાર છે. કચ્છ દેશલપુર ગુંતલીના કડવા પાટીદાર પરિવારમાં શ્રી વાલજીભાઈનો જન્મ ઈ.સ. ૧૯૩૨ના ઓગષ્ટ માસમાં થયો હતો. અભ્યાસ પછી ઈ.સ. ૧૯૫૯માં ઔરંગાબાદ આવીને .. " એક જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy