SearchBrowseAboutContactDonate
Page Preview
Page 950
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪૦ સમગ્ર જીવન સ્વ. શ્રી બચુભાઈ પી. દોશી જેમનું સમાજના ચરણે સમર્પિત થઈ ગયું હતું એવા આજીવન મૂકસેવક, પ્રેમાળ અને વાત્સલ્યમૂર્તિ સ્વ. શ્રી બચુભાઈ પી. દોશીનું જીવન એક યશસ્વી કાર્યવાહીનો ઇતિહાસ છે, જે આપણને સર્વને ચિરંતન પ્રેરણારૂપ બની રહેલ છે. ભાગ્યે જ જોવા મળે તેવી સેવાપરાયણતા અને કર્તવ્યનિષ્ઠાથી ભરપૂર શ્રી બચુભાઈ એક સંનિષ્ઠ મૂકસેવક અને મિશનરીરૂપ હતા. તા. ૧-૩-૧૯૨૬ના રોજ બોટાદ મુકામે તેમનો જન્મ થયો હતો. પિતાશ્રી પોપટલાલ છગનલાલ દોશી અને માતુશ્રી સમજુબહેનના સુપુત્ર શ્રી બચુભાઈનો બાળઉછેર પૂજ્ય માતુશ્રીના અચાનક અવસાનને લીધે મોસાળમાં થયો હતો. શ્રી બચુભાઈ નાનપણથી જ અભ્યાસ ઉપરાંત તમામ પ્રકારનાં કામકાજ ભારે ઉત્સાહ અને નિષ્ઠાથી કરતા હતા. જૈનશાળા અને મુનિ-મહારાજોના સંસર્ગથી બાળપણથી જ ધાર્મિક સંસ્કારોનું તેમનામાં સિંચન અને દૃઢત્વ થયું. અનેકવિધ આર્થિક સંકડામણો અને કૌટુંબિક મુશ્કેલીઓથી જરાપણ ચલિત થયા વિના પોતાના દૃઢ સંકલ્પ અને નિશ્ચયબળથી મેટ્રિક પછી ઇન્ટર આર્ટ્સ સુધી ભાવનગરની શામળદાસ કોલેજમાં વિદ્યાભ્યાસ કર્યો અને સાથે સાથે પોતાની ધાર્મિક સામાજિક અને વિવિધ યુવાપ્રવૃત્તિઓને વેગવંતી બનાવી ૧૯૪૯માં મુંબઈની સિદ્ધાર્થ કોલેજમાંથી બી.એ.ની માનદ્ ઉપાધિ પ્રાપ્ત કરી અને તુરત જ શ્રીયુત શ્રી ચિમનલાલ ચકુભાઈ શાહની પ્રેરણાથી જૈન કેળવણી મંડળ અને સંસ્થાની પૂર્વ સંસ્થા સૌરાષ્ટ્ર હોસ્ટેલ અને ચૂનીલાલ બી. મહેતા જૈન વિદ્યાલયના સુપરિન્ટેન્ડેન્ટ તરીકે જોડાયા. ફક્ત જોડાયા જ નહીં, તે દિવસથી જાણે તેમણે સેવાનો ભેખ લઈ લીધો જે જીવનપર્યંત ચાલુ રાખ્યો! સુપરિન્ટેન્ડેન્ટ તરીકે જોડાયા પછી અનેકવિધ સેવાક્ષેત્રો જેવાં કે કેળવણી, વિદ્યાર્થીઓની જરૂરિયાતો, સ્કૂલોનાં સંચાલન, ધાર્મિક સંસ્થાઓને માર્ગદર્શન, સગપણ, લગ્નની સામાજિકસમસ્યાઓ, લોનસ્કોલરશિપ વગેરે ટ્રસ્ટો, ઉચ્ચ વિદેશ Jain Education International ધન્ય ધરા અભ્યાસસહાયક સંસ્થાઓમાં તન, મન અને ધનથી આપેલું તેમનું યોગદાન હંમેશાં ઉદાહરણરૂપ બની રહેશે. શ્રી બચુભાઈનાં લગ્ન તા. ૧૯-૫-૧૯૫૦ના દિવસે શ્રીમતી સુભદ્રાબહેન સાથે થયાં. તેમનું લગ્નજીવન ખૂબ જ સુખી અને નિસ્વાર્થ પ્રેમભર્યું હતું. શ્રી બચુભાઈ સુભદ્રાબહેનના સહકાર અને સમર્પણતાથી ગદ્ગદિત થઈ કહેતા કે, “મારી પત્નીના ધૈર્યશીલ, સહિષ્ણુ તથા માયાળુ સ્વભાવને લીધે જ હું સમાજસેવાનાં કાર્યો કરી શકું છું.” શ્રી બચુભાઈના બન્ને સુપુત્રો શ્રી મહેશભાઈ અને શ્રી મિલનભાઈ તથા તેમની પુત્રવધૂઓ અ.સૌ. શીલાબહેન અને અ.સૌ. ફાલ્ગુનીબહેન તથા સુપુત્રીઓ સુરેખાબહેન અને કલ્પનાબહેનમાં તથા પૌત્રી હિરલ અને પૌત્ર વિનીતમાં પણ બચુભાઈના જ સેવાના તથા પરોપકારના ગુણો ઊતર્યા છે. સમગ્ર પરિવારે આદરણીય શ્રી બચુભાઈના સેવાસમર્પણતાના યજ્ઞમાં આનંદ, સહકાર અને સંપૂર્ણ ટેકો આપેલ હતો. શ્રી બચુભાઈ દોશીના સેવાસમર્પણમાં સંકળાયેલી વિવિધ સંસ્થાઓ જોઈએ તો શ્રી જૈન કેળવણી મંડળ સંચાલિત શ્રી સી. બી. મહેતા વિદ્યાલય અને શ્રી કે. આર. સંઘરાજકા જૈન વિદ્યાલય, શ્રી જૈન કેળવણી મંડળ ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘ, શ્રી ઝાલાવાડી સ્થાનકવાસી જૈન સભા, શ્રી બોટાદ પ્રજામંડળ, શ્રી રાણપુર પ્રજામંડળ, પ્રાણ આરાધના કેન્દ્ર, મહુડી, શ્રી સી. એમ. શાહ ચેરિટેબલ ટ્રસ્ટ, મુંબઈ, શ્રી એમ. કે. શાહ ચેરિટેબલ ટ્રસ્ટ, મુંબઈ, જૈન સોશ્યલ ગ્રુપ, મુંબઈ, જૈન પત્રકાર સંઘ, મુંબઈ વગેરે હતા. શ્રી ૨. વિ. ગોસળિયા સ્થા. જૈન છાત્રાલય, બોટાદ અને સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ, સાયનમુંબઈ વગેરે સંસ્થાઓ સાથે પણ તેઓ સંકળાયેલા હતા. આ ઉપરાંતમાં શ્રી બચુભાઈ વિદ્યાભારતી-બોટાદ, આરોગ્યભારતીબોટાદ, શ્રી અમૃતલાલ શેઠ હોસ્પિટલ-રાણપુર, જન્મભૂમિ હાઇસ્કૂલ-રાણપુર તેમજ જૈનધર્મ અને સમાજની વિવિધ પત્રિકાઓ જેવી કે જૈનપ્રકાશ', ‘સ્થાનકવાસી જૈન', ‘ઝાલાવાડી સ્થાનકવાસી જૈનસભા’ ‘માસિક પત્રિકા’, ‘દશાશ્રીમાળી’, ‘રત્નજ્યોત’ વગેરે જૈનપત્રો તેમજ ચેતના', ‘ઝાલાવાડ જાગૃતિ’, ‘સમય’ વગેરે પત્રો સાથે સંકળાયેલા રહ્યા હતા. શ્રી બચુભાઈના સ્વભાવ અંતર્ગત સદ્ગુણો જોઈએ તો ક્યારેય કોઈની સાથે અણબનાવ નહીં. માણસભૂખ્યા, પ્રેમાળ સ્વજન, કોઈની સગાઈ હોય, લગ્ન હોય કે સાદડી હોય, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy