SearchBrowseAboutContactDonate
Page Preview
Page 949
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩૯ શાશ્વત સૌરભ ભાગ-૨ પ્રમુખ તરીકે નિમણુક થતાં પોતાની બુદ્ધિકૌશલ્યતા દાખવી, જ્ઞાતિના રીતરિવાજો, બંધારણ તથા ધારાધોરણના ઘડતરમાં એમનું યોગદાન ઘણું મહત્ત્વપૂર્ણ રહ્યું છે. સામાજિક અને વ્યાવહારિક કાર્યોમાં અંગત હિતોને પ્રાધાન્ય ન આપતાં અને જ્ઞાતિજનોનાં ઉત્કર્ષના નિર્ણયો લઈ પોતાની કુશાગ્ર બુદ્ધિ અને વહીવટી દક્ષતાનો પરિચય આપી જ્ઞાતિ-ઉત્કર્ષની અનેકવિધ પ્રવૃત્તિઓની શરૂઆત કરી હતી. સમાજની જરૂરતમંદ વ્યક્તિઓને પોતાના તન-મન-ધનથી સહયોગ કરી અનેક વ્યક્તિઓને પગભર કરી તેઓની કારકિર્દી બનાવેલ. રાયપુર અને રાયપુર બહાર વસતા અનેક વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉત્સાહિત કરવા તેઓશ્રી વ્યક્તિગતરૂપે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિઓ તથા અન્ય આર્થિક સહાય આપી તેમને પ્રોત્સાહિત કરતા. શ્રી મચ્છુકઠિયા સઈ સુતાર સેવા સમિતિ, રાયપુરના અગ્રગણ્ય પ્રમુખ તરીકે તેઓએ જ્ઞાતિહિતનાં કાર્યોમાં સર્વદા મશગૂલ રહી સેવા બજાવેલ છે, જેના પ્રભાવે સર્વ જ્ઞાતિજનોના અંતકરણમાં એમના પ્રત્યે એક સરખો પૂજ્યભાવ સ્થાપિત થયેલ છે. તેઓએ સંપૂર્ણ જીવન જ્ઞાતિસેવામાં અર્પણ કરીને જ્ઞાતિનાં સામાજિક અને વ્યાવહારિક કાર્યોમાં વખતનો ભોગ આપી સ્વાર્થની દરકાર કર્યા વગર સત્ય અને નીતિપ્રિયતાથી જ્ઞાતિહિતના પ્રશ્નોનો બુદ્ધિમત્તાથી અને પ્રામાણિકપણે ઉકેલ આપતા, જે એમની વ્યવહારદક્ષતાનો અને જ્ઞાતિ કાર્યની કુશળતાનો સચોટ પુરાવો છે. દરેક જ્ઞાતિબંધુ પ્રત્યે એકસરખો બંધુભાવ રાખવામાં અને નમ્રતાશીલ વર્તન રાખવામાં આવતા સહુ બંધુઓનાં હૃદયમાં ઘણી જ ઉમદા છાપ પાડેલી છે તેથી તેમની અત્યાર સુધીની ઉજ્જવલ કારકિર્દીનાં યશોગાન મુક્ત કંઠે ગવાઈ રહ્યાં છે. તેમનાં શાંત સ્વભાવ, મિલનસાર પ્રકૃતિ, નિરાભિમાનથી પરસ્પર ભાતૃભાવ પ્રેરવાની એમની ઉત્કંઠાએ જ્ઞાતિજનોના હૃદયમાં પૂજ્ય ભાવની જાદુઈ અસર ઉપજાવેલ છે. તેઓએ જ્ઞાતિની પ્રગતિ માટે ઘણું કર્યું છે. ભારતનાં જુદાં જુદાં સ્થળોએથી રાયપુર મધ્યે આવી વસેલ મચ્છુકઠિયા સઈ સુતાર કુટુંબોનું વિશાળ વટવૃક્ષ સ્થાપી તેઓએ સમાજની એક ઉમદા સેવા કરેલ છે. આ વટવૃક્ષ આજે એટલું વિશાળ થયેલ છે કે જેની છાયા હેઠળ રાયપુર મધ્યે ઉત્તર ભારત, દક્ષિણ ભારત તથા પૂર્વ ભારતમાં જોવા ન મળે એવી સઈ સુતાર સમાજની એક આદર્શ નયનગમ્ય અને રમણીય વિશાળ સમાજવાડીનું સર્જન થયેલ છે. આ સમાજવાડીની જોઈતી જમીન માટે જરૂરી આર્થિક યોગદાન પોતાના પિતાશ્રી સ્વ. દામજીભાઈ શિવજીભાઈ પીઠડિયાની સ્મૃતિમાં આપેલ છે. આ સમાજવાડી સઈ સુતાર ભવનનું સર્જન તેઓની જીવનની એક અદમ્ય ઇચ્છા તથા સુંદર સ્વપ્ન હતું, જે પરમ કૃપાળુ પરમાત્માએ પરિપૂર્ણ કરેલ છે. “બહુજન સુખાય બહુજન હિતાય'ના આદર્શને વાસ્તવિકતામાં પરિવર્તિત કરી સમગ સમાજ પ્રત્યે પોતાનું કર્તવ્ય પૂર્ણ કર્યું. કોઈ પણ પ્રકારની હોદ્દાની મોટાઈ રાખ્યા વગર સામાજિક પ્રવૃત્તિમાં દરેક પ્રકારનું કાર્ય પોતાના હાથે કરવામાં જરા પણ સંકોચ અનુભવતા નહીં. તેઓ સારી પ્રતિષ્ઠા ધરાવતા હોવા છતાં તેમનામાં નાનામોટાનો ભેદભાવ ન હતો. તેઓ ખૂબ જ કુટુંબપ્રિય વ્યક્તિ હતા. ખૂબ જ માયાળુ, પ્રેમાળ અને મમતાવાળા સ્વભાવને કારણે તમામ લોકગણમાં ખૂબ જ આદરણીય વ્યક્તિ બનેલા હતા. તેમને વાચનપ્રેમ હોવાથી સાંસારિકતા અને વ્યાવસાયિકતાનાં દરેક ક્ષેત્રે ખૂબ જ જ્ઞાન હતું. એમનું વ્યક્તિત્વ અનેક પાસાંવાળું હતું. તેઓ એક વડીલ, એક મિત્ર, કોઈને પણ કામ આપવા તૈયાર સજ્જન, એક કુશળ વ્યાપારી, એક પ્રોત્સાહક અને સૌથી વધુ એક હૃદયના માનવી હતા. ઈ.સ. ૧૯૨૯માં પોતાની નાની વયથી જ સ્વપ્રયત્ન જ્વલંત કારકિર્દી અને જીવનગાથા ઊભી કરી અવિરતપણે આ કર્મ યોગીએ દરેક ક્ષેત્રમાં પોતાના અથાગ પરિશ્રમ સ્વશક્તિ અને સાહસથી એક પછી એક સફળતાના શિખરો સર કરી સમાજની સેવા કરી. તા. ૧૫-૭-૧૯૯૦ના રોજ મહાપ્રયાણ કર્યું. સદ્ગતના પરિવારમાં તેમનાં ધર્મપત્ની અંબાબહેન તથા પુત્રો કિશોરચંદ્ર અને કૈલાશચંદ્ર તથા પુત્રવધૂઓ તથા પૌત્રપૌત્રીઓનો વિશાળ પરિવાર એમનાં આદર્શો અને કર્તવ્યપરાયણતાનું અક્ષરશઃ અનુસરણ કરે એજ ખરી શ્રદ્ધાંજલિ. સમભાવ રાખી સદાય, જીવન એવું જીવી ગયા, સુખને છલકાવ્યું નહીં, દુઃખને દેખાડ્યું નહીં, તપની આરાધના થકી આત્માની ઉન્નતિ કરી, વિદાય એવી લીધી કે કદી વિસરાય નહીં. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy