SearchBrowseAboutContactDonate
Page Preview
Page 938
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨૮ તેમના પરિચયમાંથી થઈ. જ્યારે તેવો સરકારી પ્રાથમિક શાળામાં ઘોરણ ૪ થી ૭માં અભ્યાસ કરતાં હતાં ત્યારે ઘરની આર્થિક સ્થિતિ ઘણી જ નબળી છતાં શ્રી રસિકભાઈ વેકેશનના સમયનો સદ્ઉપયોગ કરી રેટિયા પર રૂ કાંતી સૂતર બનાવવું, તહેવારોમાં પતરાનાં રમકડાં બનાવવાં અને વેંચવાં. આમ, ભણતાં-ભણતાં આર્થિક રીતે પગભર થઈ ઘરમાં મદદરૂપ થતા. મોટરકારમાં બેસી ભાવનગર જતા હતાં. શ્રી રસિકભાઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખામાં જતા હતા તેથી તેઓને અને તેમના મિત્રોને શ્રી બાજપાઈજીનું જસદણથી આટકોટ સ્વાગત કરવા માટે જવાનું હતું. સૌએ ફૂલહારથી અભિવાદન અને ચા–પાણીથી સ્વાગત કર્યું. મિત્રોએ પોત-પોતાની ઓટોગ્રાફ બુકમાં શ્રી બાજપાઈજીના ઓટોગ્રાફ લીધા. શ્રી રસિકભાઈ પાસે પૈસા ન હોવાથી ઓટોગ્રાફ બુક લીધી નહોતી. તેથી તેઓ ઓટોગ્રાફ ન લઈ શક્યા અને દૂર ઊભા રહ્યા. શ્રી બાજપાઈજીએ તેમને બોલાવ્યા અને પૂછ્યું : “આપને મેટા ઓટોગ્રાફ્સ ક્યોં નહીં લિયા?' શ્રી રસિકભાઈએ જવાબ આપતાં કહેલું : “મેરે યે સબ દોસ્ત અપને પેર પર લડેંગે, મેં ભી અપને પેર પર લડનેવાલા હૂં’ જવાબ સાંભળી શ્રી બાજપાઈજી ખડખડાટ હસ્યા. વાંસામાં ધોરણ ૭માં અભ્યાસ દરમિયાન તેમના પિતાજીની માસિક આવક માત્ર રૂ. ૧૦૦ હોવાથી, ભણતરમાં ફી માફી મળે તે માટે પ્રયત્નો કરેલા અને મામલતદારે ફી માફી કરી આપેલી. શ્રી રસિકભાઈ તેમનાં ફઈબાના દીકરા લાલજીભાઈ નાનજીભાઈ તલસાણિયાના કારખાનામાં પાર્ટ-ટાઈમ નોકરી કરવા લાગ્યા. પણ, પછી આવ્યું ૮મું ધોરણ. ફરીવાર તેઓ મામલતદારશ્રીને મળ્યા. ફી માફી ન થઈ. મામલતદારે કહેલું બે ધબ્બા લગાવ્યા અને રૂ. ૧૦ આપ્યા. રૂ. ૧૦ની નોટ આજે પણ શ્રી રસિકભાઈ પાસે અકબંધ છે. : “તમારા પરિવારને ખેતી હોવાથી, ભણવામાં ફી માફી થાય નહીં.” મૂંઝવણ થાય સ્વાભાવિક છે. તેમણે માંડ-માંડ ફી ભરી નવમું ધોરણ પાસ કર્યું. શ્રી રસિકભાઈનું લક્ષ ડોક્ટરએન્જિનિયર થવાનું હતું. પણ માળવે કેમ જવું? એમાં શ્રી લાલજીભાઈ તલસાણિયાએ ગણિત માંડ્યું. કોલેજનો ખર્ચ વગેરેનો માંડ્યો હિસાબ. ચાર બહેન, બે નાના ભાઈ, માતાપિતા, પરિવાર મોટો અને પોતે ઘરમાં મોટા. શ્રી લાલજીભાઈની સલાહ મગજમાં બરાબર ઠસી ગઈ. તેમના જ કારખાનામાં શરૂ કરી નોકરી. ઘરની જવાબદારી ઉપાડી લીધી. પહેલો પગાર રૂપિયા પાત્રીસ. પગાર ન સ્વીકાર્યો. પ્રશ્ન થયો : “કેમ પગાર ન લીધો?” શ્રી રસિકભાઈએ ઉત્તર આપતા કહેલું કે, “પગાર લઉં તો તમે કહો તે કામ કરવું પડે, ન લઉં તો મારે જે કામ કરવું હોય, તે કરું.” શ્રી લાલજીભાઈએ પગાર તો આપ્યો જ. પછી તો શ્રી રસિકભાઈએ મશીન ઉપર કામ કરવાનો આગ્રહ રાખેલો અને બીજા જ મહિને તેઓ લેથ ઉપર કામ કરવા લાગ્યાં. તેમના જીવનના પ્રસંગોની છાબ આજના યુવાનો માટે પ્રેરક છે. તેમાં કોઈ સંદેહ નથી. કારણ કે, તેઓ નાસીપાસ ક્યારેય થયા નથી. ૧૯૬૨ની એક ઘટના. પૂર્વ વડાપ્રધાન માનનીય શ્રી અટલબિહારી બાજપાઈજી રાજકોટથી વાહનમાર્ગે Jain Education International ધન્ય ધરા શ્રી રિકસભાઈએ શ્રી લાલજીભાઈના કારખાનામાં એકાદ વર્ષ કામ કર્યું. પણ ઊંડે−ઊંડે તમન્ના હતી પોતાનું કારખાનું કરવાની. તમન્ના ફળી. ઓઈલ એન્જિન તથા ઓપનર બનાવવાનું ભાગીદારીમાં શરૂ થયું. પણ ભાગીદારના અવ્યવસ્થિત વ્યવહારથી ધંધામાં નુકશાન વેઠવું પડ્યું. મુશ્કેલીના પહાડો તૂટવાનું યથાવત્ હતું. ત્યાં શ્રી રસિકભાઈનાં માતાશ્રીની તબિયત લથડી. તેથી તા. ૩-૨૭૦ના રોજ તાત્કાલિક લગ્ન લેવાયાં સુ.શ્રી મંજુલાબહેન સાથે. એક વણિક મિત્ર સાથે ફરી ભાગીદારીમાં કારખાનું શરૂ કર્યું. નસીબ બે ડગલા આગળ ચાલતું હતું. ફાવટ આવી નહીં. વહીવટની સૂઝના અભાવે ફરી પાછી ખોટ. ઘરની આર્થિક સ્થિતિ વધુ કથળતી જતી હતી. જસદણથી રાજકોટ આવવું હોય તો, બસ ભાડું ન નીકળે. કપડાંને થીગડાં મારીને પહેરવાં પડે તેવો સમય. એકવાર ઘરનાં સૌ જમવાની તૈયારી કરતાં હતાં. ત્યાં જ મહેમાન આવ્યા. હસતાં-હસતાં અમારું જમવાનું મહેમાનને આપ્યું. અમે સૌએ પાણી પીને ચલાવ્યું. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં અડીખમ ઊભા કરી સામનો કરવો એ શ્રી રસિકભાઈનું કામ. સાચી રીતે પરિસ્થિતિને સહન કરનારને ઈશ્વર કોઈને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy