SearchBrowseAboutContactDonate
Page Preview
Page 937
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ સમાચાર તેમજ ઇકોનોમિક્સ ટાઈમ્સ અખબારો વાંચવાં ગમે છે. યુવાનો માટે પ્રેરક અવતરણ આપતાં તેમણે મુલાકાતમાં જણાવ્યું કે, “કોઈ પણ ક્ષેત્રમાં કોઈપણ જગ્યાએ સમજણપૂર્વકના સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી.” સમજે છે તેને સમજાવવાની જરૂર નથી જે નથી સમજતા અને તેને પણ સમજાવવાની જરૂર નથી. તેમની એવી ઇચ્છા કે, ભાવિ જગત મારું આદર્શ વ્યક્તિ તરીકે સ્મરણ કરે. તેઓ ૨૧ વર્ષ પૂર્વેની પોતાના પરિવારની સ્થિતિ યાદ કરતાં ગળગળા થઈ ગયેલા : “૧૯૮૫-૮૬માં નાનું એવું અમારું ઘર અને કારખાનું સાથે હતાં. મારા માતુશ્રી ભારતીબહેન સ્વમાનપૂર્વક મારા પિતાશ્રીની પડખે ઊભા રહી કારખાનામાં ડીલીવરી ચલણ બનાવવામાં મદદરૂપ થતાં.” આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં તેમના ચહેરા ઉપર દુઃખ જોવા મળતું નહીં. તેમના પિતા કનુભાઈના અનેક ગુણોની મુડી આજે તેમનામાં અકબંધ છે. પિતા શ્રી કનુભાઈ ૧૨ વર્ષના હતા ત્યારે શ્રી સુનીલ ગજ્જરના દાદા શ્રી મોહનભાઈએ એલ. એન્ડ ટી.ના ડાયરેક્ટર શ્રી દેસાઈ મુંબઈથી રાજકોટ આવેલા. તેમની સરભરા, સ્વાગતની જવાબદારી શ્રી કનુભાઈને સોંપવામાં આવી. બાર વર્ષના કનુભાઈની પ્રતિભાથી અંજાઈ શ્રી દેસાઈએ શ્રી મોહનભાઈને કહેલું : “આ બાળક મને સોંપી ધ્યો.” કેવી મજાની શીખ! ગળે ઉતરી જાય તેવી. એમ થાય કે વિદ્યા અને ધન પરકબજામાં હોય અને ખરે સમયે કામ ન આવે તો શું કામનાં? શ્રી કનુભાઈ જિજ્ઞાસુ. કોઈ વિષયમાં અજ્ઞાત હોય, તો પણ પ્રશ્નોત્તરી તો કરે જ. ક્યારેક થાક્યા હોય તેવું શ્રી સુનીલભાઈને ક્યારેય પણ લાગેલું નહીં, પણ જાણે શું થયું? ૧૯૯૮ની એટલે કે ૧૦ વર્ષ પૂર્વેની ઘટના શ્રી કનુભાઈ, શ્રી સુનીલભાઈને મુંબઈ ડાઈઝ એન્ડ મોલ્ડના કારખાનામાં મૂકવા માટે ગયેલા. ત્યારે કનુભાઈએ કહેલું, “બેટા સુનીલ, આજે મને થાક લાગે છે. કોફી પીવી પડશે. મારા શરીરમાં કોઈ ફેરફાર દેખાય છે. તું હવે તૈયાર કરી લે. આપણે રાજકોટ ભેગાં થઈ જઈએ.’ Jain Education International ea શ્રી કનુભાઈને કીડનીમાં કેન્સર થઈ ગયું. છતાં બે વર્ષ તેઓ હિંમતપૂર્વક ઝઝૂમ્યા અને ૪ માર્ચ-૨૦૦૦માં તેમનું અવસાન થયું. તેમના સિંચેલા સંસ્કારોની પ્રતીતિ થઈ કારણ શ્રી સુનીલભાઈ ગજ્જરે રામાયણ વિશે એમ કહ્યું કે, રામાયણ જીવન જીવવાની કળા શીખવે છે અને શ્રીમદ્ ભગવદ્ગીતા કર્મનો સિદ્ધાંત આપે છે. રાજકોટના ધમધમતાં ઔદ્યોગિક અટિકા વિસ્તારમાં શ્રી સુનીલ ગજ્જર અને શ્રી જિજ્ઞેસ સચાલિયા ભાગીદારીમાં ઇનોવેટિવ મોલ્ડ વર્ક્સ નામનું ઉદ્યોગ સંકુલ છ વર્ષથી સંભાળે છે. ઇનોવેટિવની પ્રગતિમાં શ્રી જિજ્ઞેશ સચાણિયાનો ફાળો મહત્ત્વનો અને ઘણો છે. બંને વચ્ચે પ્રકૃતિભેદ હોવા છતાં લક્ષ્ય સિદ્ધ કરવાનો નિર્ણય એક જ હોય છે. મેન્યુફેક્ચરીંગમાં ડાઈમોલ્ડ, પેટર્ન, ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટીંગડાઈઝ છે. બંને મિત્રો સી.એન.સી., વી.એમ.સી. ક્ષેત્રે ક્રાંતિ કરવાની હરણફાળ ભરી રહ્યા છે, ત્યારે શુભકામના પાઠવીએ, અભિનંદન આપીએ. ઉત્તમ મોતીને પાછાં અમે વીણતા હતાં. ત્યાં સુનીલે દામજીભાઈ વાઘસણા, માતાશ્રી ઉમેર્યું : “મારા પિતાજી હંમેશા કહેતા, જો ભાઈ, જ્ઞાન સવિતાબહેન. તા. ૮-૮વહેંચવા માટે છે, વેંચવા માટે નહીં.” ૧૯૪૮ના રોજ રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના સાંઢવાયા ગામે શ્રી રસિકભાઈ જન્મ્યા. સ્વબળે ટીપાતાં ઘડાતાં આગળ વધવાની મજા કંઈક અનોખી જ હોય, એવો અનુભવ શ્રી રસિકભાઈ આજે પણ કરી રહ્યા છે. ટીપાતાં-ઘડાતાં ઈશ્વરમાં શ્રદ્ધા રાખી આગળ વધેલા શ્રી રસિકભાઈ ડી. વાઘસણા પિતાશ્રી ધનજીભાઈ જસદણ તાલુકાના કોઠી ગામથી રાજકોટના મિકેનિકલ ઉદ્યોગક્ષેત્રમાં શ્રી રસિકભાઈ પ્રસ્થાપિત થયા છે. તેઓએ ધો. ૧ થી ૭ અમદાવાદ ૮ અને ૯ ધોરણનો અભ્યાસ જસદણ કર્યો હતો. તેઓ બેઠા ન રહે, તેવા માણસ છે. તેની પ્રતીતિ મને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy