SearchBrowseAboutContactDonate
Page Preview
Page 936
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ ધારેલું પાર પાડવામાં એક્કા, જ્યારે સત્યાવીસ વર્ષે રાજકોટ આવ્યા ત્યારે જ નિર્ણય કરી લીધો હતો કે, “હું બાવન વર્ષ સુધી કામ કરીશ.” આ વિચાર પાછળ કોઈ જડત્વ નહોતું. એમની દૃષ્ટિ સ્પષ્ટ હતી. બાવન વર્ષ પછી શું કરવું તેના ફળ સ્વરૂપે ૧૯૭૯માં મથુરદાસ નરભેરામ પારેખ ચેરિટેબલ ટ્રસ્ટ (પિતાના નામે) રજિસ્ટર્ડ કરાવ્યું. આયોજન કેવું! પારદર્શક, બહારથી પૈસા ન લેવાં, પોતાનાં જ પૈસા ટ્રસ્ટમાં જમા કરાવી જરૂરિયાત મંદ લોકોને સહાય કરવી. ગાંધીજીની સંપત્તિ માટેની ટ્રસ્ટીશીપની ભાવના તેમની બહુ જ પ્રિય છે. રૂઢિચુસ્તતાના વિરોધી શ્રી રસિકભાઈએ દીકરાના જાનમાં વિધવાબહેનને પહેલાં બેસાડેલાં આ ઉપરાંત સમાજમાં નબળી પરિસ્થિતિવાળા માટે દાખલો બેસાડવા મોટા દીકરાના સિવિલ મેરેજ કરાવ્યાં. હોટેલમાં પચાસ વ્યક્તિ વરપક્ષમાંથી, પચાસ વ્યક્તિ કન્યાપક્ષમાંથી એમ આયોજન કરી લગ્ન કરેલાં. આજ પ્રમાણે પોતાના માતુશ્રીના અવસાન સમયે પોતાની જ્ઞાતિમાં તેઓએ પહેલ કરી, પહેલ વહેલી ઉઠમણાની પ્રથા નાબૂદ કરી. શ્રી રસિકભાઈને બહુ નજીકથી મળવાનું થયું. તેમણે તેમની જિંદગીને ખૂબસૂરત રીતે મઠારી છે, ત્યારે કહ્યા વિના રહેવાતું નથી : “એક પથ્થરમાંથી મળતાં શિલ્પને આદર મળે; જો મઠારો જિંદગીને તો જ કંઈ નક્કર મળે.” કમ્પ્યુટર્સ યુગને આવકારતા યુવાન ઉદ્યોગકાર શ્રી સુનીલ ગજ્જર લક્ષ સિદ્ધ કરવા જો હકારાત્મક દૃષ્ટિ હોય તો અવશ્ય લક્ષ સુધી પહોંચી શકાય છે. એવો ભાવાર્થ એકવીસમી સદીના પાણીદાર યુવાન શ્રી સુનીલ ગજ્જરના પરિચય દ્વારા મળ્યો. તેમનો જન્મ તા. ૬-૧૧૭૩ના રોજ મુંબઈ મુકામે થયો પણ વતન રાજકોટનું મવડી ગામ. પિતા શ્રી કનુભાઈ અને માતા ભારતીબહેન. અભ્યાસ ધો. ૧૨ સુધી રહ્યો. Jain Education International ધન્ય ધરા મિકેનિકલ ક્ષેત્રમાં ખૂબ જ દૃષ્ટિવાન, અનુભવી, સખત પરિશ્રમી એવા પિતા કનુભાઈ પાસેથી ઉજ્જ્વળ ભવિષ્યના આશીર્વાદ શ્રી સુનીલ ગજ્જરને મળ્યા છે. તેમનાં પત્ની શ્રીમતી વિશાખા સુનીલ ગજ્જરનો અભ્યાસ ધોરણ ૧૨ સુધીનો છે. સંતાનમાં સુનીલ–વિશાખાને એક પુત્રી કૃપલ છે. જે અંગ્રેજી માધ્યમમાં ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે. સંયોગોના દબાણમાં પહેલો પ્રતિભાવ રુદન કે ક્રોધ? એવો પ્રશ્ન મેં કર્યો ત્યારે મને જવાબ મળ્યો રુદન. શ્રી સુનીલ ગજ્જર કમ્પ્યૂટર યુગ વિશે પોતાનું મંતવ્ય આપતા કહે છે કે, “કમ્પ્યૂટર્સ યુગને હું ક્રાંતિકારી યુગ કહીશ.” ફાસ્ટ યુગમાં વાચન માટે થોડો વખત બચાવતા આ યુવાનને ટી.વી. સિરિયલમાં અમુલ સ્ટાર વોઈસ ઓફ ઇન્ડિયા તેમજ સારાભાઈ વર્સિસ સારાભાઈ પ્રિય છે. બાધા, આખડી, માનતામાં જરાપણ આસ્થા ન ધરાવતા તેઓ પાઠ, પૂજા કે ધાર્મિક વિધિને બદલે પોતાનું કામ એ પોતાની પૂજા ગણે છે. તેઓ ઇન્ડિગો વાહનમાં આવ-જા કરે છે. તેમણે ભારત દેશમાં ખૂબ જ પ્રવાસ ખેડ્યા છે. યાદગાર અકસ્માત કોઈપણ મનુષ્યને વધુને વધુ જીવંત રાખે છે. તે રીતે શ્રી સુનીલ ગજ્જરના નાનપણમાં રમતાં–રમતાં તેમની આંખમાં ઇજા થઈ હતી પણ કુદરતી રીતે બચી ગઈ હતી. બચપણ હો કે યૌવન, યાદ આવી જાય એક પ્રેરક વિચાર-વિસ્તાર. ગમે ના શૈશવે ખેલ, યૌવને ના પરાક્રમ; સાધુતા નહીં વાર્ધક્યે, વ્યર્થ તો જિંદગી ક્રમ. શૈશવ અને યૌવનની પરખ કરી ચૂકેલા સુનીલ ગજ્જરના વિદ્યાકાળ, યુવાકાળ દરમિયાન ખાટા-મીઠા અનુભવો થયા છે. છતાં તેમને ઈશ્વરીય શક્તિ ઉપર વિશ્વાસ છે. માતા-પિતા તેમના ગુરુ છે. પ્રતિષ્ઠા, પ્રદર્શન કે સામાજિક કુરૂઢિના ખંડનમાં તેમનો હકારાત્મક જવાબ એ છે કે, લૌકિક વ્યવહારથી દૂર રહેવુ ગમે છે. જીવનમાં ઉછેર સારો થાય. ઉચ્ચ સંસ્કાર અને ગુણથી જીવન ભરેલું હોય, પછી પ્રસન્નતા જ હોય ને? તેઓ જાહેર નહીં ગુપ્તદાનમાં રસ ધરાવે છે. ગુજરાત For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy