SearchBrowseAboutContactDonate
Page Preview
Page 935
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૯૨૫ આવો જ બીજો પ્રસંગ રાતની પાળીમાં બનેલો. ગ્રેડર નામનું મશીન ઉદેશી નામનો ઓપરેટર ડેમ સાઈટ ઉપર મૂકીને આવ્યો ત્યારે શ્રી રસિકભાઈએ તેમને મશીન ન લઈ આવવા માટે ઠપકો આપ્યો ફરીથી મશીન લાવવાનું કહ્યું અને બીજા બે ઓપરેટરો સાથે પોતે પણ ગયા દરમ્યાન ઉશ્કેરી જઈને ઉદેશીએ રસિકભાઈને કહ્યું “અહીં મોડી રાત્રે તમને છરો પરોવી દઉં તો વાર ન લાગે” ત્યારે રસિકભાઈએ જવાબ આપેલો “પાંચમીની છઠ્ઠ થવાની નથી. મશીન લઈ જવું પડશે. આની ઊંડી અસર ઉદેશી ઉપર પડી મોડી રાતે બે વાગે તે શ્રી રસિકભાઈને ત્યાં માફી માગવા આવેલો. નૈતિકતા, ખુમારી, સચ્ચાઈથી છલોછલ એવા કર્તવ્યનિષ્ઠ વ્યકિતના જીવનની એક ઘટના ઉમેરું તો લગભગ ૧૯૫૦ની વાત છે. એ વખતે અનપ્રધાન ક. મા. મુનશી. ભારે દુષ્કાળ. લોકોને અનાજ-કપડાં વજનમાં આપવામાં આવતાં. લોકોએ વજનમાં જે મળે તે અનાજ-કપડાં સ્વીકારી લેવા પડતાં. મૂળ કચ્છના પણ કલકત્તામાં સ્થાયી થયેલા મોટા ઉદ્યોગપતિ છોટાલાલ રાઘવજી માંડવિયાએ કચ્છ વિસ્તારમાં જરૂરિયાતવાળા લોકોને બાજરો આપવા કહેલું. શ્રી રસિકભાઈના માતાનેય બાજરો આપવામાં આવેલો. માતાએ બાજરો સાફ કર્યો. જ્યારે જાણ થઈ કે, આ બાજરો આપણાથી ન લેવાય. પરત દેવા ગયા ત્યારે કહ્યું : “મેં બાજરો સાફ કર્યો છે, તેમાંથી કાંકરા-કચરો કાઢ્યા છે. તેટલો વજન ઓછો હશે. આ બાજરો કોઈ જરૂરિયાતવાળાને આપી દેજો, કારણ કે મારાં છોકરાંઓનાં પેટમાં આ અનાજનો દાણો જાય, તો ભવિષ્યમાં આગળ ન વધી શકે. મારે તેને આગળ વધારવા છે.” શ્રી રસિકભાઈ અંતર્મુખી તેમજ બહિર્મુખી પ્રતિભા છે. પોઝિટિવ વિચાર ધરાવતા માણસ છે. ત્વરિત નિર્ણયો લેવામાં તેઓ રાહ જોતા નથી. ધોરણ આઠમાથી કચ્છમાંડવી છોડી રાજકોટ મોઢ વણિક બોર્ડિંગમાં આવવાનો નિર્ણય તેમણે સ્વતંત્ર રીતે લીધો હતો. મેટ્રિકના અભ્યાસ બાદ સાયન્સ પ્રવાહમાં જવાનો નિર્ણય તેમનો જ હતો. આજેય તેઓમાં આત્મવિશ્વાસ ભરપૂર જોવા મળે છે. એન્જિનિયરિંગ કોલેજમાં પાસ થયા અને મુંબઈ જવું, ત્યાં નોકરી કરવી એ વિચારથી ત્વરિત અરજી કરી અને ઈન્ટરવ્યુ આપ્યો. જીવન સંઘર્ષમય નહીં પણ સાહસમય રહ્યું છે. પરિચય કરતાં મેં તેઓને યુવાનોને પ્રેરક ઉદાહરણ મળે તેવી વાત કરવા કહ્યું. ત્યાં તો તેમણે કહ્યું : “પૃથ્વી પોતાની ધરીની આસપાસ પોતાની ગતિને સૂર્યમાળાની ભ્રમણકક્ષામાં ફરવા છતાં પોતાની ગતિને જેમ પકડી રાખે તેમ દરેક યુવાને બદલાતા જમાનાના પ્રવાહમાં વહેવા છતાં પોતાના આંતરિક રીતે નક્કી કરેલા ધ્યેયને વિચલિત થયા વગર વળગી રહેવું જોઈએ!” કેવા મજાના શબ્દો! બિલકુલ સોના જેવા! દરેક યુવાને હૃદયમાં કોતરી લેવા જોઈએ. પ્રશ્નોત્તરી થતી હતી : “ભાવિ જગત આપને કેવી રીતે સ્મરે તો ગમે?” બેધડક જવાબ આપતાં તેમણે કહી દીધું : “બીજા દિવસે જ મારાં કુટુંબીજનો મને ભૂલી જાય તેમ ઇચ્છે છું. મારે કોઈ અપેક્ષા નથી. હું કોઈ ભ્રમણામાં રાચતો નથી.” એમનાં દરેક વાક્યો નોંધ કરવા જેવાં છે. જેનામાં સમજણ નથી એવી વ્યક્તિ ભૂલ કરે તો ક્ષમ્ય છે. તેમ જેનામાં સમજણ છે અને જો કોઈને સમજાવે નહીં તો તે પણ ક્ષમ્ય નથી. તમારી પાસે જ્યારે દ્રવ્ય હોય, છતાં જરૂરિયાતમંદ લોકોને ન આપો, એ જેમ ચોરી છે, તેમ તમારી પાસે જ્ઞાન હોય, છતાં યોગ્ય વ્યક્તિને તમે પ્રદાન ન કરો તો એય ગુનો ભર્યા–ભર્યા આ માનવને સંગીત, નાટક, સાહિત્યમાં ભારોભાર રુચિ છે. પાંચ-સાત વર્ષની નાની વયથી ભજન સાંભળવાં–ગાવાં બહુ જ ગમતાં; આજેય તેઓ ભજનોને માણી લે છે. છ વર્ષની વયે પહેલું ભજન ગાયેલું : તાળી પાડીને રામ-રામ બોલજો રે, તમારા અંતરના પડદા ખોલજો રે.” બહુ સહજતાથી તેમણે સ્વીકાર્યું : “નટવરભાઈ, બાળસાહિત્ય હું વાંચી શક્યો નથી, પરંતુ ક.મા. મુનશીની લગભગ નવલકથાઓ, શરદબાબુની, ધૂમકેતુની સામાજિક વાર્તાઓ, કાકા કાલેલકર, મોહનલાલ ચૂનીલાલ ધામી, ગુણવંતરાય આચાર્યને સતત વાંચ્યા છે. સૂફી સાહિત્યમાં ઘણી રુચિ છે. ભજન, નાટક, વાચન, સાહિત્યની વાતમાં સૂર પૂરતાં તેઓએ મને યાદ અપાવ્યું, “ભાઈ, ગાવાનો મને અનહદ શોખ છે. કોઈપણ ગીત રાગસહિત ગાઈ શકું છું. સુગમ, શાસ્ત્રીય સંગીત ઉપરાંત કવ્વાલી બહુ જ પ્રિય છે.” Jain Education Intemational For Private & Personal Use Only ate & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy