SearchBrowseAboutContactDonate
Page Preview
Page 934
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨૪ આવે. તેઓએ તેમનાં બાળકોને ક્યારેય દબાણ નથી કર્યું. કોઈને ઠપકો આપે પણ તે હિતકર હોય છે. ખરેખર કડવું જ મીઠું હોય છે. નાનપણમાં ખોળામાં સુવડાવી મા બાળકને કડવાટ પાય તે બાળકના હિતમાં જ હોય છે. હિતકર વિચારવું અને તેને અમલમાં મૂકવું શ્રી રસિકભાઈને બહુ જ ગમે છે. કમ્પ્યૂટર યુગને આવકારતાં તેઓ કહે છે કે, “૧૯૮૭માં રાજકોટમાં સૌ પ્રથમ કમ્પ્યૂટર આવેલાં તેમાં અમે સૌ પહેલા હતા. આજે કમ્પ્યૂટર અનિવાર્ય છે, તેનો ઉપયોગ વિવેકબુદ્ધિથી કરવો જોઈએ. એમ હું માનું છું.” અનેકવિધ પ્રવૃત્તિઓની વચ્ચેય વાચન માટે તેઓ વખત બચાવી લે છે. મોટાભાગનું આધ્યાત્મિક વાચન કર્યું છે. રોજ એક કલાક વાચન કરે છે. ‘અખંડ આનંદ’, ‘કવિતા' જેવા સામયિકો વાંચે છે. ઘણાં સામયિકોનાં આજીવન લવાજમો ભર્યાં છે. વાચનનો લગાવ બહુ જ ધરાવતા તેઓ ટેલિવિઝનની નેશનલ જ્યોગ્રાફી, ડિસ્કવરી શ્રેણી જોવાનું ચૂકતાં નથી. ઉર્દૂ ગઝલના કાર્યક્રમો જોવાનું ય વળગણ છે. પરિવારમાં તેઓ એક કલાકથી વધુ ટીવી જોતા નથી. સડસઠ વર્ષના આ યુવાને આજ સુધી એકટાણું કર્યું નથી. રામનવમીએ ફરાળ નથી કર્યું. હા, તેમને નાનપણથી એટલે કે, બાર વર્ષથી ધ્યાનમાં બેસવાનું બહુ જ ગમે છે. તેમણે વિવેકાનંદને સતત વાંચ્યા છે. વિદેશમાં મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપુર, થાઇલેન્ડ, બેંગકોકમાં સ્વૈરવિહાર કર્યો છે, તો ભારતની ભૂમિ પર ચાર ધામ યાત્રામાં ગંગોત્રી, યમનોત્રી, અમરનાથ, કેદારનાથ, પશુપતિનાથનાં દર્શન કરી પ્રાકૃતિક સૌંદર્યને માણ્યું છે. મારુતિ, સેન્ટ્રો વાહનમાં સફર કરી પ્રવૃત્ત રહેતા શ્રી રસિકભાઈ અંધવિશ્વાસમાં જરાય માનતા નથી. ભ્રમણાઓ ભાંગી શકે એવા ગુરુ આજે ક્યાં છે? એવું તેઓ દૃઢપણે માને છે. તેઓ કહે છે કે, “મનુષ્યના આંતરિક વિકાસ માટે, આધ્યાત્મિક પ્રગતિ અર્થે ભૌતિકતા અનિવાર્ય છે, પણ વ્યક્તિએ ભૌતિકતાને સાધન તરીકે સ્વીકારવાની જરૂર છે, નહીં કે સાધ્ય તરીકે, ભૌતિકવાદના બ્રહ્માસ્ત્રને વાપરતાં આવડવું જોઈએ. વસ્તુ હોવી અને વસ્તુમાં હોવું એ ભિન્ન બાબત છે.” શ્રી રસિકભાઈ ચાર વર્ષના હતા ત્યાં જ તેમના પિતાનું અવસાન થયેલું. ત્યારબાદ તેમનાં માતુશ્રી પોતાનાં સંતાનો સાથે માવતરના ગામ કચ્છ-માંડવીમાં સ્વમાનપૂર્વક એક ઓરડો ભાડે રાખી રહ્યાં. પિતા સાથે ન રહ્યાં. એકવાર રસિકભાઈનાં ફઈબા Jain Education International ધન્ય ધરા રકાબીમાં મૂઠિયાં દેવા આવ્યાં. મૂઠિયાં ઘરના વાસણમાં લઈ અને કહ્યું, “ભાઈને કહેજે મારાં છોકરાં અને હું તમારે ત્યાં આવશું ત્યારે ખાઈ લઈશું. મારાં બાળકો દહીં, રોટલો અને અથાણાના પેસેન્જર છે. મારે એને આ સ્વાદે નથી ચઢાવવાં.’ કેવી શીખ! આપણી ક્ષમતા પ્રમાણે જ આપણું જીવન જીવવું. બીજા ઉપર આધાર ન રાખવો જોઈએ. શ્રી રસિકભાઈ ગૌરવપૂર્વક કહે છે કે, “મારાં માતાપિતામાં, માતુશ્રીના પિતામાં જડતા ન હોય, તો મારામાંય ન હોય એ સ્વાભાવિક છે.” તેઓએ શ્રીકૃષ્ણજન્મના પ્રસંગને યાદ કર્યો. “મારી માતાને કૃષ્ણજન્મઉત્સવમાં હું મંદિરે દર્શન કરવા લઈ જાઉં. હું મંદિર બહાર બેસું મા મને મંદિરમાં આવવા બળજબરી ન કરે. વ્યક્તિના બાળપણમાં પોતાની આજુબાજુના સંજોગો–પ્રસંગોની જે સારી-નરસી છાપ માનસ ઉપર પડે છે, જે તેના પછીના જીવનમાં વિકાસ કે વિનાશનું કારણ બને છે. પણ માતાની પુત્રને સમજવાની ક્ષમતા, ઉદારતા દાદ માંગે તેવી છે. આવા જાજરમાન પાત્રને વંદન. મોતી છૂટા પડ્યા હોય તો તેને માળા કહી શકાતી નથી. પરંતુ શ્રી રસિકભાઈના પ્રસંગો મોતીની માળા છે. ૧૯૬૨માં તેઓ પ્રિમિયર ઓટોમોબાઇલ્સ કંપનીમાં લે-આઉટ એન્જિનીયરપદે પહેલી મુલાકાતે જ પસંદ થયેલા. ૯૬ ઉમેદવારો એન્જિનિયર તરીકે જોડાયેલા. દરેકને બાર મહિનાનો પ્રોબેશન પીરિયડ પસાર કરવાનો હતો. તેઓને આઠ મહિનામાં જ ખાસ ઇન્ક્રિમેન્ટ મેળવી કાયમી થયા હતા આમ છતાં વધુ પ્રેક્ટીકલ અનુભવ માટે પાંચસો એકત્રીસના માસિક પગારની નોકરી છોડી. સાથી મિત્ર શ્રી બારડોલીકરના કહેવાથી તેઓ સુરત પાસે સોનગઢનો ઉકાઈ અર્ધનડેમ બંધાતો હતો ત્યાં રૂપિયા ૨૩૧માં સાઇટ સુપરવાઇઝર તરીકે નોકરી કરવા સ્વતંત્ર નિર્ણય લીધેલો. જ્યાં તેઓને ૧૨૮ કામદારો અને ૬૪ મશીન જેવા કે સોવેલ, લોડર, ડમ્પર, સ્ક્રેપર, ગ્રેડર અને રોડરોલર જેવા મશીનો સાથે કામ કરવાનું થયું. અહીં તેમને વિવિધ માનવ સમુદાય સાથેના વિવિધ અનુભવો થયાં જેમાંના બે પ્રસંગો પ્રસ્તુત છે. ઉપરી અધિકારી પટેલ સાહેબને ત્યાં ભગુ નામનો ક્લીનર કામ કરતો હતો તે પાળીના કામમાં નિયમિત આવતો નહોતો. નિયમિતતાના આગ્રહી શ્રી રસિકભાઈથી આ સહન ન થતાં તેમણે ભગુને છૂટો કર્યો અને પટેલ સાહેબ પાસે પ્રેક્ટીકલ રસ્તો કાઢીને એવું સૂચન કર્યું કે “આ ક્લીનરને બીજી પાળીમાં ફેરવી નાખો' ઉપરી અધિકારીએ એમ કર્યું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy